Posts by Jyotiben
પરાંજપે, શિવરામ મહાદેવ
પરાંજપે, શિવરામ મહાદેવ (જ. 27 જૂન 1864, મહાડ; અ. 20 સપ્ટેમ્બર, 1929, પુણે) : સ્વાતંત્ર્ય-સૈનિક, રાષ્ટ્રવાદી પત્રકાર. રાષ્ટ્રવાદી સાહિત્યના સર્જક અને વિદ્વાન. પિતા મહાડના જાણીતા વકીલ. માતાનું નામ પાર્વતીબાઈ, પ્રાથમિક શિક્ષણ મહાડ ખાતે, માધ્યમિક શિક્ષણ રત્નાગિરિ તથા પુણે ખાતે અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન તથા ડેક્કન કૉલેજમાં. મૅટ્રિકની પરીક્ષામાં શંકર શેટ શિષ્યવૃત્તિ મેળવનાર (1884) તેઓ…
વધુ વાંચો >પરાંજપે, સઇ
પરાંજપે, સઇ (જ. 19 માર્ચ 1938, લખનૌ) : હિન્દી ચલચિત્ર-નિર્માત્રી અને દિગ્દર્શિકા. કળા અને વ્યવસાયનો સમન્વય સાધીને મનોરંજનથી ભરપૂર વિચારપ્રેરક ચલચિત્રો બનાવવામાં તે ગજબની હથોટી ધરાવે છે. પિતા ઑસ્ટ્રેલિયા ખાતે હાઈકમિશનર હોવાથી સઇનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું હતું. અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. કળાનો વારસો તેમને તેમનાં માતા શકુન્તલા પરાંજપે પાસેથી મળ્યો હતો. પોતાને…
વધુ વાંચો >પરિચક્ર
પરિચક્ર : ગુલદસ્તાના આકારમાં કોતરાયેલી એક ભાત. તેના ઉપર બૌદ્ધ સ્થાપત્યમાં કઠેડાની (railing) ઊભી થાંભલીઓને આકર્ષક રીતે કોતરવામાં આવતી. આવા કઠેડાઓ ખાસ કરીને બૌદ્ધ સ્તૂપોને ફરતી પગથીઓ ઉપર રચવામાં આવતા, જેથી લોકો સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા કરી રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ
પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી પંડિતજીએ તેમને લખ્યું, ‘તમારી માતૃભાષામાં…
વધુ વાંચો >પરિચ્છેદ-ચિત્રણ (tomography)
પરિચ્છેદ–ચિત્રણ (tomography) શરીરનો જાણે આડો છેદ પાડીને લેવાયેલા એક્સ-રે ચિત્રાંકન જેવું ચિત્રાંકન (image) મેળવવાની પદ્ધતિ. તેને અનુપ્રસ્થ ચિત્રાંકન અથવા આડછેડી ચિત્રાંકન પણ કહે છે. તેને બે પ્રકારમાં વહેંચી શકાય: રૂઢિગત (conventional) અને કમ્પ્યૂટરયુક્ત (computed). રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો વ્યાવહારિક પ્રથમ ઉપયોગ બોકેજે કર્યો હતો. તેમાં ઝીડીસ્કડી-પ્લમ્પ્સે સુધારા કર્યા. ટિવનિંગે તેનું સરળ સાધન વિકસાવ્યું હતું. છાતીનાં એક્સ-રે-ચિત્રાંકનો દ્વિપરિમાણી…
વધુ વાંચો >પરિછિદ્રક (reamer)
પરિછિદ્રક (reamer) : દાગીનામાં પાડેલા છિદ્રને સાફ કરી (વધુ સારું પૃષ્ઠ-સમાપન મેળવી), તેનાં પરિમાણો વધુ ચોક્કસ મેળવવા માટેનું સાધન. પ્રથમ ડ્રિલિંગ કર્યા પછી પરિછિદ્રક અથવા રીમર વપરાય છે. પરિછિદ્રકમાં શારડી(ડ્રિલ)નાં પાનાં કરતાં કર્તનધારો વધારે સંખ્યામાં હોય છે; પરંતુ ડ્રિલિંગમાં ધાતુ જેટલા પ્રમાણમાં છોલાય તેના કરતાં રીમિંગમાં ઓછી છોલાય છે; કારણ કે પરિછિદ્રકમાં ધારદીઠ કર્તન ઓછું…
વધુ વાંચો >પરિણય
પરિણય : હિન્દી ચલચિત્ર. સાચો પ્રેમ કદી કોઈ બંધનો સ્વીકારતો નથી તે ખૂબ હૃદયસ્પર્શી રીતે તેમાં રજૂ થયેલું છે. નિર્માણવર્ષ : 1974. નિર્માણસંસ્થા : સમાંતર ચિત્ર. પટકથા : કાંતિલાલ રાઠોડ અને વિનય શુક્લ. દિગ્દર્શન: કાંતિલાલ રાઠોડ. સંવાદ : વિનય શુક્લ અને અનુરાગ. ગીતકાર : નકશ લાયલપુરી અને રામાનંદ શર્મા. છબીકલા : કે. કે. મહાજન. સંગીત…
વધુ વાંચો >પરિતનગુહા (peritoneal cavity)
પરિતનગુહા (peritoneal cavity) : પેટના પોલાણની અંદરની દીવાલની સતરલકલા(serous membrane)ના પડવાળી ગુહા. પરિતનકલા (peritoneum) તંતુમય પેશીના આધારવાળા મધ્યત્વકીય (mesenchymal) કોષોની બનેલી હોય છે. તે પેટના પોલાણની દીવાલનું તથા અવયવોના બહારના ભાગનું આવરણ બનાવે છે. તેમાંથી રસમય અથવા સતરલ (serous) પ્રવાહી ઝરે છે, જે અવયવોના હલનચલન વખતે લીસી અને લસરતી સપાટી બનાવી આપે છે. તે એક…
વધુ વાંચો >પરિત્રાણ (1967)
પરિત્રાણ (1967) : ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’. મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિક પર્વમાંથી કથાવસ્તુ લઈને દર્શકે પોતાની જીવનદૃષ્ટિ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો કરી તેને નાટ્ય રૂપ આપ્યું છે. દ્યૂતમાં પરાજિત થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરીને વિરાટનગરમાં પ્રગટ થાય છે અને કૌરવો પાસે પોતાના હકનું અર્ધું રાજ્ય પાછું માગે…
વધુ વાંચો >પરિપક્વન (maturation)
પરિપક્વન (maturation) : સજીવોમાં આપમેળે સાકાર થતી વિકાસ-પ્રક્રિયા. જીવ આપમેળે વધે છે, વિકસે છે. આ માટેની અંતર્ગત શક્તિ તેનામાં પડેલી હોય છે. વનસ્પતિ હોય, પશુ-પંખી હોય, જીવ-જંતુ હોય કે માનવ-બાળ હોય; તે આપોઆપ પાંગરે છે, તેનું કદ વધે છે, શરીર સુઢ થાય છે અને સમજદારી કેળવાય છે. આ આપમેળે સાકાર થતી વિકાસ-પ્રક્રિયાને પરિપક્વન તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >