Sanskrit literature

ઇન્દ્રવાયૂ

ઇન્દ્રવાયૂ : ઋગ્વેદનાં 7 સૂક્તોમાં સંબોધિત આ દેવતાયુગ્મ. તેમનું મહદંશે, સોમપાન માટે (सोमस्य पीतये) (1, 23, 2) આવાહન કરવામાં આવે છે. शवस्पती, सहस्राक्ष, धियस्पती જેવાં વિશેષણો ધરાવતા આ દેવો સ્તોતાઓને યુદ્ધમાં સહાય કરે છે અને જીવનોપયોગી સંપત્તિનું પ્રદાન કરે છે. જયાનંદ દવે

વધુ વાંચો >

ઇન્દ્રાગ્ની

ઇન્દ્રાગ્ની : બે યમજ ભાઈઓ, ઋગ્વેદનાં 11 સૂક્તોમાં દેવતાયુગ્મ તરીકે પ્રશસ્તિ પામેલા છે. સાથે મળીને તેમણે દાસ-નગર-ધ્વંસ, નદી-કારાગાર-મુક્તિ, દસ્યુ-વધ, રાક્ષસ-અપસારણ વગેરે અનેક પરાક્રમો કર્યાં છે. वज्रबाहु, वृत्रघ्नौ, मधोनौः, यज्ञ-ऋत्विजौ, कवी, सदस्यती વગેરે સમાન વિશેષણો ધરાવનાર ઇન્દ્ર-અગ્નિ, તેમના ઘનિષ્ઠ સંબંધને અનુલક્ષીને, એક વાર अश्विनौ તરીકે પણ સંબોધાયા છે. જયાનંદ દવે

વધુ વાંચો >

ઇન્દ્રાવરુણૌ

ઇન્દ્રાવરુણૌ : ઋગ્વેદનાં 9 સૂક્તો દ્વારા પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. સહાય, સંરક્ષણ, સમૃદ્ધિ, યશ વગેરેનો સ્તોતાઓને ઉદારતાપૂર્વક લાભ આપનાર ઇન્દ્ર અને વરુણ વૃત્ર-વધ, યુદ્ધોમાં વિજયપ્રાપ્તિ, દુષ્ટો પર વજ્રપ્રહાર, સોમપાનનો શોખ, યજ્ઞોમાં નિમંત્રણ આદિ પ્રવૃત્તિઓમાં પરસ્પર સંલગ્ન રહ્યા છે. જળ માટેની જગ્યાનું ખોદકામ અને આકાશમાં સૂર્યનું ગતિસાતત્ય જેવાં વિશ્વકલ્યાણનાં વિરાટ કાર્યો પણ…

વધુ વાંચો >

ઇન્દ્રાસોમૌ

ઇન્દ્રાસોમૌ : ઋગ્વેદનાં બે સૂક્તોમાં પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. તેમણે લોકકલ્યાણાર્થે સપ્તસિંધુને મુક્ત કરીને જળને પ્રવાહિત કર્યાં, પર્વત-ખંડન કરીને ત્યાંના ખજાના સુલભ બનાવ્યા અને વસૂકી ગયેલી ગાયોના આંચળમાં દૂધ પૂર્યું; એટલું જ નહિ, પરંતુ સૂર્યની ભાળ મેળવી એને પ્રકાશિત કર્યો, અંધકારને હાંકી કાઢ્યો, આકાશને સ્થિર કરી માતા પૃથિવીનો સ્વતંત્ર પ્રસ્તાર કર્યો…

વધુ વાંચો >

ઇષ્ટિ

ઇષ્ટિ : બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણવેલ હોમપ્રચુર યાગ. તેમાં દર્શ અને પૌર્ણમાસ આ બે પ્રકારની ઇષ્ટિ મુખ્ય છે. અમાવાસ્યાની પડવેએ થતી દર્શેષ્ટિ ને પૂર્ણિમાની પડવેએ થતી પૌર્ણમાસેષ્ટિ કહેવાય છે. આમાં યજમાન, યજમાનપત્ની ઉપરાંત બ્રહ્મા, હોતા, અધ્વર્યુ અને અગ્નિચિત્ કે આગ્નીધ્ર આ ચાર ઋત્વિજોની જરૂર પડે છે. તેમાં બ્રહ્મા સમગ્ર ઇષ્ટિયાગનો નિરીક્ષક…

વધુ વાંચો >

ઈશોપનિષદ્

ઈશોપનિષદ્ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

ઈશ્વર

ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…

વધુ વાંચો >

ઉક્થ-ઉક્થ્ય

ઉક્થ-ઉક્થ્ય : વૈદિક મંત્રસાધ્ય સ્તુતિનો એક પ્રકાર. સંગીતના સપ્ત સ્વરો વડે સાધ્ય મંત્રસ્તુતિ તે સ્તોમ કે સામ કહેવાય અને અપ્રગીત એટલે કે માત્ર સંહિતાપાઠની પદ્ધતિએ પઠિત મંત્રસ્તુતિ તે શસ્ત્ર કે ઉક્થ કહેવાય. સોમયાગોમાં સ્તોમ અને શસ્ત્ર એમ બન્ને પાઠ થાય છે. વચ્ ધાતુને ઉણાદિ યક્ પ્રત્યય લાગી ધાતુના વકારનું સંપ્રસારણ…

વધુ વાંચો >

ઉજ્જ્વલનીલમણિ

ઉજ્જ્વલનીલમણિ : 1490થી 1563માં થઈ ગયેલા રૂપ ગોસ્વામીએ રચેલો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તે કાવ્યમાલા સીરિઝ, બૉમ્બેમાં પ્રકાશિત થયેલ છે. તેમાં ભક્તિરસના વિશ્લેષણની વ્યાખ્યા અપાયેલ છે. મુખ્ય રસ પાંચ છે : શાંતિ, પ્રીતિ, પ્રેયસ, વત્સલ અને ઉજ્જ્વલ (મધુર). ભક્તિરસનો ઉત્તમ પ્રકાર તે મધુરા ભક્તિ અને તે જ ઉજ્જ્વલ રસ છે. તેમાં ઉદાહરણરૂપ…

વધુ વાંચો >

ઉણાદિ

ઉણાદિ : ‘ઉણ’ પ્રત્યયથી શરૂ થતા કર્તરિ પ્રત્યયો. પાણિનિએ તેમના 3.3.1 અને 3.4.75માં એનો નિર્દેશ કર્યો છે. શાકટાયન નામના વૈયાકરણે ઉણાદિ પ્રત્યયોનાં સૂત્રોને દસ પાદોમાં વિભાજિત કરીને સ્વતંત્ર રૂપે એકત્રિત કર્યાં છે. તેમાંથી 5 પાદનાં 748 સૂત્રો ‘સિદ્ધાંતકૌમુદી’માં લેવામાં આવ્યાં છે. સંસ્કૃત નામો ધાતુ(આખ્યાત)માંથી જ બને છે તેવું પ્રતિપાદન ઉણાદિ…

વધુ વાંચો >