Posts by Jyotiben
જેમ્સ, પ્રિન્સેપ
જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં 1832થી 1840 સુધી અર્થાત્ જીવનપર્યંત…
વધુ વાંચો >જેમ્સ બૉન્ડ
જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક પાત્ર છે. તે પાત્ર પરથી…
વધુ વાંચો >જેરિકો
જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે. શહેરની પૂર્વ બાજુએ 10 કિમી.…
વધુ વાંચો >જેરૂસલેમ
જેરૂસલેમ : ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન 31° 46’ ઉ. અ. અને 35° 14’ પૂ. રે.. ઈ. પૂ. 1000 વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી 9,57,000 (2022), ભૌગોલિક વિસ્તાર…
વધુ વાંચો >જેરૉનિમો, પોઝ મારિયા
જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક 17 વરસની વયથી જેરૉનિમોએ પૂર્વજોની…
વધુ વાંચો >જેલ
જેલ : ગુનાઇત કૃત્ય માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી શકમંદ વ્યક્તિને ન્યાયાધીશના આદેશ અનુસાર ટૂંકા સમય માટે અટકાયતમાં રાખવાનું સ્થળ. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ તેમને નજરબંધ રાખવા માટે પણ આવા સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી…
વધુ વાંચો >જેલ (gel)
જેલ (gel) : ઘણાં દ્રવરાગી (lyophilic) કલિલો (colloids) દ્વારા દ્રાવકને પોતાનામાં સમાવી લઈ ઉત્પન્ન કરાતી એક પ્રકારની ઘન અથવા અર્ધઘન જાલપથ (network) સંરચના. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે ન દેખી શકાય તેવી રીતે દ્રાવકમાં વિચ્છિન્ન થયેલા કણો ધરાવતો સુશ્લિષ્ટ (coherent) જથ્થો એમ પણ કહી શકાય. જેલ (gel) એ એક પ્રકારનાં એવાં કલિલો છે કે જેમાં પ્રવાહી…
વધુ વાંચો >જેલમ (નદી)
જેલમ (નદી) : પંજાબની પાંચ પ્રખ્યાત નદીઓમાંની એક. તે સિંધુ નદીમાં પાણી ઠાલવે છે. પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. લંબાઈ આશરે 720 કિમી. છે. કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદગમ છે અને પીર પંજાલ પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થઈ અનંતનાગ તથા શ્રીનગર પાર કરી વાયવ્ય દિશા તરફ વળે છે અને…
વધુ વાંચો >જેલરપ, કાર્લ ઍડોલ્ફ
જેલરપ, કાર્લ ઍડોલ્ફ (જ. 2 જૂન 1857, ડેન્માર્ક; અ. 13 ઑક્ટોબર 1919, જર્મની) : ડેનિશ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. ડેનમાર્કમાં રોહોલ્ટના વતની. તેમનાં માતાપિતા ખ્રિસ્તી સાંપ્રદાયિક કુટુંબનાં હતાં. પિતા પાદરી હતા. પણ જેલરપે ધર્મોપદેશકની જીવનશૈલીના તમામ ખ્યાલો છોડી દીધા હતા. 1874માં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ કોપનહેગન યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી સૌંદર્યશાસ્ત્રમાં રસ કેળવ્યો. સ્કીલર…
વધુ વાંચો >જેલી પ્રાણી (jelly fish)
જેલી પ્રાણી (jelly fish) : દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ…
વધુ વાંચો >