Religious mythology
જન્માષ્ટમી
જન્માષ્ટમી : સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ 8 (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ 8)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. કંસે પોતાની…
વધુ વાંચો >જપ
જપ : વિધિવિધાનપૂર્વક કોઈ મંત્રને અનેકવાર ઉચ્ચારવો તે. મન સમક્ષ વારંવાર જપાતા મંત્રના અર્થની આકૃતિ ખડી થાય તે રીતે મંત્ર જપાય. શાસ્ત્રમાં જપના 3 પ્રકારો માનવામાં આવ્યા છે : (1) માનસ જપ, (2) ઉપાંશુ જપ અને (3) વાચિક જપ. મનથી જપ કરવામાં આવે એટલે મંત્રનો અર્થ મન સમક્ષ ખડો થાય…
વધુ વાંચો >જપજી
જપજી : ગુરુ નાનકદેવની એક ખાસ બાની. માનાર્થે જી શબ્દ જપ શબ્દની સાથે જોડવામાં આવે છે. તેને જપજી કે જપજીસાહેબ પણ કહેવામાં આવે છે. આ ગુરુબાની શીખ સમુદાયના નિત્યનિયમનું મૂળ અંગ છે અને ગુરુ ગ્રંથસાહેબની શરૂઆતમાં આવે છે. જપજીનાં 38 પદો છે અને દરેક પદને પૌડી (પગથિયું) કહેવામાં આવે છે.…
વધુ વાંચો >જમદગ્નિ
જમદગ્નિ : ઉત્તર વૈદિક કાળના ઋષિ. ભૃગુ ઋષિના કુળમાં જન્મેલા ઋચીક અને ગાધિરાજાની પુત્રી સત્યવતીના પુત્ર. આ ઋષિના નામનો સીધો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં નથી મળતો; પરંતુ તૈત્તિરીય સંહિતા –કૃષ્ણ યજુર્વેદ(7-1-9-1)માં એના બે વંશજોનો નામોલ્લેખ કર્યા વિના પરોક્ષ નિર્દેશ થયેલો જોવા મળે છે. પંચવિંશ બ્રાહ્મણ(21-10-6)માં બતાવ્યા પ્રમાણે આ ‘ઔર્વ’ ભાઈઓ હતા.…
વધુ વાંચો >જમાલુદ્દીન દાના
જમાલુદ્દીન દાના (જ. 1493, જનૂક, ઈરાન; અ. 22 મે 1607, સૂરત) : માનવતાવાદી સૂફી સંત. નામ સૈયદ જમાલુદ્દીન અને ઇલકાબ ‘ખ્વાજા દાના’ હતો. પિતાનું નામ બાદશાહ ખ્વાજા પરદાપોશ. પિતા શાહ ઇસ્માઇલ સફવીના રાજ્યઅમલમાં ઈરાનમાં શહીદ થયા હતા. તેમના પિતાના શિષ્ય ખ્વાજા સૈયદ હસન અતાએ નદીકિનારે એક જંગલમાં 12 વર્ષ સુધી,…
વધુ વાંચો >જયવંતસૂરિ (સોળમી સદી)
જયવંતસૂરિ (સોળમી સદી) : અપરનામ ગુણસૌભાગ્યસૂરિ. જૈન સાધુ. વડતપગચ્છની રત્નાકર શાખામાં વિનયમંડન ઉપાધ્યાયના સૌથી નાના શિષ્ય. ‘કાવ્યપ્રકાશ’ની ટીકાની પ્રત લખાવડાવી જ્ઞાનભંડારમાં મુકાવવાનો રસ ધરાવનાર આ સાધુકવિ કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સમસ્યાબંધો, સંગીતશાસ્ત્ર, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરા તથા લોકવ્યવહારની ઊંડી અભિજ્ઞતા દર્શાવે છે અને પોતાની ‘પંડિત’ એવી ઓળખ સાર્થક કરે છે તથા પોતાની કૃતિઓમાં…
વધુ વાંચો >જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ)
જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. અંચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. 1364માં આચાર્યપદ પ્રાપ્ત થયું. 1406 સુધીની એમની રચનાઓ મળે છે. ખંભાતની રાજસભાએ એમને ‘કવિચક્રવર્તી’નું બિરુદ આપેલું. ‘જૈન કુમારસંભવ’ નામક પોતાની રચનામાં તેમણે પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃતના પ્રખર જ્ઞાતા આ સાધુકવિના અનેક વિદ્વાન…
વધુ વાંચો >જરથોસ્તી ધર્મ
જરથોસ્તી ધર્મ ધર્મને જરથોસ્તીઓ ‘દીન’ કે ‘દએના’ કહે છે. [દએના = અંત:કરણમાં શ્રદ્ધાનો ભાવ.] જરથુષ્ટ્રની પહેલાં હોમા પયગંબરે, માઝદયશ્ની દીન દ્વારા એકેશ્વરવાદ સ્થાપ્યો હતો. તે પહેલાં દેવયશ્ન (અલગ દેવોની પૂજા) હતી. તેથી ધર્મગુરુઓમાં ફાંટા પડ્યા. પ્રજાની એકતા જોખમાઈ. આ કારણે ‘દેવ’ શબ્દને ધર્મવિરોધી ગણ્યો છે. ઈરાનમાં કયાની વંશ હતો ત્યારે…
વધુ વાંચો >જલાલી એહમદાબાદી
જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ.…
વધુ વાંચો >જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)
જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…
વધુ વાંચો >