Sanskrit literature
હઠયોગ (લક્ષણ અને પરિભાષા)
હઠયોગ (લક્ષણ અને પરિભાષા) : યોગનો એક કષ્ટસાધ્ય પ્રકાર. ‘હઠ’નો પ્રચલિત અર્થ પરાણે, બળજબરીપૂર્વક એવો થાય છે. પરાણે ચિત્તવૃત્તિને એકાગ્ર, સ્થિર કરવી તે ‘હઠયોગ’ છે. જ્યાં કષ્ટદાયક પદ્ધતિ દ્વારા શરીરને નિયમનમાં લેવામાં આવે તે ‘હઠયોગ’, યમ અને નિયમ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તે ‘હઠયોગ’. સ્વાત્મારામ યોગીન્દ્ર (15મી સદી)…
વધુ વાંચો >હનુમન્નાટક (મહાનાટક)
હનુમન્નાટક (મહાનાટક) : સંસ્કૃત સાહિત્યમાંનું સૌથી મોટું નાટક. શ્રી દામોદરમિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ રામકથા-આધારિત ચૌદ અંકની વિશાળકાય નાટ્યરચના છે; જેમાં શ્રીરામના જન્મથી શરૂ કરી શ્રીરામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકનાં બે સંસ્કરણ મળે છે : એક દામોદર મિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ જેમાં ચૌદ અંક અને 579 શ્લોકો છે…
વધુ વાંચો >હમ્મીરમદમર્દન
હમ્મીરમદમર્દન : ગુજરાતના ઇતિહાસ વિશેનું નાટક. આ નાટક 1223થી 1229 સુધીના સમયમાં શ્વેતાંબર જૈન આચાર્ય જયસિંહસૂરિએ લખેલું છે. લેખક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિ સુવ્રતના ચૈત્યના અધિષ્ઠાયક આચાર્ય હતા. પ્રસ્તુત નાટક મહામાત્ય વસ્તુપાળના પુત્ર જયંતની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વર દેવના યાત્રામહોત્સવમાં ભજવાયેલું. ભયાનક રસ એકલો જ નહિ, પણ આ નાટક નવે…
વધુ વાંચો >હરદત્ત (9મીથી 11મી સદી)
હરદત્ત (9મીથી 11મી સદી) : પાણિનીય સંસ્કૃત વ્યાકરણ-પરંપરાના ખ્યાતનામ વૈયાકરણ. તેઓ દક્ષિણ ભારતીય દ્રાવિડ બ્રાહ્મણ હતા. દક્ષિણ ભારતમાં પાણિનીય વ્યાકરણના પ્રસારમાં તેમનો સિંહફાળો હતો. તેમની માતાનું નામ શ્રી અને પિતાનું નામ પદ્મકુમાર હતાં. કાવેરી નદીના કિનારે આવેલા ગામના તેઓ વતની હતા. 9મીથી 11મી સદી સુધીમાં તેમનો સમય અનુમાનવામાં આવ્યો છે.…
વધુ વાંચો >હરિહર-1
હરિહર-1 (1150–1250) : હરિહર નામના શાસ્ત્રકાર. તેમણે ધર્મશાસ્ત્રના ‘વ્યવહાર પ્રકરણ’ ઉપર ગ્રંથ રચેલો જે ઉપલબ્ધ નથી. તેમણે ‘પારસ્કર ગુહ્યસૂત્ર’ ઉપર ભાષ્ય પણ રચ્યું છે. કેટલાક વિદ્વાનોના મતે તેઓ વિજ્ઞાનેશ્વરના શિષ્ય હતા. જયન્ત પ્રે. ઠાકર
વધુ વાંચો >હર્ષચરિત
હર્ષચરિત : સંસ્કૃત ભાષાનું ગદ્યલેખક મહાકવિ બાણે લખેલું આખ્યાયિકા પ્રકારનું આદર્શ ગદ્યકાવ્ય. આઠ ઉચ્છવાસોના બનેલા આ ગદ્યકાવ્યમાં પ્રારંભિક શ્લોકોમાં વ્યાસ, ભાસ, પ્રવરસેન, કાલિદાસ, હરિશ્ર્ચંદ્ર, ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ અને ‘બૃહત્કથા’ તથા આઢ્યરાજના નિર્દેશો છે. ‘હર્ષચરિત’ના પ્રારંભિક બે ઉચ્છવાસોમાં આલેખવામાં આવેલ આત્મકથાપરક વિગતોમાં બાણે પોતાના વાત્સ્યાયન વંશનું વર્ણન, વિવિધ દેશોમાં તેમણે કરેલ પરિભ્રમણ,…
વધુ વાંચો >હસુરકર શ્રીનાથ એસ.
હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય…
વધુ વાંચો >હિતોપદેશ
હિતોપદેશ : ભારતીય પશુકથાસાહિત્યનો સંસ્કૃતમાં લખાયેલો જાણીતો ગ્રંથ. નારાયણ પંડિતે હિતોપદેશની રચના પંચતંત્રને આધારગ્રંથ તરીકે રાખી પંચતંત્રની શૈલીમાં પશુપક્ષીની વાર્તાઓ દ્વારા રાજનીતિ અને જીવનવ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે. પંચતંત્રનાં પાંચ તંત્રોને બદલે તેમણે પોતાનો ગ્રંથ ચાર વિભાગોમાં રજૂ કર્યો છે. સાથે સાથે એ વિભાગોના ક્રમમાં પણ ફેરફાર કર્યો છે. ‘સંધિવિગ્રહ’…
વધુ વાંચો >હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર
હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.
વધુ વાંચો >હિરણ્યકેશિ ધર્મસૂત્ર
હિરણ્યકેશિ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.
વધુ વાંચો >