રસેલ ગુફા

January, 2003

રસેલ ગુફા : યુ. એસ.ના ઈશાન ભાગમાં આવેલી રાષ્ટ્રીય સ્મારકરૂપ ગુફા. તે આલાબામા-ટેનેસી સીમાની નજીકમાં દક્ષિણે બ્રિજ પૉર્ટથી વાયવ્યમાં માત્ર 6 કિમી.ને અંતરે આવેલી છે. તે 1953માં શોધાયેલી. તેની લંબાઈ 64 મીટર, પહોળાઈ 32 મીટર અને ઊંચાઈ 8 મીટર જેટલી છે. તેમાંથી ઈ. પૂ. 7000 વર્ષના અરસામાં માનવવસ્તી ત્યાં રહેતી હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળેલા છે. આ ગુફા તેમજ 125 હેક્ટર વિસ્તાર ધરાવતું આ આખુંય સ્થળ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી દ્વારા નૅશનલ પાર્ક સર્વિસને અર્પણ કરાયું છે અને 1961માં તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે.

જાહ્નવી ભટ્ટ