Sindhi literature

શહાણે, રીટા

શહાણે, રીટા [જ. 24 ઑગસ્ટ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી કવયિત્રી અને લેખિકા. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. તેઓ પુણે વિમેન્સ કાઉન્સિલ, પુણેનાં માનાર્હ સેક્રેટરી, 1987-92 દરમિયાન એમ. યુ. કૉલેજ પિમ્પરીમાં ખજાનચી; 1989-91 સુધી મહારાષ્ટ્ર સિંધી સાહિત્ય અકાદમી, મુંબઈનાં સભ્ય; મહારાષ્ટ્ર સ્ટેટ બૉર્ડ ઑવ્ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના…

વધુ વાંચો >

શાહ, અબ્દુલ કરીમ

શાહ, અબ્દુલ કરીમ (જ. 1536, મટિયારી, સિંધ; અ. 1624) : કાઝી કદાન પછીના સિંધીના બીજા જાણીતા મુખ્ય સંત કવિ. તેઓ જાણીતા સૈયદ હૈદરના સાતમા વંશજ હતા. તેઓ બાળપણથી સમા(સંગીત જલસા)માં ખૂબ રસ લેતા, જ્યાં સૂફી ગીતો સાદા ગામઠી સંગીત સાથે ગવાતાં. તે ગીતોની તેમના વિચારો અને લાગણીઓ પર ઊંડી અસર…

વધુ વાંચો >

શાહ જો રિસાલો (મુજમલ)

શાહ જો રિસાલો (મુજમલ) : સિંધના સૂફી રહસ્યવાદી શાહ અબ્દુલ લતીફ(1689-1752)ની કાવ્યકૃતિઓનું સાંગોપાંગ સંપાદન. આ ગ્રંથનું સંપાદન કલ્યાણ આડવાણી(જ. 1911)એ કર્યું હતું અને તેની પુન:સંશોધિત આવૃત્તિ 1966માં પ્રગટ થઈ હતી. તેમાં પ્રચલિત લોકવ્યવહારની વિચોલી બોલીને સાહિત્યિક ભાષામાં રૂપાંતરિત કરી હોવાથી તે ‘મુજમલ’ રિસાલો ગણાય છે. આ ગ્રંથને 1968ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

શાહ, સાબિત અલી

શાહ, સાબિત અલી (જ. 1740, મુલતાન, હાલ પાકિસ્તાન; અ. 1810) : સિંધી કવિ. તેઓ શિયા પંથના મુસ્લિમ હતા અને પોતાને જફ્ફાર સાદિકના અનુયાયી – જાફ્ફરી તરીકે ઓળખાવતા હતા. તેમણે જુદા જુદા મૌલવીઓ પાસેથી શિક્ષણ લીધું હતું. સાહિત્યિક અભ્યાસ સૈયદ ચિરાગસાહેબ પાસે કર્યો. જ્યારે મૌલવી મદારસાહેબની પ્રેરણાથી કાવ્યસર્જન કર્યું. તેઓ મૂળ…

વધુ વાંચો >

શીશે જા ઘરા

શીશે જા ઘરા (1989) : સિંધી કવિ ગોવર્ધન‘ભારતી’નો કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમાં ગઝલ, ગીતો અને અન્ય કાવ્યરૂપોનું ઠીક ઠીક વૈવિધ્ય છે. કાવ્યરચનાના પ્રકાર પ્રમાણે સંગ્રહના 3 ભાગ છે. ક્યારેક કવિ લાગણીશીલ, ક્યારેક ચિંતનશીલ, ક્યારેક ઉદ્દંડ તો ક્યારેક સૌમ્ય – એમ વિવિધ ભાવમુદ્રાઓ…

વધુ વાંચો >

શેખ, મુહમ્મદ ઇબ્રાહિમ

શેખ, મુહમ્મદ ઇબ્રાહિમ (જ. 1900; અ. 1982) : સિંધી કવિ અને ગદ્યલેખક. તેઓ ‘ખલિલ’ તખલ્લુસથી ઓળખાતા હતા. તેમણે એન. એચ. અકાદમી, હૈદરાબાદ ખાતે માધ્યમિક શિક્ષણ લીધું અને મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. તેઓ માનસિક અને ચામડીના રોગોની સારવારના વિશેષજ્ઞ બન્યા. હૈદરાબાદ (સિંધ) ખાતે 1925માં તબીબી…

વધુ વાંચો >

સચલ સરમસ્ત

સચલ સરમસ્ત (જ. 1739, દરાજ, સિંધ; અ. 14 ઑક્ટોબર 1829, દરાજ) : સૂફી મતના અવૈસી ફકીર અને સિંધી કવિ. તેમનું ખરું નામ અબ્દુલ વહાબ સલાહ-ઉદ્-દીન હતું. તેમણે ‘સચલ’ અથવા ‘સચુ’ જેવું તખલ્લુસ રાખેલું. તેનો સાહિત્યિક અર્થ થાય છે : ‘સત્યપ્રિય માનવી’ અથવા ‘સત્યપ્રિય ભક્ત’. તેઓ કાયમ ધ્યાનાવસ્થામાં રહેતા હોવાથી તે…

વધુ વાંચો >

સદા ગુલાબ (૧૯૩૦)

સદા ગુલાબ (1930) : સિંધી કેળવણીકાર, કવિ, નવલકથાકાર અને નાટ્યકાર લાલચંદ અમરડિનોમલ જગતિયાણી(1885-1954)ની અનૂદિત કૃતિ. તેમણે ઠાકુર રવીન્દ્રનાથના જાણીતા કાવ્યસંગ્રહ ‘ધ ગાર્ડનર’ના આધારે તેનો અપદ્યાગદ્ય શૈલીમાં સિંધીમાં અનુવાદ કર્યો છે. તેમાં તેમણે યુવાવયની સૂક્ષ્મ ઊર્મિઓને અભિવ્યક્ત કરી છે. તેમણે મૂળ કાવ્યના ભાવાર્થને સંપૂર્ણપણે વળગી રહીને દેશજ ભાષામાં વણી લીધો છે.…

વધુ વાંચો >

સદારંગાણી, હરુદાસ ઈસરદાસ

સદારંગાણી, હરુદાસ ઈસરદાસ (જ. 22 ઑક્ટોબર, 1913, શહેદાદપુર, જિ. નવાબશાહ, સિંધ; અ. 7 ડિસેમ્બર, 1992, દિલ્હી) : ‘ખાદિમ’ તખલ્લુસ ધરાવતા સિંધી કવિ અને ફારસી વિદ્વાન. તેમને તેમના મુક્તકસંગ્રહ ‘ચીખ’ (‘અ શ્રિક’, 1977) બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1938માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ…

વધુ વાંચો >

સસ્સી પુન્નુ

સસ્સી પુન્નુ : હાશિમ શાહ (1753-1823) રચિત કિસ્સા પ્રકારની પ્રણયકથા. તેમની આ કાવ્યમય કલ્પિત પ્રેમ-કિસ્સાની રચનાથી તેમને સારી એવી ખ્યાતિ મળી. આ પ્રેમકથાનું મૂળ સિંધમાં છે. ‘કિસ્સા’ પ્રકાર પશ્ચિમ પંજાબની કાવ્યશૈલીની વધુ નિકટ છે. આ સસ્સી પુન્નુના કિસ્સાની રચના પંજાબી સાહિત્યના પ્રારંભિક ગાળા દરમિયાન થઈ હોવી જોઈએ. તેમાં ચંદ્રને લગતી…

વધુ વાંચો >