Religious mythology

હયગ્રીવ (બૌદ્ધદેવતા)

હયગ્રીવ (બૌદ્ધદેવતા)  : આ બૌદ્ધ દેવનાં બે સ્વરૂપોની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. દેવ જ્યારે પોતાના મસ્તક પર અમિતાભ બુદ્ધને ધારણ કરે છે ત્યારે તે સ્વરૂપ સપ્તસટિક હયગ્રીવ તરીકે ઓળખાય છે. રક્તવર્ણના આ દેવ એક મુખ અને ત્રિનેત્ર ધરાવે છે. મુખ પર દાઢી છે. કંઠમાં ખોપરીઓની માળા ધારણ કરેલી છે. તેમના…

વધુ વાંચો >

હરગોવિંદ ગુરુ

હરગોવિંદ, ગુરુ (જ. 14 જૂન 1515, ગુરુકી વડાલી, જિ. અમૃતસર; અ. ?, કિરતપુર, પંજાબ) : શીખોના છઠ્ઠા ગુરુ તથા અમૃતસર ખાતેના શીખોનાં પવિત્ર સ્થળો સુવર્ણ મંદિર, હરમંદિર સાહેબ તથા અકાલ તખ્તના નિર્માતા. પિતા ગુરુ અર્જુનદેવજી શીખ ધર્મના પાંચમા ગુરુ હતા. માતાનું નામ ગંગાદેવી. શીખોના છઠ્ઠા ગુરુ તરીકે જેઠ વદ 14,…

વધુ વાંચો >

હરિકૃષ્ણ રાય ગુરુ

હરિકૃષ્ણ રાય, ગુરુ (જ. 7 જુલાઈ 1656, કિરાતપુર; અ. 30 માર્ચ 1664, દિલ્હી) : શીખ ધર્મના આઠમા ગુરુ. પિતાનું નામ ગુરુ હરિરાય, જેઓ શીખોના સાતમા ગુરુ હતા. માતાનું નામ કિશનકૌર. તેઓ વિક્રમ સંવત 1718(ઈ. સ. 1776)ના રોજ ગાદી પર બેઠા હતા; પરંતુ માત્ર પાંચ વર્ષની ટૂંકી મુદત બાદ તેમનું અવસાન…

વધુ વાંચો >

હરિમંદિર

હરિમંદિર : જુઓ ગુરુદ્વારા.

વધુ વાંચો >

હરિરાય ગુરુ

હરિરાય ગુરુ (જ. 2 ફેબ્રુઆરી 1585, કિરતપુર, જિલ્લો રોપડ, પંજાબ; અ. 1661, કિરતપુર, પંજાબ) : શીખ ધર્મના સાતમા ગુરુ. પિતાનું નામ બાબા ગુરદિતા. માતાનું નામ નિહાલકૌર. તેમના ગુરુપદ દરમિયાન ભારત પર ઔરંગઝેબનું શાસન ચાલતું હતું. શીખ ધર્મને સંગઠિત રાખવા તથા તેના પ્રચાર માટે તેમણે પંજાબ રાજ્યનાં દોઆબા અને માલવા ક્ષેત્રનો…

વધુ વાંચો >

હરિવંશ

હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી.…

વધુ વાંચો >

હરિહર

હરિહર : શિવ અને વિષ્ણુનું સંયુક્ત રૂપ અને તેનાં મંદિરો. કર્ણાટકના શિમોગા જિલ્લામાં વિશાળ ગુહારણ્ય હતું. ત્યાં ગુહ નામનો અસુર ઋષિઓને બહુ ત્રાસ આપતો હતો અને યજ્ઞ ભંગ કર્યા કરતો. ત્રાસેલા દેવોની ફરિયાદથી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને ‘હરિહર’નું સંયુક્ત રૂપ લઈને ગુહને હણ્યો. આથી આ અરણ્ય હરિહરનું તીર્થક્ષેત્ર બન્યું.…

વધુ વાંચો >

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય : શ્રીરામ અને શ્રીકૃષ્ણને મહત્વ આપતો આધુનિક વૈષ્ણવ સંપ્રદાય. શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ(ઈ. સ. 1486–1533)નો પ્રાદુર્ભાવ બંગાળમાં થયો હતો. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય એમણે સ્થાપ્યો હતો. પૂર્વ ભારતમાં એમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો. મહાપ્રભુએ સંકીર્તન યજ્ઞની અલૌકિક પદ્ધતિ પ્રસ્તુત કરી છે. ભગવાનનું નામ ગાવાની આ પદ્ધતિ મનુષ્યમાત્રને મુક્તિ અપાવે…

વધુ વાંચો >

હસન બસરી

હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…

વધુ વાંચો >

હસન બિન સબ્બાહ

હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…

વધુ વાંચો >