યંગ, જ્યૉર્જ માલ્કમ

January, 2003

યંગ, જ્યૉર્જ માલ્કમ (જ. 1882, ગ્રિનિચ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1959) : અંગ્રેજી ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. 1908માં બૉર્ડ ઑવ્ એજ્યુકેશનમાં જોડાયા. ત્યારબાદ 1917માં પુન:નિર્માણના નવા મંત્રાલયમાં સંયુક્ત સચિવ નિમાયા. તેઓ મુલ્કી સેવાથી કંટાળીને સાહિત્યસર્જન તરફ વળ્યા. 1932માં તેમણે ‘લાઇફ ઑવ્ ગિબન’ પ્રગટ કર્યું. 1934માં ‘અર્લી વિક્ટૉરિયન ઇંગ્લૅન્ડ’નું બે ભાગમાં સંપાદન કર્યું. તેમના અન્ય ગ્રંથોમાં ‘ચાર્લ્સ ફર્સ્ટ ઍન્ડ ક્રૉમ્વેલ’ (1935); ‘ડેલાઇટ ઍન્ડ શૅમ્પેન’ (1937) અને ‘ટુડે ઍન્ડ યસ્ટર્ડે’ (1948) ઉલ્લેખનીય છે.

બળદેવભાઈ કનીજિયા