Posts by Jyotiben
પલુસ્કર, વિષ્ણુ દિગંબર
પલુસ્કર, વિષ્ણુ દિગંબર (જ. 18 ઑગસ્ટ 1872, બેળગાંવ; અ. 21 ઑગસ્ટ 1931) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતના પ્રચારમાં અર્પણ કર્યું હતું. પિતાનું નામ દિગંબર ગોપાલ અને માતાનું નામ ગંગાદેવી. પિતા સારા કીર્તનકાર હતા. નાનપણમાં દીપાવલીમાં ફટાકડાથી વિષ્ણુની આંખો પર અસર થઈ અને ઝાંખું જોવા લાગ્યા તેથી સારા કામધંધાની…
વધુ વાંચો >પલ્લવ (1928)
પલ્લવ (1928) : હિંદીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં કવિનાં 1918થી 1925 દરમિયાન રચાયેલાં 32 કાવ્યોનો સમાવેશ છે. તેમાં ભાષા, છંદ અને ભાવ વચ્ચેની સમરસતા સાથે તેને અનુરૂપ માધુર્ય અને કલ્પના જોવા મળે છે. કવિની સહજસિદ્ધ સર્જકતા ને કલાત્મકતા અહીં અનુભવાય છે. ભાવ તથા શૈલીની દૃષ્ટિએ આ કાવ્યસંગ્રહની રચનાઓના જુદા જુદા પ્રકાર પડી…
વધુ વાંચો >પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી)
પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી) : દક્ષિણ ભારતના પલ્લવ જાતિના રાજાઓ. દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીના અંતે કાંચી (હાલના કાંજીવરમ્) મુકામે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર પલ્લવો કોણ હતા તે પરત્વે ઇતિહાસવિદોમાં મતભેદ છે. બહુમતી ઇતિહાસકારોના મંતવ્ય મુજબ તેઓ મૂળ ઉત્તર ભારતના વતની હતા અને પછીથી દક્ષિણ ભારતમાં જઈને વસ્યા હતા. તમિળ સાહિત્યમાં પલ્લવોનો નિર્દેશ…
વધુ વાંચો >પલ્સાર
પલ્સાર : નિયમિત રીતે સ્પંદ (pulse) સ્વરૂપે વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો ખગોલીય પદાર્થ. તેની શોધ 1968માં બ્રિટિશ ખગોળવિદ ઍન્ટની હ્યુઇશ અને જોસેલીન બેલે કરી હતી. એવું માનવામાં આવે છે કે આવા પદાર્થો ભ્રમણ કરતા ન્યૂટ્રૉન-તારક છે. ન્યૂટ્રૉન-તારકનું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણોનું બે વિભાગમાં સંકેન્દ્રીકરણ કરે છે. આથી વિકિરણ બે પુંજમાં ઉત્સર્જિત થાય છે. પુંજ…
વધુ વાંચો >પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)
પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો) ગતિમાન હવા એટલે પવન. વાસ્તવમાં હવાની ક્ષૈતિજ ગતિને પવન કહે છે. હવા જો ઉપરથી નીચે ઊતરે કે નીચેથી ઉપર જાય તો તેને વાતપ્રવાહ (air current) કહે છે. ઉત્પત્તિ : વાતાવરણમાં રહેલી હવા ગરમ થવાથી હલકી તથા પાતળી બને છે અને ઉપર ચઢે છે; વધુ ઊંચાઈએ આ હવા ઠંડી પડવાથી…
વધુ વાંચો >પવન-ઊર્જા (wind energy)
પવન–ઊર્જા (wind energy) : પવન સાથે સંકળાયેલી ઊર્જાનું સ્વરૂપ. પવનમાં રહેલી ગતિજ ઊર્જાના રૂપાંતરણ માટે વપરાતું સાધન પવનચક્કી છે. પવનચક્કી દ્વારા મેળવવામાં આવતી ઊર્જાને પવન-ઊર્જા કહે છે. પવન (હવા) સાથે સંકળાયેલી ઊર્જાનો ઉપયોગ થઈ શકે તે માટે પવનચક્કીની શોધ થઈ છે. પવનચક્કી તો છેક સાતમી સદીનું ઉપકરણ છે અને પર્શિયા(ઈરાન)માં તેનો પહેલી વાર ઉપયોગ થયાનો…
વધુ વાંચો >પવનચક્કી (wind mill)
પવનચક્કી (wind mill) : પવનની ઊર્જાને નાથવા માટેની ચક્કી. પવનચક્કીઓનું વર્ગીકરણ : પવનચક્કીઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : આ બંને પ્રકારેમાં જુદી જુદી જાતની પવનચક્કીઓ વપરાશમાં છે. ક્ષૈતિજ પવનચક્કી : વ્યાપક પ્રમાણમાં આ પ્રકારની પવનચક્કીઓ મળે છે. તેમાં, એક પાંખિયાવાળી અથવા બે, ત્રણ કે બહુ પાંખિયાંવાળી પવનચક્કીઓ આવે છે. આ પ્રકારની પવનચક્કીઓને, પવનની…
વધુ વાંચો >પવનવેગ-દિશામાપકો
પવનવેગ–દિશામાપકો : પવનની ઝડપ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. પવન એ હવામાનના વિવિધ ઘટકો પૈકીનો એક ઘટક છે. પવનની કાર્યશીલતામાં બે મહત્ત્વની બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે : પવનનો વેગ અને તેની દિશા. પવનની દિશા નક્કી કરવાનું તદ્દન સરળ છે. વાદળ, વનસ્પતિ, ધુમાડો, જળસપાટી પરનાં મોજાં વગેરેની વહનદિશા જોઈને પવનની દિશા નક્કી કરી…
વધુ વાંચો >પવનશક્તિ (wind power)
પવનશક્તિ (wind power) : પવનશક્તિ હકીકતે, સૌર ઊર્જાનું એક સ્વરૂપ છે. ગરમીના કારણે, જમીનની પાસેની હવા તપીને ઊંચી ચડે છે અને તેની જગ્યા ભરવા માટે સમુદ્ર ઉપરની હવા જમીન ઉપર આવે છે. હવાની આવી હિલચાલ એટલે પવન. પવન કાયમ ફૂંકાતો જ રહેતો હોઈ, આ ઊર્જા વપરાઈ કે સમાપ્ત થઈ જતી નથી. પૃથ્વીની સંપૂર્ણ સપાટી ઉપર…
વધુ વાંચો >યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum) નામના પેટના પોલાણની અંદરના આચ્છાદન…
વધુ વાંચો >