Posts by Jyotiben
પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ
પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ (જ. 22 ઑક્ટોબર 1903, આણંદ; અ. 3 જૂન 1994, આણંદ) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા ગુજરાતમાં ડેરીઉદ્યોગ-ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા. ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આણંદમાં. 1919માં આણંદ સેવક સમાજની સ્થાપના કરી અને તે દ્વારા જાહેર જીવનમાં પ્રવેશ. 1921માં સરકારી શાળાનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ. ત્યાંથી વિનીતની…
વધુ વાંચો >પટેલ, દશરથ
પટેલ, દશરથ (જ. 1927, સોજિત્રા, જિલ્લો નડિયાદ, ગુજરાત; અ. 1 ડિસેમ્બર 2010, અલીબાગ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી અને બહુમુખી સિરામિસ્ટ, ચિત્રકાર, ડિઝાઇનર, ફોટોગ્રાફર. દશરથભાઈ તરુણાવસ્થામાં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ અને રસિકલાલ પરીખ હેઠળ કલાના દીક્ષા-સંસ્કાર પામ્યા. આ બંને કલાગુરુઓએ બંગાળ-શૈલી અપનાવી હતી. એ જ શૈલીમાં દશરથભાઈએ નિસર્ગશ્યો અને ગ્રામજીવનનાં દૃશ્યો આલેખ્યાં. 1943માં દશરથભાઈ ચેન્નાઈ ખાતેની…
વધુ વાંચો >પટેલ, દિનેશ છોટુભાઈ
પટેલ, દિનેશ છોટુભાઈ (જ. 6 સપ્ટેમ્બર 1950, કાબ્વે, ઝામ્બિયા) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. ફાર્મ.ની પદવી મેળવ્યા બાદ, 1975માં અમેરિકાના પેન્સિલવેનિયા ખાતેની ફિલાડેલ્ફિયા કૉલેજ ઑવ્ ફાર્મસી ઍન્ડ સાયન્સમાંથી એમ. એસ.(ફાર્માસ્યૂટિક્સ)ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1978માં મિશિગન યુનિવર્સિટીમાંથી ભૌતિકીય ઔષધનિર્માણ(physical pharmacy)ના વિષય સાથે પીએચ.ડી. થયા. 1975થી 1978ના ગાળામાં તે જ યુનિવર્સિટીની ફાર્મસી કૉલેજમાં…
વધુ વાંચો >પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ
પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો પરણી ગયેલાં; પણ પતિની છત્રછાયામાં…
વધુ વાંચો >પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ
પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ (જ. 13 ઑક્ટોબર 1874, નાર, જિ. ખેડા; અ. 17 ઑક્ટોબર 1945, સોજિત્રા, જિ. ખેડા) : ગુજરાતના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય-સૈનિક, સમાજસુધારક, પત્રકાર. જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં. સોજિત્રામાં પ્રાથમિક અને વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 1895માં વડોદરાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને માસિક રૂ. 20/-ના પગારથી શિક્ષક તરીકે વડોદરા રાજ્યની સેવામાં જોડાયા. તે દરમિયાન તેઓ…
વધુ વાંચો >પટેલ, નરસિંહભાઈ કલ્યાણદાસ
પટેલ, નરસિંહભાઈ કલ્યાણદાસ (જ. 5 માર્ચ 1926, રણુંજ, જિ. પાટણ; અ. 21 માર્ચ 2010, અમદાવાદ) : તાંત્રિક શિક્ષણની ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા ભારતમાં પ્લાસ્ટિકયુગનો આરંભ કરનાર પ્રખર પુરુષાર્થવાદી, યુવા ટૅક્નોક્રૅટના સાચા સાહસિક રાહબર. માતા મેનાંબહેન. 1944માં રાઈબહેન સાથે લગ્ન થયું. પ્રાથમિક શિક્ષણ વતનમાં. માધ્યમિક સર્વવિદ્યાલય કડીમાં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ. ઉચ્ચશિક્ષણ વડોદરા અને પછીથી પુણેમાં.…
વધુ વાંચો >પટેલ, નાગજી
પટેલ, નાગજી (જ. 1 એપ્રિલ 1937, જૂની જિથરડી, તા. કરજણ) : ગુજરાતના શિલ્પી. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકળાના વિષય સાથે અનુસ્નાતક થયા. 1962-64 દરમિયાન ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયની શિષ્યવૃત્તિ મેળવી વિવિધ પ્રદેશોના પથ્થરની ગુણવિશેષતાની જાણકારી મેળવી તેમજ શિલ્પકૃતિઓ તૈયાર કરી. 1976થી 1978 દરમિયાન ભારત સરકારના એ જ મંત્રાલયની…
વધુ વાંચો >પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ
પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ (જ. 6 ડિસેમ્બર 1898, કંડારી, મિયાંગામ પાસે; અ. 23, ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ગુજરાતી લેખક. બાલસાહિત્યમાં વિશેષ રુચિ. મૂળ ગામ ભાદરણ પાસે બામણગામ. ચરોતરની લેઉવા પાટીદાર જ્ઞાતિ. માતા અંબાબહેન. પિતા ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં લીધું. વડોદરા સયાજી હાઈસ્કૂલમાં છઠ્ઠું ધોરણ પૂરું કરે તે પહેલાં પારિવારિક…
વધુ વાંચો >પટેલ, પન્નાલાલ નાનાલાલ
પટેલ, પન્નાલાલ નાનાલાલ (જ. 7 મે 1912, માંડલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન; અ. 6 એપ્રિલ 1989, અમદાવાદ) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા. અગ્રણી ગુજરાતી નવલકથાકાર, ઉપરાંત વાર્તાકાર, નાટ્યલેખક અને સંસ્મરણાત્મક ગદ્યના લેખક. માતા હીરાબા. પિતા ધાર્મિક પુસ્તકોના વાચક ઉપરાંત કથાકાર અને કથાગાયક. બાળક પન્નાલાલે મીઠી હલકે ગાયેલા ભજનથી પ્રસન્ન થઈને ઈડરના રાજા એમની સાથે લઈ ગયા ને ત્યાંની…
વધુ વાંચો >પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ (જ. 10 ઑગસ્ટ 1918, શેલાવી, જિ. મહેસાણા; અ. 24 મે 1977) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. 1936માં મૅટ્રિક. 1940માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.. 1942માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.. 1956થી કેટલાંક વર્ષ આકાશવાણી, અમદાવાદમાં કામ કર્યું. તેઓ ભવાઈ…
વધુ વાંચો >