Posts by Jyotiben
યોગેન્દ્ર રસ
યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ, અભ્રકભસ્મ, મોતીપિષ્ટિ અને બંગભસ્મ –…
વધુ વાંચો >યોગેશ્વર
યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા. તે અનાથાશ્રમમાં રહીને શાળાનું શિક્ષણ…
વધુ વાંચો >યોગ્યતા
યોગ્યતા : મીમાંસા અને વ્યાકરણશાસ્ત્ર મુજબ વાક્ય થવા માટેના ત્રણ હેતુઓમાંનો એક હેતુ. એ હેતુઓમાં (1) આકાંક્ષા, (2) યોગ્યતા અને (3) સંનિધિનો સમાવેશ થાય છે. સ્વર અને વ્યંજનના સમૂહથી વર્ણ, વર્ણોના સમૂહથી પદ અને પદોના સમૂહથી વાક્ય બને છે; પરંતુ પદોના સમૂહને વાક્ય બનવા માટે તેમાં રહેલાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એ ત્રણ ધર્મો…
વધુ વાંચો >યોજિમ્બો
યોજિમ્બો : જાપાની ચલચિત્ર. નિર્માણવર્ષ : 1961. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકિરા કુરોસાવા. પટકથા : અકિરા કુરોસાવા, યુજો કિકુશિમા, હિડિયો ઓગુની. છબિકલા : કાઝુઓ મિયાગાવા. સંગીત : માસારુ સાટો. કલા-નિર્દેશન અને પોશાક : યોશિરો મુરાકી. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, ઇજિરો ટોનો, સિઝાબુરો કાવાઝુ, ઇસુઝુ યામાડા, તાત્યુયા નાકાડાઈ, કામાટારી ફુઝીવારા. અમેરિકન…
વધુ વાંચો >યોદ્ધા, ચારુમતી
યોદ્ધા, ચારુમતી (જ. 25 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 1981, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતમાં મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની લડત અને પ્રવૃત્તિઓનાં અગ્રણી મહિલા કાર્યકર. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી અમદાવાદમાં 1934માં સ્થપાયેલી મહિલાસંસ્થા ‘જ્યોતિસંઘ’ની સ્થાપનાથી શરૂ કરી આજીવન ચારુમતીબહેને સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું. જ્યોતિસંઘના રાહતવિભાગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોથી ગ્રસ્ત અને પુરુષપ્રધાન સમાજથી શોષિત-અપમાનિત…
વધુ વાંચો >યોન્જન, જસ, ‘પ્યાસી’
યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર. તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97 દરમિયાન તેમણે નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીની…
વધુ વાંચો >યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ
યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ : સામુદ્રિક તોફાન સમયે જહાજને તરતું રાખવા અને બચાવવા માટે તેમાં ભરેલા માલમાંથી કેટલોક માલ સમુદ્રમાં ફેંકી દેવાથી તે માલના માલિકને થયેલી નુકસાની જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો પાસેથી વરાડે વસૂલ કરવા અંગે યૉર્ક અને ઍન્ટવર્પનાં સંમેલનોમાં 1877માં બનાવેલા નિયમો. જળમાર્ગે પરિવહન કરતાં જહાજોમાં અનેક માલિકોનો માલ હોય છે. તેથી સમુદ્રમાં તોફાન…
વધુ વાંચો >યૉર્ક, ઍલ્વિન
યૉર્ક, ઍલ્વિન (જ. 13 ડિસેમ્બર 1887, પૉલ મૉલ, ટેનેસી, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 1964) : અમેરિકાના સૈનિક અને લોકપ્રિય વીરપુરુષ. ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં તેમને પાકી આસ્થા હતી. તેથી તેમનું વલણ યુદ્ધવિરોધી હતું, પણ 1917માં તેઓ સેનાદળમાં જોડાયા અને તેમની શંકાઓનું નિવારણ થયું. ફ્રાન્સમાં યુદ્ધ-કામગીરી બજાવતા હતા ત્યારે તેમણે મશીનગનથી સુસજ્જ રીતે ગોઠવાયેલા જર્મન મોરચા…
વધુ વાંચો >યૉર્ક વંશ
યૉર્ક વંશ (1461–1485) : ઇંગ્લૅન્ડનો પંદરમી સદીનો રાજવંશ. ઇંગ્લૅન્ડમાં લૅન્કેસ્ટ્રિયન વંશના શાસન (13991461) પછી યૉર્ક વંશના રાજાઓનું શાસન સ્થપાયું હતું. યૉર્ક વંશના પ્રથમ રાજા એડ્વર્ડ ચોથાએ યુદ્ધમાં વિજેતા બનીને 1461માં પોતાના શાસનની શરૂઆત કરી હતી. 1399ની રક્તવિહીન ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે એડ્વર્ડ ત્રીજાના ત્રીજા પુત્રને બાજુએ મૂકીને ચોથા પુત્ર હેન્રી લૅન્કેસ્ટ્રિયનને ગાદી સોંપી હતી. તેથી…
વધુ વાંચો >યોશીડા, શિગેરુ
યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ વિદેશમંત્રી, 1930–32 દરમિયાન ઇટાલીમાં અને…
વધુ વાંચો >