Sanskrit literature

અવતાર અને અવતારવાદ

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

અવન્તિસુન્દરીકથા

અવન્તિસુન્દરીકથા (ઈ. સ. 65૦ની આસપાસ) : સંસ્કૃત કથા. આ કૃતિના લેખક મહાકવિ દંડી હોવાનું મનાય છે. દંડીની ત્રણ રચનાઓ ‘કાવ્યાદર્શ’ (અલંકારશાસ્ત્રની કૃતિ), ‘દશકુમારચરિત’ અને ‘અવન્તિસુન્દરીકથા’ છે; જોકે ‘અવન્તિસુન્દરીકથા’ના કર્તુત્વ વિશે વિવાદ ચાલુ છે, કારણ કે અત્યારે તે ઉપલબ્ધ નથી. ગદ્યપદ્યાત્મક આ ‘કથા’માં સાત પરિચ્છેદ છે. મુખ્યત: ગદ્યમાં લખાયેલ આ કથામાં…

વધુ વાંચો >

અવલોક

અવલોક (દશમી શતાબ્દીનો અંત; વાક્પતિરાજ મુંજનો શાસન- કાળ) : ‘દશરૂપક’ ઉપરની ધનિક-રચિત ટીકા. ધનંજય-રચિત ‘દશરૂપક’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ચાર પ્રકાશ (પ્રકરણ) અને લગભગ 3૦૦ કારિકાઓમાં લખાયેલા આ ગ્રંથમાં નાટ્યશાસ્ત્રના આધારે રૂપકો(નાટ્ય)ના ભેદ, ઉપભેદ આદિનું નિરૂપણ છે અને ચતુર્થ પ્રકાશમાં રસોનું નિરૂપણ છે. આ જ ‘દશરૂપક’ની કારિકાઓ ઉપર ધનંજયના…

વધુ વાંચો >

અવસ્થાભેદ

અવસ્થાભેદ (કાર્યાવસ્થા) : સંસ્કૃત રૂપકમાં લક્ષ્યસિદ્ધિ માટે પ્રયત્ન કરતા નાયકની માનસિક અવસ્થા. રૂપકના નાટકીય સમસ્ત ઇતિવૃત્તનો બીજ, બિન્દુ આદિ પાંચ અર્થપ્રકૃતિઓ સાથે સંબંધ હોય છે, તો એ નાટ્યના નાયકનો પોતાની લક્ષ્યની સિદ્ધિ માટે જે પુરુષાર્થ કે વ્યાપાર કરવા પડે છે, તેને પાંચ સ્થિતિઓ સાથે સંબંધ હોય છે, જેને ‘અવસ્થા’ નામ આપવામાં…

વધુ વાંચો >

અવસ્થી વિ. બચ્ચુલાલ

અવસ્થી, વિ. બચ્ચુલાલ (જ. 1918, ફરુહાઘાટ, જિ. બહરાઈચ, ઉત્તરપ્રદેશ; અ. 2005) : ઉત્તરપ્રદેશના હિંદી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અને વિવેચક. તેમને તેમના જાણીતા કાવ્ય-સંગ્રહ ‘પ્રતાનિની’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં લીધા બાદ સંસ્કૃતમાં આચાર્યની પદવી મેળવી. ત્યારપછી હિંદીમાં એમ. એ., પીએચ.…

વધુ વાંચો >

અવિદ્યા

અવિદ્યા : પદાર્થનું અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન. બુદ્ધિ (જ્ઞાન) બે પ્રકારની છે : વિદ્યા અને અવિદ્યા. પદાર્થનું જ્ઞાન તે વિદ્યા, અને અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન તે અવિદ્યા છે (વૈશેષિક સૂ. 9-2, 13). અવિદ્યાના ચાર પ્રકાર છે : સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. (1) ભિન્ન ધર્મોવાળા પદાર્થોના સમાન ધર્મોને જ જોવાથી…

વધુ વાંચો >

અવિભાગાદ્વૈત

અવિભાગાદ્વૈત : ભારતીય તત્વજ્ઞાનમાં વિજ્ઞાનભિક્ષુનો અદ્વૈત સિદ્ધાંત. આ જગતમાં અંતિમ પારમાર્થિક તત્વની દૃષ્ટિએ એકત્વ છે કે અનેકત્વ, એવા પ્રશ્નોનું સમાધાન આપતા સઘળા મતોનું ખંડન કરીને આચાર્ય વિજ્ઞાનભિક્ષુ પોતાના ‘બ્રહ્મસૂત્રવિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગાદ્વૈતનું પ્રતિપાદન નીચે મુજબ કરે છે : બ્રહ્મ એક છે; અને આ દૃશ્યમાન સકળ સચરાચર જગત એ બ્રહ્મથી ભિન્ન છે, તેમજ…

વધુ વાંચો >

અશ્વઘોષ

અશ્વઘોષ (ઈસુની પહેલી સદી) : મગધ દેશનો રાજ્યાશ્રિત કવિ. અશ્વઘોષના નામ વિશે દંતકથાઓમાંથી એક દંતકથાનુસાર કહેવાય છે કે કનિષ્ક રાજાએ મગધ પર આક્રમણ કર્યું અને મગધના રાજા પાસે બુદ્ધનું ભિક્ષાપાત્ર અને કવિ અશ્વઘોષ માગ્યાં. રાજા પોતાના માનીતા કવિને મોકલવા રાજી ન હતા અને તેથી પોતાના દરબારીઓને બતાવવા સારુ અશ્વશાળાના અશ્વો…

વધુ વાંચો >

અશ્વમેધ

અશ્વમેધ : અશ્વનો બલિ અપાય છે તે પ્રાચીન વૈદિક યજ્ઞ. અત્યંત પ્રાચીન વૈદિક યજ્ઞોમાં અશ્વમેધ મુખ્ય ગણાય છે. સમ્રાટ બનવા ઇચ્છતા  રાજાનો ઐન્દ્ર મહાભિષેક થાય તે પછી તેને આ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ યજ્ઞનો આરંભ ફાગણ કે અષાઢની સુદ આઠમ કે નોમથી થાય. આપસ્તંભને મતે ચૈત્રપૂર્ણિમાથી પણ…

વધુ વાંચો >

અષ્ટ નાયિકા

અષ્ટ નાયિકા : જુઓ, નાયિકાપ્રભેદો.

વધુ વાંચો >