રતનમાળ : નર્મદા જિલ્લામાં નર્મદા નદીની ઉત્તરે આવેલો વિંધ્યાચલની ડુંગરધારોથી બનેલો વિસ્તાર. તે રતનમાળની ડુંગરમાળાના નામથી પણ ઓળખાય છે. ડુંગરમાળાના જુદા જુદા ભાગોમાં 244 મીટરથી 366 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આવેલી છે. અહીં આશરે 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, સીસમ, શીમળો, ખેર, ખાખરો, ટીમરુ, કાકડ, બિયો, બહેડાં, બાવળ અને વાંસનાં…

વધુ વાંચો >

રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને જાબુઆ જિલ્લાની તથા પશ્ચિમ તરફ…

વધુ વાંચો >

રતવેલિયો : દ્વિદળી વર્ગના વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lippia nodiflora Rich. syn. Phyla nodiflora (Linn) Greene (સં. જલપિપ્પલી, હિં. અને બં. ભૂઈ-ઓક્રા, મ. રતોલિયા, ગુ. રતવેલિયો, તે. બોકેનાકુ, બોક્કેના; ત. પોડુથાલાઈ, ક. નેલાહિપ્પાલી, મલ. કાટ્ટુ-થીપ્પાલી) છે. તે બહુશાખિત, ભૂપ્રસારી અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરતી શાકીય વનસ્પતિ છે અને નદીકિનારે તેમજ સિંચાઈની કેનાલોની…

વધુ વાંચો >

રતિલાલ ‘અનિલ’ (જ. 22 ફેબ્રુઆરી 1919, સૂરત; અ. 29 ઑગસ્ટ 2013, સૂરત) : ગઝલકાર, પત્રકાર. આખું નામ :  રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામો ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’. તેમના કુટુંબનો વ્યવસાય જરીબૉર્ડર બનાવવાનો. તેમની બે વર્ષની વયે પિતાનું અવસાન થતાં, કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના…

વધુ વાંચો >

રત્નગુંજ (વાલ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adenanthera pavonina Linn. (સં. રત્નગુંજ; મ. થોરલાગુંજ, રતનગુંજ; હિં. બડી ગુમચી; બં. રક્તચંદન; ત. મંજદી સેમ; તે. બંદી ગુરિતેન્ડ; અં. કૉરલ વુડ, રેડ બીડ ટ્રી, રેડ વુડ) છે. તે એક પર્ણપાતી, ઝડપથી વૃદ્ધિ પામતું, 18 મી.થી 24 મી. ઊંચું અને…

વધુ વાંચો >

રત્નપરખવિદ્યા (gemology) : રત્નોની પરખ અને મૂલ્યાંકન કરતું વિજ્ઞાન. તે ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા ખનિજવિદ્યાનો એક પેટાવિભાગ ગણાય, કારણ કે રત્નો મૂળભૂત રીતે તો ખનિજો જ હોય છે. કુદરતી રીતે મળતાં ખનિજોને કાપીને, ઘસીને, ચમક આપીને રત્નો – ઉપરત્નો તૈયાર કરવામાં આવતાં હોય છે. રત્નોનો વ્યવસાય કરનારા ઝવેરી કહેવાય છે. મોટા ભાગના ઝવેરીઓ અનુભવથી રત્નોની પરખ કરી…

વધુ વાંચો >

રત્નપુર : નૈર્ઋત્ય શ્રીલંકાનું વહીવટી કેન્દ્રરૂપ શહેર. ભૌગોલિક સ્થાન :  6° 41´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે. તે કોલંબોથી અગ્નિકોણમાં કાલુગંગા નદીને કાંઠે વસેલું છે. અહીંની એક ટેકરી પર પૉર્ટુગીઝોએ કિલ્લો બાંધેલો. અહીં આજુબાજુના ખાણ-ભાગોમાંથી રત્નો મળતાં હોવાથી તેને ‘રત્નપુર’ કહે છે. માણેક, નીલમ અને માર્જારચક્ષુ (બિડાલાક્ષ – cat’s eye) જેવાં કીમતી–અર્ધકીમતી રત્નોનું…

વધુ વાંચો >

રત્નપ્રભસૂરિ (બારમી સદી) : આચાર્ય વાદી દેવસૂરિના શિષ્ય, વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ. તેઓ પ્રાકૃત ભાષાના પણ અપ્રતિમ કવિ હતા. એમણે ‘પ્રમાણનયતત્ત્વાલોક’ પર 5,000 શ્લોકપ્રમાણ ‘રત્નાકરાવતારિકા’ નામનો વિવેચનગ્રંથ લખ્યો છે. ‘અવતારિકા’નો પ્રથમ ફકરો કાવ્યમય અનુપ્રાસરચના તથા ગદ્યશૈલીનો સરસ નમૂનો છે. ‘ઇન્દ્રિયપ્રાપ્યકારિતા’નું પ્રકરણ આશરે એક સો (100) વિવિધ છંદોનાં કાવ્યોમાં કરેલી રચના છે, તે કવિ તરીકેની એમની…

વધુ વાંચો >

રત્નમાલ : 17મા કે 18મા સૈકાનું કવિ કૃષ્ણનું હિંદી કાવ્ય. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતના ચાવડા વંશના વનરાજનો પિતા જયશિખરી પંચાસરનો રાજા હતો અને એને યુદ્ધમાં મારી નાખી કનોજના રાજા ભુવડે એનું રાજ્ય લઈ લીધું હતું. કનોજના રાજા ભુવડે પંચાસર જીતવા વાસ્તે શરૂમાં પોતાના સોળે પટાવતો(ગામગરાસનો પટો ધરાવનાર)ને મોકલ્યા હતા; છતાં જીત ન મળવાથી આખરે ભુવડ…

વધુ વાંચો >