Sanskrit literature
રત્નાવલી
રત્નાવલી (ઈ. સ. 650 આશરે) : નાટ્યકાર હર્ષે સંસ્કૃત ભાષામાં રચેલી નાટિકા. ચાર અંકની બનેલી આ નાટિકામાં રાજા ઉદયન અને સિંહલદેશની રાજકુમારી રત્નાવલીની પ્રણયકથા રજૂ થઈ છે. પ્રથમ અંકમાં ‘સિંહલદેશની રાજકુમારી રત્નાવલી જેને પરણશે તે ચક્રવર્તી રાજા બનશે’ એવી ભવિષ્યવાણી પર આધાર રાખી યૌગંધરાયણ નામનો પ્રધાન રાજા ઉદયન સાથે રાજકુમારી…
વધુ વાંચો >રસગંગાધર
રસગંગાધર : ભારતીય અલંકારશાસ્ત્રનો જગન્નાથે રચેલો ગ્રંથ. શાહજહાંએ જેમને ‘પંડિતરાજ’ની પદવી આપી હતી તે જગન્નાથે આ ગ્રંથને પાંચ આનનોમાં લખવા ધારેલો, પરંતુ આ ગ્રંથનાં બે આનનો જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ બીજું આનન અપૂર્ણ રહ્યું છે. આમ છતાં અધૂરો ગ્રંથ પણ અલંકારશાસ્ત્રનો પ્રતિનિધિ-ગ્રંથ ગણાયો છે. ખાસ કરીને કાવ્યના…
વધુ વાંચો >રસતરંગિણી
રસતરંગિણી : ભાનુદત્તરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથના લેખક સોળમી સદીમાં થઈ ગયેલા. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ, તેમાં રસની વિવેચના કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ ગદ્ય અને પદ્ય ઉભયરૂપે નિબદ્ધ છે. તે પૈકી સિદ્ધાંત-સ્થાપના માટે ગદ્ય અને તેના સમર્થન માટેનાં ઉદાહરણોમાં પદ્યનો પ્રયોગ કરાયો છે. તેના કુલ આઠ વિભાગો…
વધુ વાંચો >રસમંજરી
રસમંજરી : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં રસ વિશે ભાનુદત્તે રચેલો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથનો આરંભ નાયક-નાયિકાભેદથી થાય છે. નાયિકાના પ્રકારોનું સોદાહરણ વિવેચન આ ગ્રંથનો 2/3 ભાગ રોકે છે. એ પછી નાયિકાની સખી અને દૂતીની ચર્ચા આપવામાં આવી છે. ત્યારબાદ નાયક અને તેના પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. એ પછી નાયકના પીઠમર્દ, વિદૂષક,…
વધુ વાંચો >રસરત્નપ્રદીપિકા
રસરત્નપ્રદીપિકા : ભારતીય અલંકારશાસ્ત્રનો રસ વિશે ચર્ચા કરતો અલ્લ નામના રાજાએ લખેલો ગ્રંથ. આ ગ્રંથ છ પરિચ્છેદોનો બનેલો છે. ગ્રંથના પ્રથમ પરિચ્છેદના આરંભમાં લેખક પોતાના પિતા હમ્મીર નામના પ્રતાપી રાજાનો અને એ પછી પોતાનો પરિચય આપે છે. ત્યારબાદ રસનો મહિમા, રસના દેવતાઓ, રસનું ફળ 25 જેટલી કારિકાઓમાં બતાવે છે. બીજા…
વધુ વાંચો >રંભામંજરી (1384)
રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી. આમાં કુલ 106…
વધુ વાંચો >રાજતરંગિણી
રાજતરંગિણી : કાશ્મીરી શૈવ બ્રાહ્મણ કલ્હણે સંસ્કૃત ભાષામાં રચેલું ઐતિહાસિક મહાકાવ્ય. આઠ તરંગોના બનેલા આ મહાકાવ્યમાં કાશ્મીરના ઈ. પૂ. 1100 પહેલાં થયેલા રાજા ગોવિંદથી શરૂ કરી કવિ કલ્હણના સમકાલીન રાજા હર્ષ (10891101) સુધીના રાજાઓનો ઇતિહાસ આલેખાયો છે. તેમાં એકલો ઇતિહાસ નથી, ઉત્તમ કાવ્યતત્વ પણ રહેલું છે. ‘રાજતરંગિણી’ના પ્રથમ ત્રણ તરંગોમાં…
વધુ વાંચો >રાજરાજ વર્મા, એ. આર.
રાજરાજ વર્મા, એ. આર. (જ. 1863, ચંગનાશશેરિ, ત્રાવણકોર; અ. 18 જૂન 1918, ત્રિવેન્દ્રમ્) : મલયાળમ વૈયાકરણ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ એ. આર. રાજરાજ વર્મા. કોઈત્તમ્પુરાન અને બાળપણનું નામ કોચ્ચપ્પન હતું. તેમનો જન્મ ચંગનાશશેરિના લક્ષ્મીપુરમ્ નામના મહેલમાં થયો હતો, જેનો પરંપરાગત લગ્નસંબંધ ત્રાવણકોર રાજ્યના…
વધુ વાંચો >રાજશેખર
રાજશેખર (દસમી સદીનો આરંભ) : સંસ્કૃત ભાષાના આલંકારિક આચાર્ય અને નાટ્યકાર. તેઓ મહારાષ્ટ્રના વતની હતા. તેમના કુળનું નામ ‘યાયાવર’ હતું. તેથી પોતાની જાતને તેઓ ‘યાયાવરીય’ એવા નામથી ઓળખાવે છે. તેમના પૂર્વજોમાં સુરાનંદ, તરલ, કવિરાજ અને અકાલજલદ વગેરેનો સમાવેશ થાય છે. આ પૂર્વજો વિદ્વાન કવિઓ હતા. અકાલજલદના તેઓ પ્રપૌત્ર હતા. તેમના…
વધુ વાંચો >રાણાયણી શાખા
રાણાયણી શાખા : જુઓ સામવેદ
વધુ વાંચો >