History of India
ફડકે, વાસુદેવ બળવંત
ફડકે, વાસુદેવ બળવંત (જ. 4 નવેમ્બર 1845, શિરધોન, જિ. કોલાબા; અ. 17 ફેબ્રુઆરી 1883, એડન) : અર્વાચીન ભારતના પ્રથમ ક્રાંતિકાર. મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. કોંકણના રત્નાગિરિ જિલ્લાના કેલશી ગામનું તેમનું કુટુંબ સોળમી સદીમાં કોલાબા જિલ્લાના શિરધોન ગામે આવીને વસ્યું હતું. વાસુદેવના દાદા અનંતરાવ પેશવાઓના સમયમાં કર્નાલાના કિલ્લાના કિલ્લેદાર હતા…
વધુ વાંચો >ફતાવા–એ–આલમગીરી
ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક…
વધુ વાંચો >ફરાઇદી ચળવળ
ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક…
વધુ વાંચો >ફારૂકી, ઝહીરુદ્દીન
ફારૂકી, ઝહીરુદ્દીન : ઔરંગઝેબના સમયના ઇતિહાસકાર. ઝહીરુદ્દીન તેમના ફારૂકી અંગ્રેજી પુસ્તક ‘Aurangzeb and His Times’ને કારણે દેશવ્યાપી ખ્યાતિ પામ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક અને બૅરિસ્ટર ઍટ લૉ હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર તથા તેના સમયના હિન્દુસ્તાનના ઇતિહાસના અભ્યાસને નવો ર્દષ્ટિકોણ આપ્યો છે. એક તરફ તેમણે જમીનની આનાવારી…
વધુ વાંચો >ફુતૂહાતે આલમગીરી
ફુતૂહાતે આલમગીરી : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ આલમગીરના સમયમાં જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ સાથેનાં યુદ્ધોના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ. અણહિલવાડ પાટણનો નાગર ગૃહસ્થ ઈશ્વરદાસ એક કુશળ વહીવટદાર, મુત્સદ્દી અને વિદ્વાન હતો. તે ઔરંગઝેબની નોકરીમાં હતો. મુઘલ સમયમાં ગુજરાતી હિંદુઓમાં નાગરો સરકારી નોકરીમાં મહત્વના અધિકારીઓ હતા. તે સમયે ફારસી રાજભાષા હોવાથી તેઓ…
વધુ વાંચો >ફુતૂહુસ-સલાતીન
ફુતૂહુસ-સલાતીન : ઈ. સ. 1350–51માં ઈસામીએ મહાકાવ્ય રૂપમાં લખેલ ઐતિહાસિક ગ્રંથ. તેમાં તેણે ગઝનીના યમિનીઓના ઉદયથી શરૂ કરીને દિલ્હીના તુગલુક વંશના સુલતાન મુહમ્મદ-બિન-તુગલુકના રાજ્યકાળ સુધીનો ઇતિહાસ લખ્યો છે. લેખક દિલ્હીમાં રહેતો હતો ત્યારે સુલતાન તેનું પાટનગર દિલ્હીથી દોલતાબાદ લઈ ગયો. ઈસામી સુલતાનના જુલમનો ભોગ બન્યો હતો. તેને તેના 90 વર્ષના…
વધુ વાંચો >ફૈઝાબાદ (1)
ફૈઝાબાદ (1) : જુઓ અયોધ્યા (જિલ્લો)
વધુ વાંચો >બખ્તખાન
બખ્તખાન : 1857ના અંગ્રેજો વિરુદ્ધના વિપ્લવમાં ભારતીય ફોજનો સેનાપતિ. મુહમ્મદ બખ્શ ઉર્ફે બખ્તખાન (1797–1859) અવધના સુલ્તાનપુરનો રહેવાસી હતો. તે પિતૃપક્ષે ગુલામકાદર રોહીલાના ખાનદાનનો અને માતૃપક્ષે નવાબ શુજાઉદ્દૌલાના ખાનદાન સાથે સંબંધ ધરાવતો હતો. 1817માં વીસ વર્ષની યુવાન વયે તે આઠમા પાયદળ તોપખાનામાં સૂબેદાર તરીકે ભરતી થયો હતો. બરેલી બ્રિગેડના નામે ઓળખાતા…
વધુ વાંચો >બદાયૂની, અબ્દુલ કાદિર
બદાયૂની, અબ્દુલ કાદિર (જ. 2 ઑગસ્ટ 1540, તોદહ (જયપુર); અ. 1596) : મુઘલ સમ્રાટ અકબરના સમયના પ્રખ્યાત ઇતિહાસકાર. આખું નામ અબ્દુલ કાદિર કાદરી બિન મલૂકશાહ. પણ તે મુલ્લા બદાયૂનીથી વધુ જાણીતા છે, તેઓ રબીઉલ અવ્વલ ઈ. સ. 1530(હિ. સ. 947)માં જન્મ્યા હતા. તેઓ 12 વર્ષની નાની ઉંમરે સંભલ આવ્યા. અહીં…
વધુ વાંચો >બનવાસી
બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…
વધુ વાંચો >