Posts by Jyotiben
પરથુ
પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું જેવાં વાર્ષિક નાણાકીય પત્રકો(financial statements)માંથી…
વધુ વાંચો >પરપીડન
પરપીડન : મર્યાદિત અર્થમાં ‘પરપીડન’ (sadism) શબ્દ વિકૃત કે વિચલિત જાતીય મનોવૃત્તિ તથા વર્તનના સંદર્ભમાં વપરાય છે. આ અર્થમાં પરપીડન એટલે વ્યક્તિનું એવું મનો-ભૌતિક વર્તન જેના દ્વારા તે અન્ય વ્યક્તિને પીડા આપીને જાતીય આનંદ કે સંતોષ મેળવે છે. આવું વર્તન નર-નારી વચ્ચે કે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે છે. પરપીડનયુક્ત જાતીય વર્તન અસામાજિક…
વધુ વાંચો >પરબ
પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય, એની શક્તિ, એના વિકાસ અને…
વધુ વાંચો >પરભણી
પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા આવેલા છે. તે સમુદ્રસપાટીથી સરેરાશ…
વધુ વાંચો >પરમદ
પરમદ : ‘પરમદ’ એટલે પરમ મદ કે ઘેન. નીતિનિયમનું પાલન કરી, ઔષધ રૂપે પ્રમાણસર લેવાયેલ મદ્ય એક ઔષધ છે; પરંતુ નિયમબહાર, પ્રમાણબહાર વ્યસન રૂપે મદ્ય લેવાતાં તે શરીરમાં અનેક ભયાનક રોગો પેદા કરે છે અને તેથી અચાનક અકાળે મૃત્યુ પણ થાય છે. આયુર્વેદમાં વધુ પડતા મદ્યપાનથી ઉત્પન્ન થતાં દર્દોને ‘મદાત્યય’ કે ‘પાનાત્યય’ નામ આપેલ છે.…
વધુ વાંચો >પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ)
પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ) (ઈ. સ.ની દસમી સદી) : અપભ્રંશ ભાષામાં જૈન અધ્યાત્મવિચાર વ્યક્ત કરતી જોઇન્દુ(યોગીન્દુ)ની સબળ કૃતિ. કૃતિમાંથી કર્તા વિશે વિશેષ માહિતી મળતી નથી. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી. ડૉ. એ. એન. ઉપાધ્યે તેમનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી માને છે તો રાહુલ સાંકૃત્યાયન દસમી શતાબ્દી. દેવનાગરી અને કન્નડ લિપિમાં આ ગ્રંથની ઘણી હસ્તપ્રતો મળે…
વધુ વાંચો >પરમર્દિદેવ
પરમર્દિદેવ (ઈ. સ.ની 12મી સદી) : બુંદેલખંડના ચંદેલ વંશનો પ્રતાપી રાજા. ઉત્તર-ભારતના પ્રખ્યાત રજપૂત શાસક વંશોમાં બુંદેલખંડના ચંદેલોનું આધિપત્ય હાલના મધ્યપ્રદેશ ઉપર હતું. ચંદેલ વંશનો નોંધપાત્ર રાજા પરમર્દિદેવ કે પરમાલ (ઈ. સ. 1165-1201) મદનવર્માનો પૌત્ર હતો. શરૂઆતના સમયની તેની લશ્કરી પ્રવૃત્તિઓ ઘણી સફળ હતી. તેણે ઈ. સ. 1173 પછી ચૌલુક્યો પાસેથી ભીલસા જીતી લીધું. પૃથ્વીરાજ…
વધુ વાંચો >પરમર્દી
પરમર્દી (ઈ. સ.ની 12મી સદી) : કલ્યાણીના ચાલુક્ય વંશનો પરાક્રમી રાજા. ગુજરાતના સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094-1142)ના સમયમાં કલ્યાણીના ચાલુક્ય વંશમાં વિક્રમાદિત્ય છઠ્ઠો રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી હતો અને પરમર્દી તરીકે જાણીતો હતો. એણે સિદ્ધરાજના દરબારમાં પોતાનો રાજદૂત પણ મોકલ્યો હતો. સિદ્ધરાજ જયસિંહે પરમર્દીનું મર્દન કર્યું એવો એક ઉલ્લેખ…
વધુ વાંચો >પરમ-શૂન્યાંક ઊર્જા (zero point energy)
પરમ–શૂન્યાંક ઊર્જા (zero point energy) : જે કમ્પન-ઊર્જા (vibrational energy) પદાર્થના અણુઓ, નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ જાળવી રાખે છે તે ઊર્જા. ભૌતિકશાસ્ત્રમાં, તાપમાનને પદાર્થના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ની તીવ્રતાની માત્રા તરીકે લેવામાં આવે છે. તેથી જો તાપમાનમાં ઘટાડો કરીને નિરપેક્ષ શૂન્ય કરવામાં આવે ત્યારે બધી જ ગતિ બંધ પડી જઈ, અણુઓ ગતિ-વિહીન બની સ્થિર થતા…
વધુ વાંચો >પરમાણુ (atom)
પરમાણુ (atom) દ્રવ્યનો પાયાનો એકમ. બધા જ ભૌતિક પદાર્થો પરમાણુના બનેલા છે. પરમાણુ માની ન શકાય તેટલો સૂક્ષ્મ છે. દશ લાખ જેટલા પરમાણુઓને અડોઅડ એક સીધી રેખામાં ગોઠવવામાં આવે તો તે માથાના વાળની જાડાઈ જેટલી જગ્યા રોકે છે. ટાંકણીના ટોપચામાં કરોડો-અબજો પરમાણુ હોય છે. રાસાયણિક તત્ત્વો(elements)ના પાયાના કણો પરમાણુઓ છે. રાસાયણિક તત્ત્વોમાં હાઇડ્રોજન, કાર્બન, ઑક્સિજન,…
વધુ વાંચો >