Posts by Jyotiben
પરામનોવિજ્ઞાન (parapsychology)
પરામનોવિજ્ઞાન (parapsychology) : મનોવિજ્ઞાનની એક એવી શાખા, જે ઇન્દ્રિયાતીત જણાતાં અનુભવો અને ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પરામનોવિજ્ઞાનના પ્રણેતા સમા ડૉ. રાઇનના શબ્દોમાં કહીએ તો, પરામનોવિજ્ઞાન એવી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જેની સમજૂતી સ્થળ અને કાળની ચોક્કસ મર્યાદામાં કામ કરતા ભૌતિક નિયમો દ્વારા આપી શકાતી નથી. આવી ઘટનાઓને પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, ટૂંકમાં, PSI – ઘટનાઓ કહેવામાં…
વધુ વાંચો >પરાયુરેનિયમ તત્ત્વો
પરાયુરેનિયમ તત્ત્વો : જુઓ, અનુયુરેનિયમ તત્ત્વો
વધુ વાંચો >પરાવર્તક (reflector) પરાવર્તન (reflection)
પરાવર્તક (reflector), પરાવર્તન (reflection) : પ્રકાશ, ઉષ્મા અને ધ્વનિના તરંગો અથવા રેડિયોતરંગોને પરાવર્તિત કરતું ઉપકરણ. પરાવર્તન એ કોઈ માધ્યમમાં પ્રસરતા તરંગો કોઈ સમતલ ચકચકિત કે ખરબચડી સપાટી અથવા અંતર્ગોળ, બહિર્ગોળ કે પરવલયાકાર સપાટી પાસે પહોંચે ત્યારે તે સપાટી વડે તે જ માધ્યમમાં તેમના પાછા ફેંકાવાની ઘટના છે. મનુષ્ય, પશુ, પક્ષી તેમજ પ્રાણીઓનાં ચક્ષુ વડે દેખાતી…
વધુ વાંચો >પરાવાસ્તવવાદ
પરાવાસ્તવવાદ : ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. એનો પ્રવર્તક આન્દ્રે બ્રેતોં છે, આન્દ્રે બ્રેતોંએ 1924, 1930 અને 1934માં ખરીતાઓ બહાર પાડ્યા પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી; તેમ છતાં સર્જનાત્મક સંવેદનને ધાર…
વધુ વાંચો >પરાવિકસન (metaplasia)
પરાવિકસન (metaplasia) : એક પુખ્તકોષ પ્રકારને સ્થાને બીજા પુખ્તકોષ પ્રકારના કોષો વિકસવા તે. મધ્યત્વકીય (mesenchymal) કોષો કરતાં અધિત્વકીય (epithelial) કોષો વિરોધી વાતાવરણમાં વધુ ટકી રહે છે. આમ તે એક પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિને અનુરૂપ કોષોનું અવેજીકરણ (substitution) છે. કુટેવપૂર્ણ ધૂમ્રપાન કરનારાના શ્વસનમાર્ગમાંના સામાન્ય સ્તંભાકાર (columnar) કોષોના સ્થાને સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ(stratified squamous epithelium)ના ચપટા કોષો જોવા મળે…
વધુ વાંચો >પરાવૈદ્યુત (dielectric)
પરાવૈદ્યુત (dielectric) : વિદ્યુત-પ્રતિબળ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતો પદાર્થ. આવા પદાર્થો સામાન્ય રીતે અવાહક હોય છે. પરાવૈદ્યુત એવું દ્રવ્ય કે એવો પદાર્થ છે, જેમાં ઊર્જાના ન્યૂનતમ વ્યય સાથે વિદ્યુતક્ષેત્રને ટકાવી રાખી શકાય છે. કોઈ પણ ઘનપદાર્થ ત્યારે જ પરાવૈદ્યુત બને છે જ્યારે તેનો સંયોજકતા-પટ (valence band) પૂર્ણ રીતે ભરાય છે અને સંવહનપટ(conduction band)થી તે…
વધુ વાંચો >પરાવૈદ્યુત તાપન (dielectric heating)
પરાવૈદ્યુત તાપન (dielectric heating) : ઉચ્ચ દબાણ અને ઉચ્ચ આવૃત્તિવાળા વીજપ્રવાહના તરંગોથી તાપન કરવાની રીત. વિદ્યુત-તાપનના ત્રણ પ્રકાર છે : અવરોધ-તાપન, પ્રેરણા-તાપન અને પરાવૈદ્યુત-તાપન. પરાવૈદ્યુત-તાપન, જે પદાર્થ વિદ્યુતનો અવાહક હોય તેને ગરમ કરવા માટે વપરાય છે. તે પદાર્થની લાક્ષણિકતાને અનુલક્ષીને 1 MHzથી 300 MHz આવૃત્તિએ કાર્ય કરે છે. પદાર્થ ઉપર 1,000 વોલ્ટ/સેમી.થી 5,000 વોલ્ટ/સેમી. વિદ્યુત-દબાણ…
વધુ વાંચો >પરાવૈદ્યુતાંક (dielectric constant)
પરાવૈદ્યુતાંક (dielectric constant) : વિદ્યુતભારના વહન સામે માધ્યમની અવરોધશક્તિની માત્રાનું માપ. વિદ્યુત-સ્થાનાંતર અને તે પેદા કરનાર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર તરીકે તેને વ્યક્ત કરવામાં આવે છે. તેની સંજ્ઞા ∈ (એપ્સોલોન) છે અને તેનો એકમ ફૅરાડ/મીટર છે. તેનું મૂલ્ય હંમેશાં એકથી વધારે હોય છે. શૂન્યાવકાશ અથવા મુક્ત અવકાશના પરાવૈદ્યુતાંકને નિરપેક્ષ પરાવૈદ્યુતાંક (∈o) કહે છે : ∈o =…
વધુ વાંચો >પરાશર
પરાશર : વેદકાળના પરાશર-ગોત્રપ્રવર્તક ઋષિ. આયુર્વેદના એ નામના આચાર્ય, જેમનો ચરકે ઉલ્લેખ કર્યો છે. અત્રિ નામના આચાર્યના શિષ્ય. વસિષ્ઠ મૈત્રાવરુણિના પૌત્ર. પિતાનું નામ શક્તિ, માતાનું નામ અષ્યંતિ. રાક્ષસો પોતાના પિતા શક્તિને ખાઈ ગયાની ખબર બાળક પરાશરને પડતાં રાક્ષસસત્ર કરીને તેમણે પોતાના તપોબળથી અનેક રાક્ષસોને બાળી મૂક્યાનો ઉલ્લેખ છે. પુલસ્ત્ય ઋષિની રાક્ષસસત્ર બંધ કરવાની વાત તેમણે…
વધુ વાંચો >પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ
પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (જ. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; અ. 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા અને તેમના ફોઈના દીકરા (મહર્ષિ)…
વધુ વાંચો >