પરસ્તર : મંદિરમાં થાંભલાની ઉપરનો ભાગ. તેમાં શીર્ષ, પટ્ટ (પટા) અને છાજલીના ભાગો સમાયેલા હોય છે. થાંભલા ઉપરના પરસ્તરના આધારે ઉપલી ઇમારત રચાય છે. પાશ્ચાત્ય સ્થાપત્યમાં આ સુસંગત રચનાને entablature કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં મુખમંડપ, સભામંડપ, રંગમંડપ વગેરેની રચના સ્તંભાવલિના આધારે કરાય છે અને સ્તંભો પર આધારિત ઉપલી ઇમારતની રચનાશૈલીને અનુરૂપ પરસ્તરોની પણ રચના થાય…

વધુ વાંચો >

પરસ્પરતા : સજીવોની વિવિધ જાતિઓ વચ્ચે થતી એક પ્રકારની ધનાત્મક આંતરપ્રક્રિયા. તે બે ભિન્ન જાતિઓનું એકબીજા પર પૂર્ણપણે અવલંબિત પરસ્પર લાભદાયી (સહકારાત્મક) સહજીવન છે અને ઉષ્ણ પ્રદેશોમાં અન્ય પ્રદેશો કરતાં વધારે સામાન્ય હોય છે. આ સહવાસ (association) ગાઢ, ઘણુંખરું સ્થાયી, અવિકલ્પી (obligatory) અને બંનેના અસ્તિત્વ માટે અનિવાર્ય હોય છે. પરસ્પરતા અત્યંત જુદી જ જરૂરિયાતો ધરાવતા…

વધુ વાંચો >

પરંપરા : કોઈ એક જૂથ કે સમુદાયના સભ્યોનાં એવાં સમાન વિચારો, વ્યવહારો, આદતો, પ્રથાઓ તથા સંસ્થાઓ જે મૌખિક સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢીમાં ઊતરે છે; એટલું જ નહિ, અનેક પેઢીઓ સુધી પોતાના મૂળ સ્વરૂપે સચવાઈ રહે છે. આવી પરંપરા જે તે જૂથ, સમુદાય કે પ્રજાની ઓળખ બને છે અને પ્રજા તે ઓળખને  વિશિષ્ટતાને – ટકાવી…

વધુ વાંચો >

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી ધાર્મિક-કાયદાકીય વ્યવસ્થામાં કોઈ અમુક જ્ઞાતિ…

વધુ વાંચો >

પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો ભૂમિજાત પરંપરા મુજબની નાટ્યપ્રણાલીઓ. દેશની મંચનકલાઓ – નૃત્ય, સંગીત, નાટ્ય, કઠપૂતળી વગેરેનું જે વૈવિધ્ય છે તે સંસ્કૃતિ, પ્રદેશ, ભાષા-બોલી, સંપ્રદાય, જાતિ વગેરેની પરંપરાઓનું પરિણામ હોય છે. એનાં રૂપો, પ્રકારો, પ્રસ્તુતિરીતિઓ અને પ્રણાલીઓ પણ નિરનિરાળાં હોય છે. ખાસ કરીને મંચનકલાઓના પાશ્ચાત્ય દેશોના જાણીતા પ્રકારો નાટક, ઑપેરા, બૅલે વગેરેની જેમ આ પરંપરાપ્રાપ્ત નાટ્યપ્રયોગોને કોઈ…

વધુ વાંચો >

પરંપરિત અપૂર્ણાંક (continued fraction) : યુક્લિડની રીત પ્રમાણે  પગલાં લઈ સંમેય (rational) સંખ્યાનું વિશિષ્ટ અપૂર્ણાંકના સ્વરૂપમાં નિરૂપણ તે પરંપરિત-અપૂર્ણાંક. એક અપૂર્ણાંક કે જેનો છેદ, કોઈ પૂર્ણાંક સંખ્યા અને બીજી કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય વળી તેનો છેદ બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા અને અન્ય કોઈ અપૂર્ણાંકના સરવાળા બરાબર હોય અને આમ ચાલ્યા કરતું હોય તો તેવા…

વધુ વાંચો >

પરાગનયન (Pollination) પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર બીજાશય (ovary), પરાગવાહિની (style) અને…

વધુ વાંચો >

પરાગરજ : આવૃતબીજધારી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગધાનીમાં ઉદભવતું લઘુબીજાણુ. લઘુબીજાણુજનન (microsporogenesis) દરમિયાન લઘુબીજાણુમાતૃકોષ (microspore mother cell) કે પરાગમાતૃકોષ(pollen mother cell)નું અર્ધસૂત્રીભાજનથી વિભાજન, થતાં તે પરાગચતુષ્ક (pollen tetrad) તરીકે ઉત્પન્ન થાય છે. તે એકગુણિત (haploid) રંગસૂત્રો ધરાવે છે અને અંકુરણ પામી નર-જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તે ખૂબ જ ચપટીથી માંડી ખૂબ જ…

વધુ વાંચો >

પરાગલગ્રંથિ (parathyroid gland) : શરીરમાં કૅલ્શિયમનું નિયમન કરતી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓ. કુલ 120 ગ્રામની 4 પરાગલગ્રંથિઓ ડોકમાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવેલી છે. 5 % વ્યક્તિઓમાં 4થી વધુ ગ્રંથિઓ હોય છે. બે બાજુ બે બે એમ 4 ગ્રંથિઓમાંથી ઉપલી ગ્રંથિઓ ગર્ભની ચોથી ચૂઈલક્ષી પુટલિકા(branchial pouch)માંથી ઉદ્ભવે છે અને તે ગલગ્રંથિના ખંડની ટોચ પાસે પાછળના ભાગમાં આવેલી…

વધુ વાંચો >

પરાગવિદ્યા (palynology) : પરાગરજની બાહ્યરચના તથા તેનાં લક્ષણોના અભ્યાસ સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રની શાખા. ‘પેલિનૉલૉજી’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ વાર હાઇડ અને વિલિયમ્સે (1845) કર્યો હતો. પરાગરજ બીજધારી વનસ્પતિઓમાં ઉત્પન્ન થતું લઘુબીજાણુ (microspore) છે. તેની દીવાલ દ્વિસ્તરીય હોય છે. બહારની બાજુ આવેલું સ્તર ‘બાહ્યકવચ’ (exine) તરીકે અને અંદરની બાજુ આવેલું સ્તર ‘અંત:કવચ’ (intine) તરીકે ઓળખાય છે. પરાગરજનો…

વધુ વાંચો >