Sociology
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ : અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓનું સહિયારું મંડળ. તેની સ્થાપના 1930માં સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી થઈ હતી. તેનો મુખ્ય આશય અધિકારીઓ અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે એ હતો. માલિકોની પહેલથી કર્મચારીઓ અને કામદારોના મંડળની સ્થાપના થઈ હોય એવો બનાવ વિશ્વનાં મજૂરમંડળોના ઇતિહાસમાં આ…
વધુ વાંચો >અય્યર વી. વી. એસ.
અય્યર, વી. વી. એસ. (જ. 2 એપ્રિલ 1881, વારાનગરી, જિ. ત્રિચિનાપલ્લી; અ. 3 જૂન 1925, ચેન્નઈ) : ઇંગ્લૅન્ડમાં ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનના સમર્થક. તેમનું પૂરું નામ વરાહનરી વ્યંકટેશ સુબ્રહ્મણ્ય અય્યર. અગિયાર વર્ષની વયે મૅટ્રિક. એ જ વર્ષે લગ્ન. ત્રિપુરીની સેન્ટ જૉસૅફ કૉલેજમાંથી સોળ વર્ષની વયે બી.એ. થયા પછી પશુપતિ અય્યર સાથે રંગૂન…
વધુ વાંચો >અળગાપણું
અળગાપણું (alienation) : સમાજ સાથેના સંબંધ પરત્વે વ્યક્તિનો અલગતા કે વિરક્તતાનો ભાવ. વિશ્વમાં માનવીના સ્થાન વિશેની દાર્શનિક ચર્ચાઓમાં ‘અળગાપણા’નો વિચાર ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ સમાજવિજ્ઞાનોમાં તેનો મૂળ સ્રોત કાર્લ માર્કસના સામાજિક સિદ્ધાંતમાં પડેલો છે. માર્કસનું કહેવું એમ છે કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિઓના સહકારમાં રહીને પોતાની…
વધુ વાંચો >અંત્યેષ્ટિ
અંત્યેષ્ટિ : મરણોત્તર ક્રિયા. પ્રારબ્ધપ્રાપ્ત શરીરનાં નવ (કઠોપનિષદ મુજબ 11) દ્વારમાંથી કોઈ પણ એક માર્ગે પ્રાણ સૂક્ષ્મ શરીર સાથે બહાર નીકળી જાય છે ત્યારે સ્થૂલ શરીર મૃત કહેવાય છે. શરીર નશ્વર હોવાથી અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને છેલ્લે નાશ પામે છે. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય આ ઘટનાને અલગ…
વધુ વાંચો >અંત્યોદય
અંત્યોદય : સમાજના નીચલામાં નીચલા એટલે ગરીબમાં ગરીબ રહેલા છેલ્લા માનવીનો ઉદય. ગામડાના વિકાસ માટે જે અનેક યોજનાઓ થયેલી છે તે યોજનાઓનો એક કાર્યક્રમ તે અંત્યોદય. આ કાર્યક્રમ સમાજની દરેક વ્યક્તિને ન્યૂનતમ જીવનસ્તર પ્રદાન કરવાનું લક્ષ્ય સેવે છે. આ યોજનાની શરૂઆત રાજસ્થાન સરકારે બીજી ઑક્ટોબર, 1977ના દિવસે કરી હતી, જે…
વધુ વાંચો >અંબરચરખો
અંબરચરખો : રેંટિયાનો એક આધુનિક પ્રકાર. ભારતની ધરતી પરથી લગભગ અદૃશ્ય થયેલ રેંટિયાને પુનર્જીવિત કરવાની કલ્પના મહાત્મા ગાંધીજીએ 1908માં ‘હિંદસ્વરાજ’માં કરી હતી. 1915માં સાબરમતી આશ્રમમાં સાળ વસાવી તે પર મિલનું સૂતર વણવાની શરૂઆત કરી. 1918માં આશ્રમનાં એક અંતેવાસી શ્રી ગંગાબહેને માળે ચડાવી દીધેલા રેંટિયાને વિજાપુર ગામમાંથી ખોળી કાઢ્યો ત્યારથી, એના…
વધુ વાંચો >આઇઝેન્સ્ટાટ, સૅમ્યુઅલ એન.
આઇઝેન્સ્ટાટ, સૅમ્યુઅલ એન. (જ. 10 સપ્ટેમ્બર 1923, વોરસો, પૉલેન્ડ, અ. 2 સપ્ટેમ્બર 2010, જેરુસલેમ) : વિખ્યાત સમાજશાસ્ત્રી. જેરૂસલેમની હીબ્રૂ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક અને તે વિભાગના વડા. તે સ્થાને અગાઉ આ સદીના પ્રખર ચિંતક અને સમાજશાસ્ત્રી માર્ટિન બ્યૂબર હતા. સમાજશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી આઇઝેન્સ્ટાટે વિશેષ સંશોધન માટે લંડન…
વધુ વાંચો >આઇટુક (ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, AITUC)
આઇટુક (ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, AITUC) : ડાબેરી વિચારસરણી ધરાવતા કામદારોનું અખિલ ભારતીય મંડળ. તે વેતન કમાનારાઓનું મંડળ છે. કામની શરતો અને પરિસ્થિતિને સુધારવા માટે તે રચાયેલું છે. કામદાર સંઘ ન હોય તો કામદારોને માલિકોની દયા પર જીવવું પડે અને તેઓ તેમનું શોષણ કરે. કામદાર સંગઠનનો ઉદ્દેશ ઉદ્યોગ પરનો…
વધુ વાંચો >