psychology

વર્તનવાદ (Behaviourism)

વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે. વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં, સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’…

વધુ વાંચો >

વર્ધીમર મૅક્સ

વર્ધીમર મૅક્સ (જ. 15 એપ્રિલ 1880, પ્રાગ ચેકોસ્લોવૅકિયા; અ. 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમદૃષ્ટિવાદના મુખ્ય પ્રવર્તક. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્ધીમર મૅક્સનું નામ જાણીતું છે. રચનાવાદ, કાર્યવાદ તેમજ સાહચર્યવાદમાંથી કોઈ પણ સંપ્રદાયે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અભ્યાસ કર્યો ન હતો; પણ સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાને (Gestalt psychology) સૌપ્રથમ પ્રત્યક્ષ જ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ…

વધુ વાંચો >

વલણ (મનોવલણ) (attitude)

વલણ (મનોવલણ) (attitude) : માણસના અન્ય લોકો સાથેના વ્યવહારો કે જૂથોમાં તેની આંતરક્રિયા. સાંસ્કૃતિક ઘટકો સાથે આદાનપ્રદાનના સંબંધો; વ્યક્તિઓ, વિચારો કે ઘટનાઓ પ્રત્યેના તેના પ્રતિભાવો  બધું જ, આ દરેકના સંદર્ભમાં તેનામાં બંધાયેલાં વલણોનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ રૂઢિવાદી કે સુધારાવાદી, કોમવાદી કે લોકશાહીવાદી, નસબંધવાદી…

વધુ વાંચો >

વિચારક્રિયા

વિચારક્રિયા : આંતરિક મનોવ્યાપારને લગતી ક્રિયા. આ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. તેમાં ઇન્દ્રિયો દ્વારા વાતાવરણમાંથી એકત્ર કરવામાં આવતી અથવા ભૂતકાળના અનુભવની સ્મૃતિમાં સંગ્રહાયેલી માહિતી ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. વિચારક્રિયાને પરિણામે પ્રાપ્ત માહિતીનું રૂપાંતરણ થાય છે; તેમાં અનુમાન કરવું, અમૂર્તીકરણ કરવું, તર્ક કરવો, કલ્પના કરવી, નિર્ણય કરવો, સમસ્યા ઉકેલવી…

વધુ વાંચો >

વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour)

વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour) : હસવું અને હસતા રહેવાની પ્રકૃતિ. હસવું-હાસ્ય એ કેવળ માનવી માટે જ શક્ય છે. સામાન્યત: માનવેતર પ્રાણીઓમાં હસવાની વૃત્તિ અને હાસ્ય-વિનોદ માણવાની શક્તિ હોતી નથી. હસવું – વિનોદ એ માણસજાત માટે કેટલી મોટી અને મૂલ્યવાન ભેટ છે. એ અનેક તત્વજ્ઞો, ચિંતકો, સાહિત્યકારોનાં…

વધુ વાંચો >

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination) : માત્ર વિચારની કક્ષાએ અનુભવાતી વસ્તુઓ કે ઘટનાઓને ખરેખરી વસ્તુ કે ઘટના તરીકે સ્વીકારી લેવાની ભૂલભરેલી જ્ઞાનાત્મક ક્રિયા. જેને માટે કોઈ બંધબેસતા બાહ્ય ઉદ્દીપનનો આધાર હોતો નથી એવું ખોટું પ્રત્યક્ષ જ્ઞાન; દા.ત., વાતાવરણ તદ્દન શાંત હોવા છતાં અવાજો ‘સાંભળવા’, જે ખરેખર હાજર જ નથી એવી વસ્તુઓ કે…

વધુ વાંચો >

વિલિયમ, જેમ્સ (William James)

વિલિયમ, જેમ્સ (William James) (જ. 11 જાન્યુઆરી 1842; અ. 26 ઑગસ્ટ 1910, ન્યૂહેમ્પશાયર) : અમેરિકામાં આધુનિક મનોવિજ્ઞાનનો પાયો નાખનાર વિદ્વાન મનોવિજ્ઞાની. તેઓ નવીન મનોવિજ્ઞાનના પથદર્શક હતા. પ્રખ્યાત અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સ તેમના ભાઈ હતા. એમની બહેન એલિસ પણ અમેરિકન સાહિત્યક્ષેત્રે જાણીતાં હતાં. ન્યૂયૉર્ક શહેરમાં વિલિયમ જેમ્સનું કુટુંબ રહેતું હતું. તે…

વધુ વાંચો >

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology)

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology) : મનના વિસ્તારો, વ્યક્તિત્વનું માળખું અને પ્રકારો વગેરે વિશેના મનશ્ચિકિત્સક કાર્લ યુંગના સિદ્ધાંતો, તેમજ મનોવિશ્લેષણ કરવાનો તેમનો અભિગમ અને પદ્ધતિ રજૂ કરતું મનોવિજ્ઞાન. યુંગે મનના ત્રણ વિસ્તારો દર્શાવ્યા છે : ચેતન મન, વ્યક્તિગત અચેતન મન અને સામૂહિક અચેતન મન. ચેતન મન સૌથી બહાર, સપાટી ઉપર હોય…

વધુ વાંચો >

વુન્ટ, વિલ્હેમ

વુન્ટ, વિલ્હેમ (જ. 16 ઑગસ્ટ 1832, નેકારૉવ, બડીન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1920) : જર્મન મનોવિજ્ઞાની તથા શરીરવિજ્ઞાની. મનોવિજ્ઞાનને આધુનિક વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે. વિલ્હેમ વુન્ટનું પ્રારંભિક શિક્ષણ પાદરીની દેખરેખ હેઠળ થયું હતું. બાલ્યાવસ્થામાં તેમનાં નાનાં ભાઈબહેનોનાં મૃત્યુ થતાં કુટુંબજીવનમાં એકલા જ હોવાથી એકાકી…

વધુ વાંચો >

વૂડવર્થ, રૉબર્ટ એસ.

વૂડવર્થ, રૉબર્ટ એસ. (જ. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; અ. 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક…

વધુ વાંચો >