Political science
રૉબિન્સન, હરક્યુલીસ (સર)
રૉબિન્સન, હરક્યુલીસ (સર) (જ. 19 ડિસેમ્બર 1824, રોઝમીડ, આયરલૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1897, લંડન) : કેપ કૉલોનીના ગવર્નર અને દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હાઈ કમિશનર. તેમના આ વહીવટી સત્તાકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રદેશમાં હિંદી વસાહતીઓ કે જે કૂલી તરીકે ઓળખાતા હતા, તેમના માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા અને તેમના…
વધુ વાંચો >રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા
રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા (જ. 1758, અરાસ, ફ્રાન્સ; અ. 28 જુલાઈ 1794, પૅરિસ) : ફ્રેન્ચ રાજ્યક્રાંતિના વિખ્યાત અને વિવાદાસ્પદ નેતા. આખું નામ મૅક્સિમિલિયન મારી ઇસિડોર. ગરીબ પરિવારમાં જન્મ. શિષ્યવૃત્તિ મળતાં પૅરિસ ખાતે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના વતન અરાસમાં વકીલાત શરૂ કરી. દરમિયાન લોકશાહી રાજ્યવ્યવસ્થા અંગેના રૂસોના સિદ્ધાંતથી પ્રભાવિત થયા. 1789માં રાષ્ટ્રીય…
વધુ વાંચો >રૉમેલ, અર્વિન
રૉમેલ, અર્વિન (જ. 15 નવેમ્બર 1891, વુર્ટેમ્બર્ગ હિડેનહિમ; અ. 14 ઑક્ટોબર 1944, હેરલિંગેન) : વિરલ, હિંમતવાન અને બાહોશ જર્મન સેનાપતિ. એક શિક્ષકનો પુત્ર. તે 1910માં માત્ર 19 વર્ષની વયે સૈન્યમાં જોડાયો, 1912માં લેફ્ટનન્ટ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે 23 વર્ષનો હતો. પાયદળ ટુકડીમાં પોતાની કાબેલિયતને કારણે બહાદુરી માટેનો ‘આયર્ન-ક્રૉસ’ તેણે…
વધુ વાંચો >રૉય, બિધાનચંદ્ર (ડૉ.)
રૉય, બિધાનચંદ્ર (ડૉ.) (જ. 1 જુલાઈ 1882, પટણા; અ. 1 જુલાઈ 1962, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી, વિખ્યાત ડૉક્ટર તથા ભારતરત્ન ઍવૉર્ડના વિજેતા. ખુલના જિલ્લા(હાલ બાંગ્લાદેશમાં)ના શ્રીપુરના મહારાજા પ્રતાપાદિત્ય ઑવ્ જેસોરના તેઓ કુટુંબી હતા. પિતા પ્રકાશચંદ્ર એકેશ્વરવાદી હતા અને બ્રહ્મોસમાજમાં જોડાયેલા. તેમના પિતા ડેપ્યુટી મૅજિસ્ટ્રેટ…
વધુ વાંચો >રૉય, માનવેન્દ્રનાથ
રૉય, માનવેન્દ્રનાથ (જ. 21 માર્ચ 1887, અરબેલિયા, પશ્ચિમ બંગાળ; અ. 24 જાન્યુઆરી 1954, દહેરાદૂન) : પ્રારંભે સામ્યવાદી, અને નવમાનવવાદી વિચારધારાના પિતા. મૂળ નામ નરેન્દ્ર ભટ્ટાચાર્ય. પિતા દીનબંધુ ભટ્ટાચાર્ય અને માતા બસંતકુમારી. કિશોર-વયથી જ રૉય સ્વાધીનતા-આંદોલનના એક સૈનિક બની ચૂક્યા હતા. બંગભંગ વિરોધી આંદોલનની ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં તે જોડાયા. સરઘસ…
વધુ વાંચો >રહોડ્ઝ, સેસિલ જૉન
રહોડ્ઝ, સેસિલ જૉન (જ. 5 જુલાઈ 1853, હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1902, કિમ્બરલી, દ. આફ્રિકા) : બ્રિટિશ રાજદ્વારી પુરુષ અને હીરા-ઉદ્યોગના બેતાજ બાદશાહ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યને દક્ષિણ આફ્રિકામાં વિસ્તારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વધુમાં વધુ જહેમત ઉઠાવેલી. તે પાદરીના પુત્ર હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં તેમનો એક ભાઈ કપાસની ખેતી…
વધુ વાંચો >લખનૌ કરાર
લખનૌ કરાર : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ડિસેમ્બર 1916માં લખનૌ મુકામે કરેલ સમજૂતી. આ કરાર દ્વારા રાષ્ટ્રહિત માટે કૉંગ્રેસે લીગને મનાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે કૉંગ્રેસ અલગ અને કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છતાં, તેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, એટલું જ નહિ પરંતુ…
વધુ વાંચો >લશ્કરી કાયદો (martial law)
લશ્કરી કાયદો (martial law) : રાજકીય કે અન્ય પ્રકારની અસાધારણ કટોકટીને પહોંચી વળવા માટે નાગરિક પ્રશાસનનો કામચલાઉ ધોરણે અંત લાવી પ્રશાસનની કામગીરી લશ્કરને સોંપવી તે. લશ્કરી કાયદા હેઠળ પ્રશાસનની જવાબદારી દેશના લશ્કરને સોંપવામાં આવે છે. સમગ્ર દેશ પર અથવા દેશના અમુક વિસ્તાર પર તેનો અમલ કરવામાં આવે છે. દેશ પર…
વધુ વાંચો >લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન
લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન : સૂરતમાં 1878માં લાઇસન્સ-ટૅક્સના વિરોધમાં થયેલ આંદોલન. બ્રિટિશ સરકારે 1878માં લાઇસન્સ-ટૅક્સ નામનો નવો કર નાખ્યો. દેશના જુદા જુદા પ્રદેશોમાં દુકાળ પડ્યો હતો. તેમાં સરકારે કરેલા ખર્ચને પહોંચી વળવા આ કર નાખ્યો હતો. તેનો પ્રતિકાર કરવાની શરૂઆત મુંબઈના લોકોએ કરી હતી. સૂરતમાં આ નવા કરનો પ્રતિકાર કરવા આંદોલનની શરૂઆત…
વધુ વાંચો >લામાર્તિન, આલ્ફૉન્સ દ
લામાર્તિન, આલ્ફૉન્સ દ (જ. 21 ઑક્ટોબર 1790, માકો, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1869, પૅરિસ) : ફ્રેન્ચ કવિ અને રાજપુરુષ. ફ્રેન્ચ સાહિત્યમાં રોમૅન્ટિક ચળવળના મુખ્ય પ્રચારકોમાંના એક. ફ્રાન્સની રાજ્યક્રાંતિ વખતે, ભયાનક ત્રાસ તરીકે ઓળખાયેલા કપરા જુલમી સમયમાં તેમના ઉમરાવ પિતા ગિલોટિનના માંચડે ચડતાં માંડ માંડ બચી ગયેલા. આલ્ફૉન્સનું શિક્ષણ બેલી મુકામે…
વધુ વાંચો >