Posts by Jyotiben
જૂ (louse)
જૂ (louse) : નાના અપૂર્ણ કાયાંતરણ દ્વારા પુખ્ત અવસ્થા પામનાર પોચા શરીરવાળા કીટકોનો એક સમૂહ. જૂ ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલી હોય છે : (1) સોકૉપ્ટેરા, (2) પીંછશ્લેષક (mallophaga) અને (3) સાઇફનક્યુલાટા. (1) સોકૉપ્ટેરા (પુસ્તકની જૂ, book louse) : આ કીટકનો સમાવેશ લિપોસ્કિલિડી કુળમાં થાય છે. તેની કેટલીક જાતિઓ પુખ્ત અવસ્થામાં પાંખ ધરાવે છે, જ્યારે કેટલીક પાંખો…
વધુ વાંચો >જૂઈ (ચમેલી)
જૂઈ (ચમેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે…
વધુ વાંચો >જૂ-ઉપદ્રવ
જૂ-ઉપદ્રવ : માથા, શરીર કે જનનાંગોની આસપાસના વાળમાં જૂનો ઉપદ્રવ થવો તે. જૂ (louse) પાંખ વગરનું જંતુ છે. માણસને અસરગ્રસ્ત કરતી જૂ 3 પ્રકારની હોય છે : શીર્ષસ્થ જૂ (head louse), કાયસ્થ જૂ (body louse) અને પરિજનનાંગ (pubic) જૂ. તેમનાં શાસ્ત્રીય નામો અનુક્રમે Pediculus capitis, Pediculus corporis અને Phthirus pubis છે. પરિજનનાંગ જૂને કર્ક જૂ…
વધુ વાંચો >જૂઠા સચ
જૂઠા સચ (ભાગ 1 : 1958; ભાગ 2 : 1960) : મહાકાવ્યના વિસ્તારવાળી હિંદી નવલકથા. લેખક યશપાલ(1903–1976)ની તે શ્રેષ્ઠ કૃતિ ગણાઈ છે. આ નવલકથાની વાર્તાનો સમય 1942થી 1957 સુધીનો છે. તેમાં ભારતની સ્વતંત્રતા માટેના આરંભથી દેશના હિંદુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગલા સુધીની ઘટનાઓનું આલેખન છે. તેમાં ફસાયેલું માનવજીવન કથાવસ્તુના કેન્દ્રમાં છે. ભાગ 1 :…
વધુ વાંચો >જૂડો
જૂડો : વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી 2000 વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (1860–1938) નામના જ્યુજિત્સુનિષ્ણાતે 1882માં આ રમતને નવો ઘાટ આપ્યો. તેણે ભયાવહ…
વધુ વાંચો >જૂથ (group) :
જૂથ (group) : મેદાનમાં, રસ્તા ઉપર કે ગાડીમાં અનેક વ્યક્તિઓ માત્ર પાસે પાસે હોય છે; માત્ર એ નજીકપણાને આધારે જૂથ બનતું નથી. જૂથ બનવા માટે વ્યક્તિઓ વચ્ચે કોઈ જાતની મનોવૈજ્ઞાનિક સમાનતા હોવી જરૂરી છે. સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખાં ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજી સાથે સમજણથી…
વધુ વાંચો >જૂથવીમો
જૂથવીમો : સંસ્થાગત કર્મચારીનો સમૂહમાં લેવાયેલો વીમો, જેમાં જૂથના કારણે પ્રીમિયમ દર ઓછો હોય છે. સંસ્થા દ્વારા વીમા-કંપની સાથે ફક્ત એક સામુદાયિક કરાર કરવામાં આવે છે. જૂથવીમામાં દરેક સભ્યનું અંગત સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર અને તેની તબીબી તપાસ કર્યા વગર સર્વ સભ્યોને વીમાનું રક્ષણ સમાન નિયમોથી મળે છે. જૂથવીમા પૉલિસીનું શુલ્ક (પ્રીમિયમ) વ્યક્તિગત વીમાપૉલિસીના શુલ્ક…
વધુ વાંચો >જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.…
વધુ વાંચો >જૂનાગઢ મ્યુઝિયમ
જૂનાગઢ મ્યુઝિયમ : જૂનાગઢ ખાતેનું સર્વાંગી સંગ્રહસ્થાન. તેની યોજના સ્વ. નવાબ રસૂલખાનને આભારી છે. 1897માં તેના મકાનનો શિલાન્યાસ આઝાદ ચૉકમાં કરવામાં આવ્યો. નવાબના નામ ઉપરથી રસૂલખાનજી મ્યુઝિયમ નામ સાથે 1901માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. 1932માં સક્કરબાગ ખાતે આવેલા વજીર બહાઉદ્દીનના ભાઈના વિશાળ ગ્રીષ્મ-ભવનમાં મ્યુઝિયમનું સ્થળાંતર કરવામાં આવ્યું. આઝાદી પછી 1947–48માં તેનું નામ જૂનાગઢ મ્યુઝિયમ જાહેર…
વધુ વાંચો >જૂપિટર
જૂપિટર : પ્રાચીન રોમ અને ઇટાલીના મુખ્ય દેવ. તેનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. તેમનું સૌથી પ્રાચીન નામ-વિશેષણ ‘પ્રકાશ લાવનાર’ હતું. આકાશ ઉપરાંત તે વરસાદ, વીજળી અને ગર્જનાના પણ દેવ હતા. દુષ્કાળ નિવારવા અને વરસાદ લાવવા માટે તેમની પૂજા કરી બલિ તરીકે સફેદ બળદ આપવામાં આવતો. સમગ્ર ઇટાલીમાં ટેકરીઓના શિખરે અને નગરોમાં જૂપિટરની પૂજા થતી. તે…
વધુ વાંચો >