World history

મોહેં-જો-દડો

મોહેં-જો-દડો : સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. મોહેં-જો-દડોનો અર્થ ‘મૃતદેહોનું નગર’ થાય છે. ઈ. સ. 1922માં રેલવે માટેનું ખોદકામ કરતાં ત્યાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. અંગ્રેજ પુરાતત્વવિદ સર જૉન માર્શલ અને એમના ભારતીય સાથીઓ…

વધુ વાંચો >

મૉંગોલ સંસ્કૃતિ

મૉંગોલ સંસ્કૃતિ : મૉંગોલિયા મધ્ય એશિયામાં આવેલું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે ચીન તથા ઉત્તરે રશિયા આવેલ છે. મૉંગોલિયામાં ઈ. સ. પૂ. ચોથી સદીમાં હૂણ જાતિના લોકો વસતા હતા. તે લોકોએ પડોશમાં આવેલા ચીન સાથે લડાઈઓ કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. સ. 744માં ઉઘુર લોકોએ મૉંગોલિયા કબજે કર્યું…

વધુ વાંચો >

મૉંગોલિયા

મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…

વધુ વાંચો >

મ્યાનમાર

મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ…

વધુ વાંચો >

મ્યૂનિક કરાર

મ્યૂનિક કરાર : યુરોપમાં સંભવિત યુદ્ધ નિવારવા માટે જર્મનીના મ્યૂનિક શહેર ખાતે યુરોપની મુખ્ય સત્તાઓ વચ્ચે થયેલો નિષ્ફળ કરાર. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના વીસીના ગાળામાં જર્મની મજબૂત રાષ્ટ્ર બનવા ઉત્સુક હતું. આથી તેણે પશ્ચિમ ચેકોસ્લોવાકિયામાં આવેલ સુદાતનલૅન્ડ વિસ્તાર પર પ્રદેશલાલસાભરી નજર દોડાવી, કારણ કે આ વિસ્તારમાં 30,00,000 જર્મન-મૂળ ધરાવતા…

વધુ વાંચો >

મ્યૂનિક પુત્શ

મ્યૂનિક પુત્શ (Munich Putsch) : મ્યૂનિક ખાતે હિટલરની આગેવાની હેઠળ યોજાયેલો બળવો. આ નિષ્ફળ બળવો મ્યૂનિક ખાતેના બિયર-હૉલમાં 8 નવેમ્બર, 1923ની રાતે યોજાયેલો. તેની પાછળ બવેરિયન સરકારને અને તેના પગલે છેવટે જર્મનીની રાષ્ટ્રીય સરકારને નૅશનલ સોશિયાલિસ્ટ (નાઝી) પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવવાનો હેતુ હતો. બવેરિયાની રાજધાની મ્યૂનિક તે સમયે નાઝી ચળવળનું…

વધુ વાંચો >

યઝીદ બિન હઝરત મુઆવિયા

યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે…

વધુ વાંચો >

યંગ, જ્યૉર્જ માલ્કમ

યંગ, જ્યૉર્જ માલ્કમ (જ. 1882, ગ્રિનિચ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1959) : અંગ્રેજી ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. 1908માં બૉર્ડ ઑવ્ એજ્યુકેશનમાં જોડાયા. ત્યારબાદ 1917માં પુન:નિર્માણના નવા મંત્રાલયમાં સંયુક્ત સચિવ નિમાયા. તેઓ મુલ્કી સેવાથી કંટાળીને સાહિત્યસર્જન તરફ વળ્યા. 1932માં તેમણે ‘લાઇફ ઑવ્ ગિબન’ પ્રગટ કર્યું. 1934માં ‘અર્લી વિક્ટૉરિયન ઇંગ્લૅન્ડ’નું બે ભાગમાં…

વધુ વાંચો >

યંગ ટર્કસ

યંગ ટર્કસ : તુર્કીમાં ઑટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજા સામે ક્રાંતિકારી ચળવળ ચલાવનાર વિવિધ સુધારાવાદી જૂથોનું મંડળ. તેના ફળસ્વરૂપે તુર્કીમાં બંધારણીય સરકારની રચના થઈ હતી. ઇસ્તંબુલમાં ઇમ્પીરિયલ મેડિકલ એકૅડેમીના વિદ્યાર્થીઓના એક જૂથે એક કાવતરું ઘડ્યું, જેનો શહેરની અન્ય કૉલેજોમાં પણ ફેલાવો થયો. આ કાવતરું જાહેર થઈ ગયું ત્યારે તેના ઘણા…

વધુ વાંચો >

યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર

યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર (જ. 31 મે 1863, મરી, ભારત; અ. 31 જુલાઈ 1942, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના સાહસખેડુ પ્રવાસી અને સૈનિક. 1882માં લશ્કરમાં જોડાયા. 1886–87માં મંચુરિયાનો સાહસ-પ્રવાસ હાથ ધરી પેકિંગ(બીજિંગ)થી યારકંદ થઈને મધ્ય એશિયા પાર કર્યું; પાછા વળતાં કાસ્ગરથી મુસ્તાંગ ઘાટમાં થઈને ભારતમાં પ્રવેશવાનો માર્ગ તેમણે શોધી કાઢ્યો. 1902માં…

વધુ વાંચો >