પટ્ટણી, ચંપકરાય (જ. 1897; અ. 1958) : મૂક ચલચિત્રોના જમાનામાં રાજકોટ ખાતે ખ્યાતનામ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપનાર બે ભાઈઓ પૈકીના એક. ચંપકરાયે છબિકાર (સિનેમૅટગ્રાફર) તરીકે ભારે નામના મેળવી હતી. પ્રથમ ચલચિત્ર ‘સમુદ્રમંથન’માં તેમણે અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં ખાસ પ્રભાવક યુક્તિઓ(special effects)નો જે રીતે ઉપયોગ કર્યો હતો એ જોઈને ઇંગ્લૅન્ડની ખ્યાતનામ રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીએ 1925માં તેનું…

વધુ વાંચો >

પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ (જ. 15 એપ્રિલ 1862, મોરબી; અ. 16 ડિસેમ્બર 1938, શિહોર) : ભાવનગર રાજ્યના સમર્થ દીવાન. તેમણે મોરબીમાં પ્રાથમિક શિક્ષણ અને રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કર્યા પછી કાયદાનો અભ્યાસ કર્યો અને સનદ પણ મેળવી; પરંતુ આજીવિકા માટે વકીલાત ન કરવાનો તેમણે સંકલ્પ કર્યો હતો. પ્રભાશંકરનાં લગ્ન…

વધુ વાંચો >

પટ્ટનાયક, ગુરુચરણ (જ. 31 ઑક્ટોબર 1917, પુરી; અ. 23 નવેમ્બર 2008, શંકરપુર, કટક) : ઊડિયા લેખક, માર્ક્સવાદી વિદ્વાન, સામાજિક કાર્યકર્તા, સામયિક-સંપાદક, સમાજશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. માત્ર ચાર વર્ષના હતા ત્યારે એક જ દિવસે માતા-પિતાનું અવસાન. મોટા ભાઈ આનંદ પટ્ટનાયક સ્વાતંત્ર્યસેનાની હતા. 13 વર્ષની નાની ઉંમરે શાળાને છોડી દઈને દેશના આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું. પાછળથી કાશી વિદ્યાપીઠમાં અધ્યયન…

વધુ વાંચો >

પટ્ટનાયક, રવીન્દ્રનાથ (જ. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; અ. 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા…

વધુ વાંચો >

પટ્ટની, મોહંમદ તાહિર (જ. જૂન 1508; અ. 1578, ઉજ્જન નજીક) : મુસ્લિમ વિદ્વાન તથા હદીસ-શાસ્ત્રી. સ્થાનિક શિક્ષકો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ 1537માં અરબસ્તાનના મક્કા શહેરનો પ્રવાસ કર્યો. તેમણે મક્કામાં તે સમયના સૌથી વિખ્યાત અને પ્રખર હદીસ-શાસ્ત્રી શેખ અલી મુત્તકી પાસે હદીસનો ઉચ્ચઅભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. સોળમા સૈકામાં ગુજરાત તથા દક્ષિણ હિંદના વિસ્તારોમાં…

વધુ વાંચો >

પટ્ટા–ચાલન (belt drive) : બે શાફ્ટ વચ્ચે શક્તિનું સંચારણ કરવા માટેની ઓછામાં ઓછી કિંમતની વ્યવસ્થા. અહીં બંને શાફ્ટ એકબીજાને સમાંતર હોય તે પણ જરૂરી નથી. પટ્ટા ઘણી જ સરળતાથી અને અવાજ વગર શક્તિનું સંચારણ કરે છે. તે મોટર અને બેરિંગને, ભારની વધઘટની સામે રક્ષણ પૂરું પાડે છે. એ સત્ય છે કે પટ્ટા ચેઇન અથવા ગિયર…

વધુ વાંચો >

પટ્ટાવલી : જૈન સાધુઓની ગુરુશિષ્યપરંપરાનો ઇતિહાસ. ‘પટ્ટાવલી’, ‘પટ્ટધરાવલી’નું સંક્ષિપ્ત રૂપ છે. ‘પટ્ટ’નો અર્થ ‘આસન’ કે ‘સન્માનનું સ્થાન’ છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ. આ પટ્ટ ઉપર રહેલા ગુરુને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. શ્રમણ ભગવાન મહાવીરથી આરંભી તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં કાલાન્તરના આચાર્યોની ગુરુશિષ્યપરંપરાનું ક્રમશ: વિવેચન…

વધુ વાંચો >

પટ્ટો (belt) : એક શાફ્ટમાંથી બીજા શાફ્ટને શક્તિનું સંચારણ (transmission) કરવા માટે નમ્ય જોડાણ કરનાર (flexible connector)  ઉપકરણ. શક્તિનું સંચારણ બંને શાફ્ટને દાતાઓ દ્વારા જોડીને પણ થઈ શકે. પરંતુ જ્યારે બે શાફ્ટની ધરીઓ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે પટ્ટા વપરાય છે. ચાર જાતના પટ્ટા વ્યવહારમાં વપરાય છે : (1) સપાટ પટ્ટો (flat belt), (2) વી-પટ્ટો…

વધુ વાંચો >

પઠાણકોટ : પંજાબ રાજ્યની છેક ઉત્તર સરહદ પર આવેલું ગુરદાસપુર જિલ્લાનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 32° 17´ ઉ. અ. અને 75° 39´ પૂ. રે.. જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં જવા માટેનું તે પ્રવેશદ્વાર ગણાય છે. હિમાચલ પ્રદેશમાં 2,036 મીટર ઊંચાઈએ આવેલા પ્રખ્યાત ગિરિમથક ડેલહાઉસીથી આ નગર 80 કિમી. અંતરે નૈર્ઋત્યમાં આવેલું છે. પંજાબના પવિત્ર યાત્રાધામ…

વધુ વાંચો >

પઠારે, રંગનાથ (જ. 1950, જવાલે, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમની ઉત્તમ નવલકથા ‘તામ્રપટ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. તથા એમ. ફિલ.ની પદવીઓ મેળવી છે. 1973થી તેઓ અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ મરાઠી ઉપરાંત હિંદી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવે…

વધુ વાંચો >