પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે. સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું આક્રમણ થતાં પાનની ધારે અથવા…

વધુ વાંચો >

પરવાળાં : કોષ્ઠાંત્રી સમુદાયના પુષ્પજીવ (anthozoa) વર્ગના લઘુ-જીવો દ્વારા નિર્માણ થતી ચૂના-પથ્થર(lime stone)ની રચના. નિર્માણક લઘુજીવો પણ પરવાળાં તરીકે ઓળખાય છે. રચના શાખા-પ્રબંધિત વનસ્પતિ, મોટા ઘુંમટ, અનિયમિત આકારનાં ભૂકવચ (crust), ખડક, પંખા કે નળાકાર-આકૃતિઓ જેવી વિવિધ પ્રકારની હોય છે. પરવાળાં-પ્રાણીઓ કથ્થાઈ, લાલ, પીળાં, હરિત જેવા રંગનાં હોવાથી આકર્ષક દેખાય છે. જૂનાં પ્રાણીઓ મૃત્યુ પામતાં નવાં…

વધુ વાંચો >

પરવાળાંના ટાપુઓ : પરવાળાંના ખરાબાઓ(coral reefs)માંથી ઉદ્ભવેલા ટાપુઓ. સામાન્ય રીતે આવા પ્રવાળખડકોની શ્રેણીઓ ઉષ્ણ-ઉપોષ્ણ કટિબંધના પ્રાદેશિક વિભાગોના સમુદ્રોમાં, વિશેષે કરીને પ્રશાંત મહાસાગરમાં, વધુ પ્રમાણમાં જોવા મળે છે. બધી મળીને આવી શ્રેણીઓ લગભગ 8 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ પરના ખડકોમાંથી મોટે ભાગે નદીઓ દ્વારા થતા ધોવાણને કારણે તથા સમુદ્ર-મહાસાગરના જળમાં ઉમેરાતો રહેતો તેના…

વધુ વાંચો >

પરવીઝ, નાતલ ખાનલરી (જ. 1914, તહેરાન; અ. 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં સ્થપાયેલ ઈરાનની સાંસ્કૃતિક સંસ્થા ‘બુન્યાદે…

વધુ વાંચો >

પરવેઝ, સલાહુદ્દીન (જ. 1950, અલ્લાહાબાદ) : ઉર્દૂ કવિ તથા ફિલ્મ-સર્જક. તેમના ગ્રંથ ‘આઇડેન્ટિટી કાર્ડ’ને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતક ડિગ્રી. અમેરિકામાં વહીવટ તેમજ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કર્યો. 9 વર્ષની વયે લખવાનો પ્રારંભ. યુનિવર્સિટી છોડી તે પહેલાં જ તેમને સાહિત્યક્ષેત્રે સ્વીકૃતિ મળી ચૂકી હતી. ‘ઝાઝ’, ‘નૅગેટિવ’ તથા ‘જંગલ’ જેવા…

વધુ વાંચો >

પરશુરામ : વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ(કુહાડી, ફરશી)ને કારણે ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર-શસ્ત્રાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિંદુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા, ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં, રામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે તેઓ…

વધુ વાંચો >

પરશુરામ (જ. 16 માર્ચ 1880 કૉલકાતા; અ. 27 એપ્રિલ 1960) : બંગાળી લેખક. મૂળ નામ રાજશેખર બસુ. શિક્ષણ કૉલકાતા શહેરમાં. તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી રસાયણ-વિજ્ઞાનનો વિષય લઈને એમ.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કર્યા બાદ બૅંગૉલ કૅમિકલ્સ કંપનીમાં મૅનેજર તરીકે જોડાયા. એ પછી એમણે લેખન-પ્રવૃત્તિ શરૂ કરી. એમની પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ પ્રસિદ્ધ માસિક ‘સબુજ પત્ર’માં પ્રગટ થઈ.…

વધુ વાંચો >

પરસાઈ, હરિશંકર (જ. 22 ઑગસ્ટ 1924, જમાની, જિ. જબલપુર, મધ્યપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1995, જબલપુર, મધ્યપ્રદેશ) : જાણીતા હિંદી વ્યંગ્યકાર અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ (વ્યંગ્યિકા) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી વિવિધ શાળાઓ અને કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1957માં અધ્યાપકપદેથી…

વધુ વાંચો >

પરસાણા, ધીરજ દેવશીભાઈ (જ. 2 ડિસેમ્બર 1947, રાજકોટ) : સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારત તરફથી, રેલવે તરફથી રમેલા ઑલરાઉન્ડર. ધીમા ડાબોડી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન ધીરજ પરસાણા સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી અને રેલવે તરફથી રણજી ટ્રૉફી રમ્યા. તેમાં 37 મૅચમાં બે સદી અને નવ અડધી સદી સાથે 1,902 રન કર્યા તેમજ 1,112.1 ઓવર નાખી 2,266 રન આપીને 116 વિકેટ લીધી. એમની…

વધુ વાંચો >

પરસેવો : સસ્તન પ્રાણીઓની શરીરત્વચા પર પ્રસરેલ સ્વેદ-ગ્રંથિ(sweat-glands)માંથી સ્રવતું પ્રવાહી. આ પ્રવાહી મુખ્યત્વે પાણી, સોડિયમ ક્લોરાઇડ, પોટૅશિયમ, લવણ, લૅક્ટિક ઍસિડ અને યુરિયાનું બનેલું હોય છે. આમ તો રાત્રિ અને દિવસ દરમિયાન ગમે ત્યારે પરસેવો છૂટતો હોય છે. ભલે વાતાવરણ ગરમ હોય કે ઠંડું; પરંતુ સામાન્યપણે શિયાળામાં પરસેવાના ત્યાગનું પ્રમાણ નહિવત્ હોય છે. પરંતુ ગરમી વધવાથી,…

વધુ વાંચો >