Urdu literature

મુલ્લા, આનંદનારાયણ

મુલ્લા, આનંદનારાયણ (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ભારતના અગ્રણી કાયદાવિદ તથા નામાંકિત ઉર્દૂ કવિ. તેમને તેમના અદ્યતન ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં’ (1963) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવેલો. પિતા જગતનારાયણ ન્યાયાધીશ હતા. 1921માં કેનિંગ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને…

વધુ વાંચો >

મુલ્લા વજ્હી

મુલ્લા વજ્હી (જ. ; અ. 1659) : ઉર્દૂના પ્રશિષ્ટ કવિ તથા લેખક. આખું નામ મુલ્લા અસદુલ્લા વજ્હી. તેમણે ગોલકોન્ડા(હૈદરાબાદ)માં ઉર્દૂ ભાષાને નવું રૂપ આપ્યું. તેઓ સુલતાન મુહમ્મદ કુલી કુતુબશાહના દરબારી રાજકવિ હતા. પદ્યમાં તેમનું મસ્નવી કાવ્ય ‘કુતુબ-મુશ્તરી’ અને ગદ્યમાં ‘સબરસ’ નામની તેમની સાહિત્યિક કૃતિ ઉર્દૂમાં અગ્રસ્થાન ધરાવે છે. મુલ્લા વજ્હી…

વધુ વાંચો >

મુસહફી, ગુલામ હમદાની

મુસહફી, ગુલામ હમદાની (જ. 1728, અકબરપુર, ઉત્તરપ્રદેશ; અ. 1828) : અઢારમા શતકના ઉર્દૂ કવિ તથા લેખક. તેમણે શાહજહાંબાદ (દિલ્હી) અને લખનૌમાં કવિ તરીકે નામના મેળવી હતી. તેમના કાવ્યસંગ્રહ ‘કુલ્લિયાત’માં ઉર્દૂ તથા ફારસી ભાષાનાં કાવ્યોનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. તેમણે ઊર્મિકાવ્યો (ગઝલો), પ્રશંસાકાવ્યો (કસીદા) અને વૃત્તાંતકાવ્યો (મસ્નવીઓ) લખ્યાં છે. તેમણે…

વધુ વાંચો >

મુહમદ કુલી કુતુબશાહ

મુહમદ કુલી કુતુબશાહ (જ. 1565; અ. 1612) : દક્ષિણ ભારતના કુતુબશાહી વંશના પ્રખ્યાત રાજવી, ઉર્દૂના પ્રથમ પંક્તિના કવિ, હૈદરાબાદ શહેરના સ્થાપક અને ચહાર મિનાર નામની ભવ્ય ઇમારતના સર્જક. તે 1580માં ગાદીએ આવ્યા અને 35 વર્ષના લાંબા રાજ્યકાળ દરમિયાન તેમણે અનેક શિક્ષણસંસ્થાઓ, પુસ્તકાલયો તથા નહેરો-બગીચાઓ બંધાવ્યાં અને વિદ્યા તથા લલિતકલાઓને પ્રોત્સાહન…

વધુ વાંચો >

મુહસિનુલ મુલ્ક, નવાબ મેહદીઅલી

મુહસિનુલ મુલ્ક, નવાબ મેહદીઅલી (જ. 9 ડિસેમ્બર 1837, ઇટાવા અ. 16 ઑક્ટોબર 1907, સંજોલી, સિમલા) : અગ્રિમ ઉર્દૂ લેખક તથા વિચારક. સૈયદ મેહદીઅલી મુહસિનુલ મુલ્કે પોતાની કારકિર્દીની શરૂઆત સરકારી નોકરીથી કરી હતી. તેઓ ઉત્તર પ્રદેશમાં શિરસ્તેદાર, તહસીલદાર તથા નાયબ કલેક્ટરની પદવી સુધી પહોંચ્યા હતા. 1874માં નિઝામ હૈદરાબાદની સેવામાં દાખલ થઈને…

વધુ વાંચો >

મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં

મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં (1963) : ઉર્દૂ કવિ આનંદ નારાયણ મુલ્લા(જ. 1901)નો કાવ્યસંગ્રહ. કવિનો આ ત્રીજો સંગ્રહ છે; પરંતુ તેમાં અગાઉના બે કાવ્યસંગ્રહોનાં કેટલાંક કાવ્યો પણ લેવાયાં છે. ન્યાયાધીશ તરીકેના વ્યવસાયમાં પ્રવૃત્ત રહેવાથી તેઓ કાવ્યલેખન પરત્વે પૂરતો સમય ફાળવી શક્યા નથી. આમ છતાં સમકાલીન ઉર્દૂ કવિઓમાં તેઓ એક અગ્રણી કવિ…

વધુ વાંચો >

મોમિનખાં

મોમિનખાં (જ. 1800; અ. 1852) : ઉર્દૂના ગઝલકાર. આખું નામ હકીમ મોમિનખાં મોમિન. તેમના પિતા ગુલામનબીખાન તથા દાદા નામદારખાન હકીમ (તબીબ) હતા અને કાશ્મીર તેમનું મૂળ વતન હતું. દિલ્હીના મુઘલ બાદશાહ શાહઆલમના સમયમાં તેમના દાદાને જમીન-જાગીર મળ્યાં હતાં. અંગ્રેજી શાસનમાં પેન્શન બંધાયું હતું, જે મોમિનખાંને પણ મળતું હતું. તેઓ અરબી-ફારસી…

વધુ વાંચો >

મોહમ્મદ તકી ‘મીર’

મોહમ્મદ તકી ‘મીર’ (જ. 1722; અ. 1810, લખનૌ) : અઢારમા શતકના ઉર્દૂના પ્રમુખ ગઝલકાર. તેમનું નામ મોહમ્મદ તકી અને તખલ્લુસ ‘મીર’ હતું. તેમના વડવા અરબસ્તાનના હિજાઝ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને દક્ષિણ ભારત આવ્યા હતા અને ત્યાંથી ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમનામાંથી કેટલાક અહીંયાં જ વસી ગયા અને કેટલાક અકબરાબાદ આગ્રા…

વધુ વાંચો >

મોહમ્મદ મુજીબ

મોહમ્મદ મુજીબ (જ. 3 ઑક્ટોબર 1902, લખનૌ; અ. 31 જાન્યુઆરી 1985, દિલ્હી) :  માનવતાવાદ, બિન-સાંપ્રદાયિકતાવાદ, રાષ્ટ્રવાદના ઉપાસક અને સાહિત્ય તથા સંસ્કારના પ્રચારક. તેમણે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ઉપકુલપતિ-પદે રહીને અર્ધી સદી સુધી દેશસેવા કરી હતી. તેમના પિતા મોહંમદ નસીમ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને લખનૌના જમીનદાર ઉમરાવોમાં તેમની ગણતરી…

વધુ વાંચો >

મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ

મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ (જ. 1321, દિલ્હી; અ. 1422) : ભારતના પ્રથમ પંક્તિના સૂફી સંત અને વિદ્વાન લેખક. તેમનો મકબરો દક્ષિણમાં હાલના કર્ણાટક રાજ્યના ગુલબર્ગ શહેરમાં આવેલો છે. તેમની વય 4 વર્ષની હતી ત્યારે સુલતાન મોહમ્મદ તુઘલખના સમયમાં, તેમના પિતા તેમને દક્ષિણમાં દેવગીર લઈ ગયા. પરંતુ તેમના પિતા સૈયદ યુસુફ હુસૈની…

વધુ વાંચો >