યાંત્રિક ઊર્જા : યાંત્રિક ગતિ અને પદાર્થોની વચ્ચે આંતરક્રિયાને લીધે ઉદભવતી શક્તિ. બીજી રીતે યાંત્રિક ઊર્જા એ ગતિજ ઊર્જા (kinetic energy) Ek અને સ્થિતિ-ઊર્જા (Potential energy) EPના સરવાળા બરાબર થાય છે. એટલે કે – યાંત્રિક ઊર્જા E = Ek + EP ગતિજ ઊર્જા : ગતિજ ઊર્જા પદાર્થની યાંત્રિક ગતિનું માપ છે અને તે પદાર્થને પ્રતિવેગી…

વધુ વાંચો >

યાંત્રિક પ્રચાલનો (mechanical operations) : એકમ-પ્રચાલનો(unit operations)ના ભાગરૂપ પ્રવિધિઓ. રાસાયણિક ઇજનેરી એ ઇજનેરીની એવી શાખા છે કે જેમાં મોટા ગજાનાં (large scale) રાસાયણિક સંયંત્રો (plants), પેટ્રોલિયમ રિફાઇનરી વગેરેના અભિકલ્પન (designing) અને પ્રચાલનનો સમાવેશ થાય છે. તે ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને માનવ-સંબંધો (human relations) અંગેના સિદ્ધાંતોનો એવાં ક્ષેત્રોમાં ઉપયોગ કરે છે કે જે વિવિધ પ્રક્રમણો અને…

વધુ વાંચો >

યાંત્રિકી (mechanics) : બળની અસર હેઠળ પદાર્થ કે પ્રણાલીની ગતિનો અભ્યાસ. યાંત્રિકીનો કેટલાક વિભાગોમાં અભ્યાસ કરી શકાય છે. સ્થૈતિકી (statics) અને ગતિકી (dynamics) એમ તેના બે મુખ્ય અને મહત્વના વિભાગ છે. સ્થૈતિકીમાં સ્થિર અથવા અચળ ઝડપ અને એક જ દિશામાં ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ કે પ્રણાલી ઉપર બળો લાગવા છતાં ગતિ…

વધુ વાંચો >

યિડિશ ભાષા અને સાહિત્ય : પૂર્વ અને મધ્ય યુરોપના યહૂદી ઍશ્કેનાઝીના લોકોની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. યિડિશ ભાષા પર જર્મન ભાષાનો ઘણો પ્રભાવ છે. તેની વર્ણમાલા હીબ્રૂથી થોડી જુદી પડે છે. ‘યિડિશ’નો અર્થ હીબ્રૂ વંશનો કે યહૂદી ધર્મનો માણસ થાય છે. નવમી–બારમી સદીમાં નૈર્ઋત્ય જર્મનીમાં તે ઉદભવી. તેનો આદિસ્રોત મધ્ય અને ઊંચાણવાળા પ્રદેશની બોલીઓમાં…

વધુ વાંચો >

યીસ્ટ મિસિતંતુવિહીન (non-mycelial), સસીમકેન્દ્રી (eukaryotic) એકકોષી ફૂગ. તે સામાન્યત: મુકુલન (budding) કે દ્વિભાજન (fission) અથવા બંને પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને કાં તો યુગ્મનજ (zygote) કે કાયિક (somatic) કોષમાંથી ઉદભવતી ધાની(ascus)માં ધાનીબીજાણુઓ (ascospores) ઉત્પન્ન કરે છે. જોકે ‘યીસ્ટ’ શબ્દ વિવિધ રીતે પ્રયોજાય છે અને તેનું વર્ગીકરણવિદ્યાની ર્દષ્ટિએ મહત્વ નથી. એન્ડોમાયસિટેલ્સ ગોત્રનાં મોટાભાગનાં કુળોમાં…

વધુ વાંચો >

યુઅન શ્વાંગ (જ. 605, હોનાન ફુ, ચીન; અ. 13 ઑક્ટોબર 664) : સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની પ્રવાસી. તે ભારતમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પ્રવાસી હતો. તેના દાદા ચીનના જાણીતા વિદ્વાન અને બેજિંગ મહાવિદ્યાલયના આચાર્ય હતા. તે બાળપણમાં એકાંતમાં બેસી ધર્મગ્રંથો વાંચતો હતો. પોતાના ભિક્ષુક ભાઈ સાથે મઠમાં પણ જતો. મોટા ભાઈના ભિક્ષુક જીવનમાંથી પ્રેરણા લઈ…

વધુ વાંચો >

યુઆન શીકાઈ (જ. 1859, હોનાન પ્રાંત, ચીન; અ. 6 જૂન 1916) : ચીનના લશ્કરી નેતા અને પ્રજાસત્તાક ચીનના પ્રથમ પ્રમુખ. હોનાન પ્રાંતના ઉચ્ચ લશ્કરી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને અભ્યાસ કરતાં અન્ય પ્રવૃત્તિમાં વિશેષ રસ હતો. તેઓ યુક્તિબાજ અને બાહોશ હતા. યુઆને તેમની કારકિર્દીની શરૂઆત લી-હુંગ ચાંગના સેનાપતિપદ હેઠળના લશ્કરમાં જોડાઈને કરી. તે લશ્કરી…

વધુ વાંચો >

યુ.એન.આઈ. : ભારતની રાષ્ટ્રીય સમાચારસંસ્થા. આખું નામ ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’. આ દેશવ્યાપી સમાચારસંસ્થા દેશ અને દુનિયાના વિવિધ પ્રકારના સમાચારો ટેલિપ્રિન્ટર મારફતે સમાચાર-માધ્યમોને પહોંચાડવાની કામગીરી કરે છે. આ સંસ્થાની સ્થાપના 1961માં દેશનાં ચાર રાષ્ટ્રીય સ્તરનાં અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતાં દૈનિકોના માલિકોએ નવી દિલ્હી ખાતે કરી. ત્યારે આ સંસ્થાની સ્થાપના પાછળનો એક જ આશય હતો…

વધુ વાંચો >

યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry) (જ. 1934, ડેટ્રૉઇટ, અમેરિકા) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ અમેરિકન પરાવાસ્તવવાદી ફોટોગ્રાફર. રૉચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1957માં એમ.એસ.ની પદવી તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1960માં એમ.એફ.(માસ્ટર ઑવ્ ફાઇન આર્ટ)ની પદવી હાંસલ કરી. તે જ વર્ષે ગેઇન્સવાઇલ ખાતે યુનિવર્સિટી ઑવ્ ફ્લૉરિડામાં ફોટોગ્રાફીનું અધ્યાપન શરૂ કર્યું. તે…

વધુ વાંચો >