Posts by Jyotiben
પટેલ, ચીમનભાઈ જીવાભાઈ
પટેલ, ચીમનભાઈ જીવાભાઈ (જ. 3 જૂન 1929, સંખેડા; અ. 17 ફેબ્રુઆરી 1994, અમદાવાદ) : ગુજરાતના કુશળ રાજનીતિજ્ઞ, દૃઢ વહીવટકર્તા, પ્રભાવશાળી સંગઠક તથા ગુજરાતના મુખ્યમંત્રી. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ. પિતા જીવાભાઈ અને માતા રેવાબહેનની નજર નીચે ચિખોદરાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ કોસિન્દ્રાના ટી. વી. વિદ્યાલય તથા વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. 1945 પછી…
વધુ વાંચો >પટેલ, ચીમનભાઈ સોમાભાઈ
પટેલ, ચીમનભાઈ સોમાભાઈ (જ. 19 જાન્યુઆરી 1918, સારસા; અ. 7 માર્ચ 1995, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર તથા પત્રમાલિક. જન્મ ચરોતરની કર્મઠ પાટીદાર જ્ઞાતિમાં. અભ્યાસ પૂરો કરી વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા; પણ, નોકરી સ્વભાવને અનુકૂળ નહિ આવતાં છોડી દઈને વેપારમાં પડ્યા. શબ્દરચના સ્પર્ધાઓના ધંધામાં આકર્ષણ જાગ્યું અને વર્તમાનપત્રનું મહત્ત્વ પણ સમજાયું. તેમણે વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ…
વધુ વાંચો >પટેલ, ચીમનલાલ નારણદાસ
પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા 1944માં પ્રથમ વર્ગ સાથે એમ.એ.…
વધુ વાંચો >પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા)
પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા) (જ. 11 નવેમ્બર 1863; અ. 22 ડિસેમ્બર 1940, સરઢવ, જિ. ગાંધીનગર) : ઉત્તર ગુજરાતના અગ્રણી સામાજિક કાર્યકર. તેઓ કુરૂઢ માનસનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી, કેળવણીના પ્રહરી, આજીવન ભેખધારી, હતા. શિક્ષણ જેવું અન્ય કોઈ પ્રભાવક બળ ન હોવાની તેમની સમજ હતી. તેથી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, શિક્ષણની જ્યોત પ્રકટાવી લોકજાગૃતિ માટે કર્મ…
વધુ વાંચો >પટેલ, જગદીશ
પટેલ, જગદીશ (જ. 5 સપ્ટેમ્બર 1928, વિરસદ, જિ. ખેડા; અ. 31 માર્ચ 1999, અમદાવાદ) : અંધજનોના ઉત્કર્ષ માટે જીવનભર કાર્યરત રહેલા ગુજરાતના અગ્રણી સમાજસેવક. પિતાનું નામ કાશીભાઈ. તેઓ ડૉક્ટર હતા. માતાનું નામ લલિતાબહેન. ત્રણ ભાઈઓ અને બે બહેનો ધરાવતા પરિવારમાં જગદીશભાઈ સૌથી મોટા. માત્ર આઠ વર્ષના હતા ત્યારે મૅનેન્જાઇટિસ રોગના હુમલાને કારણે તેમણે ચક્ષુ ગુમાવ્યાં.…
વધુ વાંચો >પટેલ, જબ્બાર
પટેલ, જબ્બાર (જ. 23 જૂન 1942, પંઢરપુર) : આધુનિક રંગમંચ તથા સિનેજગતના અગ્રણી. શાળાનું શિક્ષણ સોલાપુરમાં. શાળાના મરાઠી શિક્ષક વગેરેનો તેમ ચાલીમાં ઊજવાતા ગણેશોત્સવનો તેમના પ્રારંભિક ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આઠ વર્ષના હતા ત્યારે આચાર્ય અત્રેના ‘મી ઊભા આહે’માં અભિનય કરવાની તક મળી; એ પ્રથમ રંગભૂમિ-અનુભવ પણ પ્રેરણારૂપ બન્યો. 1961માં તેઓ પુણેની બી. જે. મેડિકલ…
વધુ વાંચો >પટેલ, જયંતી કાલિદાસ
પટેલ, જયંતી કાલિદાસ (જ. 24 મે 1924; અ. 26 મે 2019) : ‘રંગલો’ તરીકે વિશેષ જાણીતા ગુજરાતના હાસ્યઅભિનેતા. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી ‘રંગમંડળ’ સંસ્થામાં જોડાયા. ‘પાણિગ્રહણ’, ‘બિન્દુનો કીકો’, ‘અચલાયતન’, ‘મોંઘેરા મહેમાન’ વગેરે નાટકોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. ‘હુલ્લડ’, ‘રૅશનિંગ’, ‘ગાંસડી કુસુમવાળી’ જેવાં ટૂંકાં હાસ્યનાટકો લખ્યાં. રૂપકસંઘ નિર્મિત કવિ ન્હાનાલાલ-રચિત ‘જયા-જયંત’ નાટકમાં તીર્થગોરનું પાત્ર…
વધુ વાંચો >પટેલ, જસુ મોતીભાઈ
પટેલ, જસુ મોતીભાઈ (જ. 26 નવેમ્બર 1924, અમદાવાદ; અ. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું કાંડું બરાબર ન સંધાતાં, એમનો એ હાથ દોઢ ઇંચ ટૂંકો…
વધુ વાંચો >પટેલ, જેરામ
પટેલ, જેરામ (જ. 20 જૂન 1930, સોજિત્રા; અ. 18 જાન્યુઆરી 2016, વડોદરા) : વીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના મહત્ત્વના કલાકાર. તેમણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કૉમર્શિયલ આર્ટ તથા તે પછી 1957માં લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં ટાઇપોગ્રાફી ઍન્ડ પબ્લિસિટી ડિઝાઇનિંગનો…
વધુ વાંચો >પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ
પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ (જ. 3 એપ્રિલ 1920, સુણાવ, ખેડા; અ. 14 ઑગસ્ટ 2008, લંડન) : લંડનનિવાસી ગુજરાતી કવિ અને સમાજસેવક. તખલ્લુસ ‘દિનુ-દિનેશ’. સુણાવની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ જઈ આગળ અભ્યાસ કરી 1948માં લિંકન ઇનના બૅરિસ્ટર થયા. ત્યારબાદ કમ્પાલા(યુગાન્ડા)માં વકીલાત શરૂ કરી. સાથોસાથ અનેક જાહેર સંસ્થાઓ મારફત સમાજસેવા કરી યુગાન્ડાની પ્રજાના આદર અને વિશ્વાસ મેળવી…
વધુ વાંચો >