Posts by Jyotiben
રસેલિયા
રસેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક શોભન પ્રજાતિ. તેની એક જાતિ Russelia juncea Zucc. (ગુ. રસીલી; અં. વીપિંગ મેરી, કૉરલ ફાઉન્ટન, ફાયર ક્રૅકર) છે. તે લગભગ 0.75 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની શાખાઓ પાતળી, લીલી અને પ્રકાશસંશ્ર્લેષી હોય છે અને વેલની જેમ પોતાની મેળે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન તરફ ઢળતી રહે…
વધુ વાંચો >રસ્ક, ડીન ડેવિડ ડીન રસ્ક
રસ્ક, ડીન ડેવિડ ડીન રસ્ક (જ. 9 ફેબ્રુઆરી 1909, ચેરોકી કાઉન્ટી, જ્યૉર્જિયા રાજ્ય; અ. 20 ડિસેમ્બર 1994) : જૉન કૅનેડી અને લિન્ડન બી. જૉન્સનના શાસન હેઠળ અમેરિકાના ગૃહમંત્રી અને અમેરિકાની વિયેટનામ નીતિના પ્રખર સમર્થક. તેઓ 1931માં ડેવિડસન કૉલેજમાંથી સ્નાતક થયા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની સેંટ જૉન કૉલેજમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ રહૉડ્ઝ સ્કૉલર ઘોષિત થયેલા.…
વધુ વાંચો >રસ્ક, વિમ
રસ્ક, વિમ (જ. 29 ઑગસ્ટ 1940, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : હોલૅન્ડના જૂડોના ખેલાડી. 1.90 મી. અને 118 કિગ્રા.નું દેહપ્રમાણ હોવા છતાં તેઓ જૂડોના અત્યંત શક્તિશાળી અને વેગીલા ખેલાડી બની રહ્યા. જૂડોનો વિશ્વવિજયપદક 4 વખત જીતનાર તેઓ સર્વપ્રથમ ખેલાડી બન્યા. 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં તેઓ 1967 અને 1971માં સફળ નીવડ્યા અને ત્યારબાદ 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં અને…
વધુ વાંચો >રસ્કિન, જૉન
રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો વારસો આપેલો. તેઓ બાળપણમાં કુદરતી…
વધુ વાંચો >રસ્ટ, મૅથિયાસ
રસ્ટ, મૅથિયાસ (જ. 1968) : જર્મનીના નિષ્ણાત વૈમાનિક. મે, 1987માં મૉસ્કોના હૃદય સમા રેડ સ્ક્વેર વિસ્તારમાં પોતાના હળવા વિમાનનું ઉતરાણ કરીને તેમણે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેમણે ફિનલૅન્ડથી ઉડ્ડયન કર્યું ત્યારથી માંડીને મૉસ્કો સુધીમાં તેમનું વિમાન કોઈની નજરે સુધ્ધાં પડ્યું ન હતું અને તે પણ આટઆટલી સાધન-સજ્જતા હોવા છતાં ! તેમના આ સાહસને પરિણામે…
વધુ વાંચો >રસ્તા (ભૂમિમાર્ગ)
રસ્તા (ભૂમિમાર્ગ) : વિવિધ ભૂમિસ્થળોને જોડતો પગપાળા ચાલવાનો અથવા પરિવહન માટેનો પથ. રસ્તાઓ વિભિન્ન પ્રકારના હોય છે, જેવા કે ગ્રામવિસ્તારોને જોડતા સ્થાનિક રસ્તાઓ (local roads); તે સાંકડા હોય છે. શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ (main roads); તે પહોળા હોય છે. શહેરની અંદર બનાવેલા રસ્તાઓ (શેરીઓ streets) તેમજ શહેર બહાર બનાવેલા ગોળાકાર આડરસ્તાઓ (bypasses) વસ્તીની ઓછીવત્તી સંખ્યાને…
વધુ વાંચો >રસ્તોગી, ગિરીશ (શ્રીમતી)
રસ્તોગી, ગિરીશ (શ્રીમતી) (જ. 12 જુલાઈ 1935, બદાયૂન, ઉ.પ્ર.) : હિંદી વિવેચક અને નાટકકાર. તેમણે 1958માં આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1960માં લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને 1964માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પછી ગોરખપુર યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યમાં જોડાયાં અને પ્રાધ્યાપક તથા હિંદી વિભાગનાં વડાં તરીકે નિવૃત્ત થયાં. હાલ તેઓ નાટકોનું દિગ્દર્શન સંભાળે છે. 1968માં તેમણે…
વધુ વાંચો >રહમતખાં
રહમતખાં (જ. ?; અ. 1922, કુરુંદવાડ, મહારાષ્ટ્ર) : ગ્વાલિયર ઘરાનાના પ્રસિદ્ધ ગાયક. તેઓ હદ્દૂખાંના કનિષ્ઠ પુત્ર હતા. તેમનો અવાજ બારીક, મધુર અને સુરીલો હતો. તેમનું વ્યક્તિત્વ પણ એક પ્રભાવશાળી રાજકુમાર જેવું હતું. ગોરો રંગ અને કસાયેલા શરીરને લીધે તેઓ ખૂબ આકર્ષક દેખાતા. બાલ્યાવસ્થાથી જ તેમણે પોતાના પિતાની પાસે ગાયકીની તાલીમ મેળવી. સર્કસ કંપનીના માલિક વિષ્ણુપંત…
વધુ વાંચો >રહસ્યવાદ (mysticism)
રહસ્યવાદ (mysticism) : રહસ્યાનુભૂતિને અનુલક્ષીને અધ્યાત્મ- ક્ષેત્રે પ્રવર્તતી એક વિચારધારા. રહસ્યવાદ માટે અંગ્રેજી ભાષામાં મિસ્ટિસિઝમ (mysticism) શબ્દ છે. ભારતીય ભાષાઓમાં ‘અગમ્યવાદ’, ‘ગૂઢવાદ’, ‘અપરોક્ષાનુભૂતિવાદ’, ‘અધ્યાત્મવાદ’, ‘પરાવિદ્યા’ વગેરે તેના પર્યાયો પ્રચલિત છે ‘અમરકોશ’ પ્રમાણે ‘रहस्’ શબ્દનો અર્થે ‘એકાન્ત, નિર્જન કે ગુપ્ત’ એવો થાય છે. ભગવદગીતામાં અધ્યાત્મજ્ઞાનના રહસ્યને ગુહ્યાત્ ગુહ્યતરમ્’, ‘સર્વગુહ્યાનામ્’ વગેરે શબ્દો દ્વારા દર્શાવવા પ્રયાસ થયો છે.…
વધુ વાંચો >રહીમ
રહીમ : જુઓ અબ્દુર્રહીમ ખાનખાનાન
વધુ વાંચો >