Religious mythology
ક્રૉસ
ક્રૉસ : ખ્રિસ્તી ધર્મનું ખાસ ચિહ્ન. ખ્રિસ્તી દેવળો, નિવાસસ્થાનો, કબ્રસ્તાનો વગેરેમાં જાતજાતના ક્રૉસ જોવા મળે છે. ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને અન્ય ધર્મવિધિઓ ક્રૉસની નિશાનીથી શરૂ થાય છે. ભૂતપ્રેતની બીકથી બચવા, જોખમોનો સામનો કરવા, શુભ શુકનો દર્શાવવા વગેરે માટે ઘણા ઈસુપંથીઓ ગળે ક્રૉસ પહેરે છે. આવી ક્રૂસભક્તિ અને આસ્થાનું કારણ એ છે…
વધુ વાંચો >ક્વેકર્સ
ક્વેકર્સ : ‘ધ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ’ તરીકે ઓળખાતો ખ્રિસ્તી ધર્મનો સંપ્રદાય, જે ઇંગ્લૅન્ડમાં સત્તરમી સદીમાં આંતરવિગ્રહના સમયે શરૂ થયેલો. તેના મૂળ પ્રવર્તક જ્યૉર્જ ફૉક્સ હતા. તેમની માન્યતા પ્રમાણે ઈશુ ખ્રિસ્ત અન્ય કોઈ માધ્યમ સિવાય સીધા જ તેમના અનુયાયીઓને પ્રાપ્ત થાય છે. તે બાહ્ય આચાર કે કર્મકાંડને બદલે અંત:પ્રેરણા અને મનશ્ચક્ષુને…
વધુ વાંચો >ક્ષેત્રપાલ
ક્ષેત્રપાલ : ગામ કે શહેરના રક્ષક દેવતા. ગામ અને શહેરના રક્ષણ માટે દુષ્ટ જીવો અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ક્ષેત્રપાલનું મંદિર ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. જો મંદિર પશ્ચિમાભિમુખ હોય તો ઉત્તમ ગણાય છે, દક્ષિણાભિમુખ હોય તો મધ્યમ અને પૂર્વાભિમુખ હોય તો અધમ પ્રકારનું ગણાય છે. ક્ષેત્રપાલની મૂર્તિ ઊભેલી…
વધુ વાંચો >ખપુટાચાર્ય
ખપુટાચાર્ય (ઈ.પૂ. 63ના અરસામાં હયાત) : જૈન શાસનના રક્ષક, મંત્રવિદ્ અને વિદ્યાસિદ્ધ જૈન આચાર્ય. ભરૂચ અને ગુડશસ્ત્રપુર તેમની વિહારભૂમિ હતી. કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર લાટદેશના ભરૂચમાં ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના ઉત્તરાર્ધમાં શાસન કરતા હતા ત્યારે તેઓ ભરૂચમાં વસતા હતા. તેમણે બૌદ્ધોને વાદવિવાદમાં પરાજિત કરી જૈન શાસનની રક્ષા કરી હતી. તેમના ચમત્કારો…
વધુ વાંચો >ખલીફા
ખલીફા : મુસ્લિમોના ધાર્મિક અને દુન્યવી બાબતોના વડા. મહમ્મદ પયગંબરના 632માં મૃત્યુ બાદ તેમના વારસો તરીકે તેઓ મુસ્લિમ કોમની રાજકીય, દુન્યવી અને ધાર્મિક બાબતો અંગે નિર્ણાયક સત્તા ધરાવતા હતા. પ્રારંભના ખલીફાઓની ચૂંટણી થતી પણ પાછળથી આ પદ વંશપરંપરાગત બની ગયું. તેમને ધાર્મિક બાબતો અંગે અર્થઘટન કરવાની સત્તા ન હતી પણ…
વધુ વાંચો >ખંડોબા
ખંડોબા : મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બહુજનસમાજના અત્યંત લોકપ્રિય કુળદેવ. તેમને મલ્લારિ, મલ્લારિ-માર્તંડ, મ્હાળસાકાન્ત, મૈલાર, મૈરાળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ બંને રાજ્યોની લગભગ બધી ન્યાતોમાં તેમના ઉપાસકો સાંપડે છે. મુસલમાનોમાં પણ તેમના પૂજકો છે અને તે મલ્લુખાન નામથી ઓળખાય છે. ઔરંગઝેબે તેને અજમતખાન એટલે કે અત્યંત પવિત્ર પુરુષના નામથી…
વધુ વાંચો >ખારાવાલા, અમરદાસબાપુ
ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં –…
વધુ વાંચો >ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા)
ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા) : ઇસ્લામના સૌથી જૂના સંપ્રદાયના અનુયાયી. તેમણે માત્ર શ્રદ્ધા અથવા કર્મ પર આધારિત રાજ્ય વિશે પ્રશ્નો પ્રસ્તુત કર્યા. ઇસ્લામના રાજકીય ઇતિહાસમાં તેમના સતત બળવાની માહિતી મળે છે; પરિણામે કેટલાક પ્રાંતો થોડા વખત માટે તેમના કબજા હેઠળ આવેલા તેથી હજરત અલીની ખિલાફતનાં છેલ્લાં બે વર્ષોમાં…
વધુ વાંચો >ખાલસા
ખાલસા : શીખોનો સંપ્રદાય. ખાલસા એટલે શુદ્ધ માર્ગ. આ સંપ્રદાયની સ્થાપના દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહે 1699માં કરી હતી. ખાલસા દ્વારા તેમણે શીખોને સંગઠિત બની ધાર્મિક તેમજ નૈતિક શૌર્ય દાખવવા આજ્ઞા કરી અને સિંહના જેવું મર્દાનગીભર્યું જીવન ગુજારવાનો આદેશ આપ્યો. આ બાબતની સ્મૃતિ સતત તાજી રહે એ માટે પુરુષોના નામના…
વધુ વાંચો >ખોજા
ખોજા : શિયા સંપ્રદાયની એક મુસલમાન કોમ. તેમના ધાર્મિક વડા આગાખાન છે. આ કોમ લોહાણામાંથી ધર્માંતર કરી ઇસ્લામ ધર્મ સ્વીકારવાથી બની હોવાનું મનાય છે. આ કોમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વેપારી કોમ છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે ખેતી કરનાર કોમ છે. મુંબઈ જેવા શહેરમાં દૂધનો ધંધો કરે છે. ગુજરાત ઉપરાંત…
વધુ વાંચો >