Posts by Jyotiben
પરિવહન
પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી માંડીને આજે અવાજની ગતિથી પણ…
વધુ વાંચો >પરિવહન-ભૂગોળ
પરિવહન–ભૂગોળ : ભૂગોળની એક શાખા. પરંપરાગત રીતે પરિવહનનું અધ્યયન પ્રાદેશિક અભ્યાસોમાં એક માળખાકીય લક્ષણ તરીકે તથા ઇજનેરી, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને આયોજનમાં એક સ્થાનિક બાબત તરીકે હાથ ધરવામાં આવતું રહ્યું છે. ભૂગોળવેત્તાઓ બે કારણોસર પરિવહનનું અધ્યયન કરે છે : (1) કૃષિ, પોલાદનું ઉત્પાદન તથા છૂટક વેચાણને લગતી પ્રવૃત્તિઓની જેમ પરિવહન પણ એક પ્રબળ સ્થાનિક ઘટકની રૂએ…
વધુ વાંચો >પરિવેષ્ટિત કિનારી (kelyphitic border)
પરિવેષ્ટિત કિનારી (kelyphitic border) : એક ખનિજની આજુબાજુ મોટે ભાગે વિકેન્દ્રિત સ્થિતિમાં જોવા મળતો અન્ય ખનિજવિકાસ થતાં બનેલો કિનારીવાળો ભાગ અથવા બે ખનિજો વચ્ચેની સંપર્ક-કિનારીવાળો ભાગ. આ પર્યાય પ્રક્રિયા-કિનારી કે ખવાણ પામેલી કિનારી (પ્રાથમિક ખનિજ-કિનારી પરની પરિવર્તન કે ખવાણપેદાશ) માટે અથવા પ્રાથમિક ખનિજ ઉપર પછીથી વિકસેલા ખનિજ-આચ્છાદન (ગ્રોસ્યુલેરાઇટ ઉપર ઇડોક્રેઝના પડનું આચ્છાદન) માટે અથવા મૂળભૂત…
વધુ વાંચો >પરિસર-ઉજ્જ્વલન (limb brightening)
પરિસર–ઉજ્જ્વલન (limb brightening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ પરિસર (limb) તરફ વધતી ઉજ્જ્વળતા, અથવા તેજસ્વિતા. સૂર્યનાં કિરણો જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણો ધરાવે છે. તેમાં રેડિયોતરંગો અને એક્સ-કિરણોનો પણ સમાવેશ થાય છે. આ તરંગલંબાઈના વિસ્તારમાં આ ઘટના જોવા મળે છે. તેનું કારણ એ છે કે આ વિકિરણો મહદંશે સૂર્યના તેજ-કવચ(corona)માંથી આવે છે. પરંતપ પાઠક
વધુ વાંચો >પરિસર-નિસ્તેજન (limb darkening)
પરિસર–નિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો જોઈ શકાય છે. તેની તેજસ્વિતા…
વધુ વાંચો >પરિસ્થિતિ-અનુકૂલન
પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે. એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ વચ્ચેની સુસંવાદિતા. વર્તમાન જગતમાં માનવી…
વધુ વાંચો >પરિસ્થિતિકીય પિરામિડો
પરિસ્થિતિકીય પિરામિડો : જુઓ નિવસનતંત્ર
વધુ વાંચો >પરિહૃદ્-કલા (pericardium)
પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના વિકારો 3 રીતે જોવા મળે…
વધુ વાંચો >પરીક્ષા-ગુરુ (1882)
પરીક્ષા–ગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી મિત્રો વચ્ચે પોતાની કૃત્રિમ પ્રતિષ્ઠા…
વધુ વાંચો >પરીખ, અરવિંદ
પરીખ, અરવિંદ (જ. 19 ઑક્ટોબર, 1927, અમદાવાદ ) : ભારતના અગ્રણી સિતારવાદક. અમદાવાદના સમૃદ્ધ કુટુંબમાં જન્મ. માતા સિતાર વગાડતાં; તેથી બાળપણથી તેમના પર શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પડેલા. 7થી 8 વર્ષની વયે દિલરુબા વગાડતાં શીખ્યા અને ત્યારબાદ વાયોલિન, જલતરંગ, બાંસરી તથા મેન્ડોલિન જેવાં વાદ્યો પર પણ પ્રભુત્વ મેળવ્યું. 14 વર્ષની વયે અમદાવાદના સિતારવાદક મકરંદ બાદશાહ પાસેથી…
વધુ વાંચો >