પરાગાશય (microsporangia) : પુંકેસરનો ટોચ ઉપરનો ભાગ. તે યોજી વડે પુંકેસર તંતુ સાથે જોડાયેલું હોય છે અને તે ચાર લઘુબીજાણુધાની (microsporangium) કે પરાગધાની (pollensac) ધરાવે છે. તે ચતુષ્કોટરીય હોય છે અને યોજી તરીકે ઓળખાતી વંધ્યપેશીનો સ્તંભ ધરાવે છે. તેની બંને બાજુએ પરાગાશયના ખંડ આવેલા હોય છે. પ્રત્યેક પરાગાશયખંડ બે લઘુબીજાણુધાની ધરાવે છે. આ બંને લઘુબીજાણુધાનીઓ…

વધુ વાંચો >

પરાગ્વે (દેશ) : દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ-મધ્યભાગમાં આવેલો દેશ. તે આશરે 19° 20´ થી 27° 40´ દ. અ. અને 54° 15´ થી 62° 40´ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,06,752 ચોકિમી. છે. વાયવ્ય-અગ્નિ-તરફી અંતર આશરે 992 કિમી.નું અને પૂર્વ-પશ્ચિમ અંતર આશરે 660 કિમી.નું છે. તેની મોટાભાગની રાજકીય સીમાઓ નદી-નિર્મિત…

વધુ વાંચો >

પરાગ્વે (નદી) : દક્ષિણ અમેરિકાના પરાગ્વે દેશની મુખ્ય નદી. તે દક્ષિણ બ્રાઝિલના માટો ગ્રોસો ઉચ્ચપ્રદેશના દક્ષિણ ઢોળાવો પરથી નીકળે છે. ત્યાંથી આગળ વધીને તેનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ બ્રાઝિલ-બોલિવિયાની સરહદ નજીક થઈને દક્ષિણ તરફ જાય છે. બ્રાઝિલ-બોલિવિયા-પરાગ્વે ત્રણ દેશોની સરહદ જ્યાં ભેગી થાય છે ત્યાં બાહિયા નેગ્રા પાસેથી આ નદી પરાગ્વેમાં પ્રવેશે છે. પરાગ્વે દેશમાંનો તેનો…

વધુ વાંચો >

પરાજય : કોઈ એક પક્ષના હાથે બીજા પક્ષની હાર કે તેનો માનભંગ. સામાન્ય રીતે યુદ્ધમાં સંડોવાયેલા પક્ષોમાંથી જ્યારે કોઈ એક પક્ષ બીજા પક્ષને પરાસ્ત કરી તેના પર પોતાનું વર્ચસ સ્થાપે છે ત્યારે વર્ચસ સ્વીકારનાર પક્ષનો પરાજય થયો એમ કહેવાય. મોટાભાગના કિસ્સાઓમાં પરાજિત પક્ષ બીજા પક્ષની સામે શરણાગતિ સ્વીકારે છે અને ત્યારે તેમની વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષનો…

વધુ વાંચો >

પરાદીપ : બંગાળના ઉપસાગર પર મહાનદીના મુખથી 16 કિમી. દૂર નદીના જમણા કાંઠે આવેલું ઓડિસા રાજ્યનું પ્રમુખ બંદર. 1966માં આ બંદર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યના કટક જિલ્લાનું આ નગર મહાનદીના મુખત્રિકોણના એક ફાંટા પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 20° 16´ ઉ. અ. અને 86° 42´ પૂ. રે. ભારતની આઝાદી પછી પૂર્વ…

વધુ વાંચો >

પરાધ્વનિક ઉડ્ડયન (supersonic flight) : સામાન્ય વાતાવરણમાં અવાજની (ધ્વનિની) જે ગતિ હોય તેના કરતાં વધુ ઝડપથી કરવામાં આવતું ઉડ્ડયન. દરિયાકિનારાના 29.92’’Hg વાતાવરણ-દબાણે અને 25° સે. તાપમાને ધ્વનિના પ્રસારણની ગતિ આશરે 1,223.068 કિમી. અથવા 760 માઈલ પ્રતિ કલાકે હોય છે. જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ તેમજ તાપમાન ઘટે છે. તેથી ધ્વનિની પ્રસારણગતિ પણ ઘટે છે.…

વધુ વાંચો >

પરાનુભૂતિ : સાંપ્રત સંદર્ભમાં મનોવિજ્ઞાનમાં ‘સમાન અનુભૂતિ’ના પર્યાય તરીકે પ્રયોજાતો પારિભાષિક પર્યાય. અંગ્રેજીમાં તેના માટે ‘Empathy’ શબ્દ છે, જે મનોવિજ્ઞાનની પારિભાષિક સંજ્ઞા છે. ‘પરાનુભૂતિ’ એટલે બીજાને સ્થાને પોતાને મૂકી તેની લાગણીઓ, ઇચ્છાઓ, વિચારો અને પ્રતિક્રિયાઓ પોતાનાં હોય તેમ સમજી તે જ રીતે અનુભવવાની ક્ષમતા. ‘પરાનુભૂતિ’ શબ્દનો પ્રયોગ 20મી સદીની શરૂઆતમાં સૌપ્રથમ વાર ‘સહાનુભૂતિ’ને સ્થાને કરાયો.…

વધુ વાંચો >

પરાન્તરણ (transduction) : દાતા જીવાણુમાંથી જનીનસંકુલના નાનકડા ભાગનું ગ્રાહક જીવાણુમાં જીવાણુભક્ષક (bacteriophage) દ્વારા થતું સ્થાનાંતરણ. પરાન્તરણ સામાન્યકૃત કે વિશિષ્ટ પ્રકારનું હોઈ શકે. સામાન્યકૃત પરાન્તરણ દરમિયાન દાતા જીવાણુના રંગસૂત્રના કોઈ પણ ભાગનું સ્થાનાંતરણ થાય છે, જ્યારે વિશિષ્ટ પરાન્તરણમાં નિશ્ચિત રંગસૂત્ર ખંડોનું જ સ્થાનાંતરણ થાય છે; દા. ત., E.coli-K.12 અંશુને લાગુ પડતા લેમડા (λ) વાઇરસ દ્વારા ગેલેક્ટોઝ…

વધુ વાંચો >

પરાભવબિંદુ (yield-point) : ક્રાંતિબિંદુ પાસે પદાર્થ(તાર કે ઘનનળાકાર)ની સ્થિતિસ્થાપક હદ પૂરી થતાં કાયમી વિકૃતિની ઘટના. પદાર્થનો એવો ગુણધર્મ કે જેના લીધે બાહ્ય બળ દૂર કરતાં પદાર્થ પોતાનો મૂળ આકાર અને કદ પ્રાપ્ત કરી શકે છે, તેને તે પદાર્થની સ્થિતિસ્થાપકતા (elasticity) કહે છે. પદાર્થ અમુક હદે વિકૃતિ પામે તેને સ્થિતિસ્થાપક હદ કહે છે. પદાર્થ પર પ્રતિબળ…

વધુ વાંચો >