Sanskrit literature

પુરુષમેધ

પુરુષમેધ : મનુષ્યનો બલિ આપવામાં આવે તેવો ધાર્મિક વિધિ.  વૈદિક યજ્ઞમાં મનુષ્યનું બલિદાન આપવામાં આવે તેને પણ પુરુષમેધ કહે છે. પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી આજ સુધી આ ભયાનક અને ક્રૂર વિધિ પ્રચલિત છે. ઋગ્વેદના ખૂબ જાણીતા ‘પુરુષસૂક્ત’માં પરમ પુરુષે પોતાનામાંથી વિરાજ્ પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનો બલિ આપી તેનાં…

વધુ વાંચો >

પુરુષસૂક્ત

પુરુષસૂક્ત : સૃષ્ટિસર્જનની ઘટના વિશેનું 16 ઋચાનું બનેલું ઋગ્વેદના દસમા મંડળનું સૂક્ત 90. ઋગ્વેદનાં દાર્શનિક સૂક્તોમાં નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂક્ત, અસ્ય વામીય સૂક્ત વગેરે ઉલ્લેખનીય છે. સૃષ્ટિવિદ્યાવિષયક વિચારોમાં પુરુષસૂક્ત આગવું  સ્થાન ધરાવે છે. આ સૂક્તના ઋષિ નારાયણ છે અને સૃષ્ટિવિદ્યા સાથે નારાયણના વિશિષ્ટ સંબંધને કારણે આ સૂક્ત ‘નારાયણસૂક્ત’ પણ કહેવાય…

વધુ વાંચો >

પુરોહિત દેવશંકર નાનાભાઈ

પુરોહિત, દેવશંકર નાનાભાઈ (જ. 1765 આસપાસ, રાંદેર; અ.-) : દક્ષિણ ગુજરાતના એક આલંકારિક. સંસ્કૃત અલંકારગ્રંથ ‘અલંકારમંજૂષા’ના કર્તા. એ કાળનાં ગુજરાતનાં બ્રાહ્મણ ઘરાનાંઓની પરંપરા અનુસાર રામ અને દેવી તારાના ઉપાસક. ‘મંજૂષા’ ઉપરાંત તેમણે મરાઠા સેનાપતિ વિશ્વાસરાયે સિંદખેડ, ઉદગીર તથા પાણિપતનાં યુદ્ધોમાં દાખવેલા શૌર્યને વર્ણવતું ‘વિશ્વાસરાયયુદ્ધવિવરણ’  નામે મહાકાવ્ય તથા પ્રસિદ્ધ ‘અમરુશતક’ ઉપર…

વધુ વાંચો >

પૂર્વમીમાંસાદર્શન

પૂર્વમીમાંસાદર્શન : પ્રાચીન ભારતનાં છ આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યમાં કર્મકાંડ અને તત્ત્વજ્ઞાન એ બે વિષયની ચર્ચા પ્રાય: જોવા મળે છે. આમાં કર્મકાંડ વિશેની સૂક્ષ્મ વિચારણા પૂર્વમીમાંસાદર્શનમાં અને તત્ત્વજ્ઞાનવિષયક સૂક્ષ્મ વિચારણા ઉત્તરમીમાંસાદર્શન કે વેદાંતદર્શનમાં પ્રાપ્ત થાય છે. પૂર્વમીમાંસાદર્શનમાં કર્મકાંડની વાત હોવાથી તેને ‘કર્મમીમાંસાદર્શન’ કહે છે. આ દર્શનમાં…

વધુ વાંચો >

પૃથિવી

પૃથિવી : વેદમાં દેવતારૂપ ગણાયેલી પૃથ્વી. ઋગ્વેદના પૃથ્વીસ્થાનીય દેવતાઓમાં પૃથિવીનું, મહદંશે, દ્યુસ્થાનીય દેવતા દ્યૌ: સાથે સંમિલિત સ્વરૂપમાં જ નિરૂપણ થયું છે. સમગ્ર ઋગ્વેદનાં કુલ 1,028 સૂક્તોમાં ત્રણ મંત્રોવાળા માત્ર એક જ સૂક્ત(5, 84)માં અને અથર્વવેદના એક સુંદર અને સુદીર્ઘ પ્રભૂમિસૂક્ત(12, 1)માં જ, સ્વતંત્ર દેવતા તરીકે, પૃથિવીની પ્રશસ્તિ મળે છે. દ્યૌ:…

વધુ વાંચો >

પ્રતિજ્ઞાયૌગંધરાયણ

પ્રતિજ્ઞાયૌગંધરાયણ : જુઓ ભાસ

વધુ વાંચો >

પ્રતિજ્ઞાસૂત્ર

પ્રતિજ્ઞાસૂત્ર : શુક્લ યજુર્વેદનું એક પરિશિષ્ટ. શુક્લ યજુર્વેદી વેદપાઠીઓમાં સંહિતાપાઠ સાથે બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગો તેમજ પરિશિષ્ટોનો પાઠ કરવો પડે છે. શુક્લ યજુર્વેદના ઉવટ અને મહીધર એ બે ભાષ્યકારોનાં ભાષ્યો સહિત પ્રકાશિત થયેલી વાજસનેયી-માધ્યંદિન શુક્લ યજુર્વેદ સંહિતા(પ્રકાશક, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, 1978)ના અંતે ‘સભાષ્ય શુક્લ યજુર્વેદ પરિશિષ્ટાનિ’ એ શીર્ષક નીચે શુક્લ…

વધુ વાંચો >

પ્રતિનાયક (ખલનાયક)

પ્રતિનાયક (ખલનાયક) : સંસ્કૃત નાટકમાં નાયક કરતાં પ્રતિકૂળ આચરણવાળો તે પ્રતિનાયક. તે નાયકનો ઉચ્છેદ કરવાને માટે તત્પર હોય છે. તેનામાં પ્રતાપ, અભિમાન, સાહસ વગેરે ગુણો હોવા આવશ્યક છે. પ્રાય: તે ધીરોદ્ધત હોય છે. ‘દશરૂપક’ અનુસાર પ્રતિનાયક ધીરોદ્ધત, સ્તબ્ધ, પાપકર્મ કરનારો, વ્યસની અને શત્રુ હોય છે; જેમ કે, રામ અને યુધિષ્ઠિરના…

વધુ વાંચો >

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર)

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર) : કલ્પનાથી નવી વસ્તુ સર્જવાની શક્તિ ધરાવતી પ્રજ્ઞા. કલ્પનાથી કળા અને કાવ્ય વગેરે ક્ષેત્રે નવું સર્જન કરવાની સામાન્ય મનુષ્યમાં રહેલી ન હોય તેવી વિશિષ્ટ શક્તિ કળાકાર કે કવિ વગેરેમાં રહેલી હોય છે, તેને પ્રતિભા કહે છે. શબ્દશાસ્ત્રની ર્દષ્ટિએ તે પશ્યન્તી નામની વાણી ગણાય છે, કારણ કે તે…

વધુ વાંચો >

પ્રતીહારેન્દુરાજ

પ્રતીહારેન્દુરાજ : ઈ. સ. 900ના અરસામાં થયેલા સંસ્કૃત આલંકારિક, કોંકણના વતની. મુકુલભટ્ટના શિષ્ય અને આલંકારિક ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘લઘુવૃત્તિ’ નામે ટીકાના રચયિતા. એમાં એમણે ભામહ, દંડી, વામન, રુદ્રટ અને ‘ધ્વન્યાલોક’માંથી ઉદ્ધરણો આપ્યાં છે. આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતથી તેઓ સારી પેઠે પરિચિત હતા; આમ છતાં તેના તેઓ અનુયાયી ન હતા. આનંદવર્ધનના ટીકાકાર અભિનવગુપ્ત…

વધુ વાંચો >