Posts by Jyotiben
પરિપાડલ
પરિપાડલ (ઈ. સ. પૂ. ત્રીજી સદીથી બીજી સદી) : સમૂહગત રીતે રચાયેલી 8 પૈકીની એક તમિળ કૃતિ. જુદા જુદા કવિઓએ રચેલાં 70 પરિપાડલ પદોના સંકલનમાંથી ફક્ત 24 પદો અત્યારે ઉપલબ્ધ છે. એ પદો 25થી માંડીને 400 પંક્તિઓ સુધીનાં છે. આ પદોમાં વિષ્ણુ અને કાર્તિકેયની સ્તુતિ છે. કેટલાંક પદોમાં દેનૈ નદીનું વર્ણન છે. વિષ્ણુસ્તુતિનાં પદોમાં કૃષ્ણ…
વધુ વાંચો >પરિપુષ્પ (perianth)
પરિપુષ્પ (perianth) : દ્વિદળી વર્ગના ઉપવર્ગ અદલા (apetalae) અને એકદળી વર્ગની વનસ્પતિઓના પુષ્પમાં આવેલું સહાયક ચક્ર. આ સહાયક ચક્ર વજ્ર (calyx) અને દલપુંજ(corolla)માં વિભેદન પામેલું હોતું નથી અને મોટેભાગે એકચક્રીય હોય છે. આ ચક્ર સામાન્ય રીતે બહારનું હોય છે. તેના એકમને પરિદલપત્ર કહે છે. આ પરિપુષ્પ ઘણુંખરું ચકચકિત અને રંગીન હોય છે. તેને દલાભ (petaloid)…
વધુ વાંચો >પરિપ્રેક્ષ્ય-આલેખન (perspective-drawing)
પરિપ્રેક્ષ્ય–આલેખન (perspective-drawing) : વસ્તુના યથાર્થદર્શન માટેનું આલેખન. પરિપ્રેક્ષ્ય આલેખનમાં એક ચોક્કસ દૃષ્ટિબિંદુથી વસ્તુ વાસ્તવમાં જેવી દેખાય તેવી એક સમતલ સપાટી ઉપર દોરવામાં આવે છે. એ આયોજનના તબક્કે ઊપસતી વસ્તુની તસવીર છે. વાસ્તવિક તસવીર માટે વસ્તુની હયાતી હોવી જરૂરી છે, જ્યારે પરિપ્રેક્ષ્ય-આલેખન એ હયાતી વિના અનુપ્રક્ષેપ (plan) તથા ઉત્-વિક્ષેપ-આલેખન(elevation)ની મદદથી કરવામાં આવેલું આલેખન છે. ખાસ કરીને…
વધુ વાંચો >પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders)
પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders) ફેફસાંની આસપાસનું આવરણ અને તેના વિકારો થવા તે. ફેફસાંની આસપાસ પરિફેફસીકલાનું આવરણ આવેલું છે. તેનાં બે પડ હોય છે : અવયવી (viscual) અને પરિઘીય (parietal). ફેફસાંને અડીને બનતું આવરણ અવયવી પરિફેફસીકલા કહેવાય છે જ્યારે છાતીના હાડ-સ્નાયુના પિંજરને સ્પર્શતું પડ પરિઘીય પરિફેફસીકલા કહેવાય છે. બંને એકબીજા સાથે સળંગ…
વધુ વાંચો >પરિભાષેન્દુશેખર
પરિભાષેન્દુશેખર (ઈ. સ. 1650–1730) : પાણિનિનાં સંસ્કૃત વ્યાકરણસૂત્રોનો અર્થ કરવા માટેના નિયમોનો ગ્રંથ. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર નિરૂપતી પાણિનિની અષ્ટાધ્યાયીમાં આપેલાં સૂત્રોની વ્યવસ્થા આપતી કુલ 122 પરિભાષાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – પુણે દ્વારા 1963માં પ્રકાશિત થયેલ ‘પરિભાષેન્દુશેખર’ની સમીક્ષિત આવૃત્તિમાં બતાવાઈ છે. ‘પરિભાષા’ની સામાન્ય પ્રચલિત વ્યાખ્યા ‘અનિયમે નિયમકારિણી પરિભાષા’ એ પ્રકારની છે. અર્થાત્, ‘જ્યાં કોઈ વ્યવસ્થિત નિયમ…
વધુ વાંચો >પરિભ્રમણ
પરિભ્રમણ : ગુજરાતની પર્વતારોહણની પ્રતિષ્ઠિત સંસ્થા. ઉત્સાહી અને સાહસિક ધ્રુવકુમાર પંડ્યાએ સ્થાપેલી આ સંસ્થાએ ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક બનાવી. ગુજરાતના પત્રકાર સ્વ. નીરુભાઈ દેસાઈ અને એમના મિત્રોએ આ સંસ્થાને વધુ વેગ મળે તે માટે પ્રયત્નો કર્યા. એને પરિણામે દાર્જીલિંગની ‘હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં પર્વતારોહણ અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે ગુજરાતના યુવાનોની ટુકડી જતી હતી.…
વધુ વાંચો >પરિભ્રામી એન્જિનો (rotary engines)
પરિભ્રામી એન્જિનો (rotary engines) ઊર્જાનું યાંત્રિક કાર્યશક્તિમાં રૂપાંતર કરનાર યંત્ર. વ્યાપક અર્થમાં તેને એન્જિન કહેવામાં આવે છે. જે એન્જિનમાં પરિભ્રામક ચકતી (ચક્ર) દ્વારા મુખ્ય ધરીને સીધી પરિભ્રામી ગતિ મળે તે એન્જિન પરિભ્રામી એન્જિન કહેવાય. એન્જિનોમાં ઊર્જાસ્રોત-ઇંધન રૂપે પેટ્રોલ કે ડીઝલ તેલ બાળીને પેદા થતી ઉષ્માની કે રેલવેમાં ઉપરના વીજ દોરડામાંથી મળતી વીજળીને કે કાર કે…
વધુ વાંચો >પરિમાણ
પરિમાણ : ભૌમિતિક અવકાશ(પછી તે રેખા હોય, સમતલ હોય કે અવકાશ હોય)નું પરિમાણ એટલે તે અવકાશના કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે જે લઘુતમ માપોની જરૂર પડે તેમની સંખ્યા; દા. ત., અમદાવાદ-મુંબઈ હાઈવે પર કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે કેવળ એક જ સંખ્યા આપવી પડે (તે હાઈવે પર અમદાવાદથી તે બિંદુનું અંતર), માટે હાઈવેનું…
વધુ વાંચો >પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars)
પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars) : ‘આકાશગંગા’ તારાવિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતા દીર્ઘકાલીન પરિવર્તનશીલ તારા. આ તારાઓ લાલ રંગના, ઠંડા, વિરાટ (giant) અથવા અતિ-વિરાટ (super giant) હોય છે, જેમને M, R, S અથવા C (carbon) વર્ગમાં મૂકવામાં આવેલા છે. દીર્ઘ-કાલીન પરિવર્તનશીલ તારાઓ વૃદ્ધ તારાઓ છે, જે મુખ્ય શ્રેણી(main sequence)માંથી ઉત્ક્રાંતિ પામીને અંતિમ તબક્કામાં…
વધુ વાંચો >પરિવર્તનીય ડિબેન્ચર
પરિવર્તનીય ડિબેન્ચર : પાકતી મુદતે રોકડમાં ચુકવણી કરવાને બદલે નિશ્ચિત તારીખ-દરે અને ધારકની પસંદગી અનુસાર કંપનીના શૅરમાં રૂપાંતર કરવામાં આવે તે પ્રકારનું ડિબેન્ચર. નિયમિત વ્યાજની આવક, મૂડીની સલામતી અને શૅરબજારમાં સૂચીકરણ (listing) દ્વારા ઉદ્ભવતી તરલતાનો લાભ લેવા માટે સામાન્ય રોકાણકાર બાંધી મુદતની થાપણના બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જ્યારે કંપની પ્રગતિ કરે છે…
વધુ વાંચો >