Sports
કોહલી, વિરાટ
કોહલી, વિરાટ (જ. 5 નવેમ્બર 1988, દિલ્હી) : ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સુકાની. પિતાનું નામ પ્રેમ કોહલી, માતાનું નામ સરોજ કોહલી અને પત્નીનું નામ અનુષ્કા શર્મા (હિંદી ફિલ્મની હીરોઇન.) વિરાટ કોહલી શરૂઆતથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતા હતા. આ બાબત તેના પિતાને ખબર પડતા માત્ર 9 વર્ષની વયે જ પશ્ચિમ દિલ્હીની ક્રિકેટ…
વધુ વાંચો >ક્રોન્જે, હૅન્સી
ક્રોન્જે, હૅન્સી (જ. 25 સપ્ટેમ્બર 1969, બ્લૉચફૉન્ટીન, દક્ષિણ આફ્રિકા; અ. 1 જૂન 2002, ક્રૅડોક પીક, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને ‘મૅચ-ફિક્સિગં’ના ગુનાસર ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ઑલ-રાઉન્ડર. પોતાના જન્મસ્થાન ખાતે શિક્ષણ આપતી અને પ્રતિષ્ઠા ધરાવતી ગ્રે કૉલેજમાંથી 1987માં મૅટ્રિકની પરીક્ષા…
વધુ વાંચો >ક્લૉડિયસ, લેસ્લી
ક્લૉડિયસ, લેસ્લી (જ. 25 માર્ચ 1927, બિલાસપુર; અ. 20 ડિસેમ્બર 2012, કોલકાતા) : સતત ચાર ઑલિમ્પિક સ્પર્ધામાં (1948-60) ભાગ લેનારા ભારતીય હૉકી ટીમના રાઇટ-હાફ ખેલાડી. આખું નામ લેસ્લી વોલ્ટર ક્લોડિયસ. બિલાસપુરની રેલવે સ્કૂલમાં જુનિયર કેમ્બ્રિજ સુધી અભ્યાસ. 1946માં 19 વર્ષની વયે બી. એન. રેલવેની હૉકી ટીમના સેન્ટર-હાફ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં…
વધુ વાંચો >ખટાઉ, ટિંગુ
ખટાઉ, ટિંગુ : ભારતના વિક્રમસર્જક તરણવીર. બાળપણમાં ‘ટિંગુ’ના હુલામણા નામે જાણીતા ડી. ડી. ખટાઉના પગમાં ખામી જણાતાં તબીબોએ તરવાની કસરત કરવાની સલાહ આપી. પરિણામે 3 વર્ષની ઉંમરથી ટિંગુનો નાતો તરણ સાથે જોડાયો. મહારાષ્ટ્ર રાજ્યની અને મુંબઈ યુનિવર્સિટીની ચાર વર્ષ સુધી ચૅમ્પિયનશિપ મેળવી. 1967માં રાષ્ટ્રીય સ્પર્ધામાં તરણના ત્રણ વિભાગમાં તેણે નવા…
વધુ વાંચો >ખન્ના, દિનેશ
ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની. 1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં…
વધુ વાંચો >ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)
ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા) (જ. 25 ઑગસ્ટ 1972, ધિરાણા, હિમાચલ પ્રદેશ) : ભારતના કુસ્તીબાજ. તે હિમાચલ પ્રદેશના ધિરાણા ગામના વતની છે. માતા-પિતા અને સાત ભાઈબહેનોનો પરિવાર. કુટુંબના સભ્યો મજૂરી કરીને ભરણપોષણ કરતા. બે ટંક ખાવાના પણ સાંસા. બે ઓરડાના મકાનમાં નવ જણનો સમાવેશ કરવો પડતો. શિક્ષણ નહિવત્, પણ ખલીની…
વધુ વાંચો >ખાડિલકર, રોહિણી નીલકંઠ
ખાડિલકર, રોહિણી નીલકંઠ (જ. 1 એપ્રિલ 1963, મુંબઈ) : ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનારાં ભારતનાં મહિલા ખેલાડી. ભારતનાં મહિલા ચેસ-ખેલાડીઓમાં ખાડિલકર બહેનો – વાસંતી, જયશ્રી અને રોહિણી-નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ બહેનોને એમના પિતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. સહુથી નાની રોહિણીએ 11 વર્ષની વયે મુંબઈમાં રમાયેલી પેટીટ ટુર્નામેન્ટમાં ભાગ…
વધુ વાંચો >ખેલકૂદ
ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…
વધુ વાંચો >ખોખો
ખોખો : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અત્યંત પ્રચલિત જૂની રાષ્ટ્રીય રમત. ચપળતા અને ઝડપી દોડ પર રચાયેલી આ પીછો પકડવાની (chasing) રમત આરોગ્ય અને સહનશક્તિવર્ધક તથા બિનખર્ચાળ હોવા ઉપરાંત ઓછી જગામાં રમી શકાય તેવી છે. ખોખોનું મેદાન 34 મીટર લાંબું અને 16 મીટર પહોળું હોય છે અને તેમાં બંને છેડે…
વધુ વાંચો >