Political science

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…

વધુ વાંચો >

યોશીડા, શિગેરુ

યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ…

વધુ વાંચો >

રકોસી, માટયાસ

રકોસી, માટયાસ (જ. 1892; અ. 1963) : હંગેરીના અગ્રણી ઉદ્દામવાદી સામ્યવાદી નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી. તેઓ હંગેરીના સામ્યવાદી નેતા બાલા કૂન (1886–1939)ના રાજકીય અનુયાયી હતા. સમય જતાં તેઓ સોવિયત સંઘના સર્વેસર્વા જોસેફ સ્ટાલિન(1879–1953)ના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સ્ટાલિનની દોરવણી મુજબ રકોસીએ બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં હંગેરીમાં સામ્યવાદી પક્ષને મજબૂત…

વધુ વાંચો >

રણદિવે, બી. ટી.

રણદિવે, બી. ટી. : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ મહામંત્રી. આખું નામ ભાલચંદ્ર ત્ર્યંબક રણદિવે. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. શિક્ષણ દરમિયાન આઝાદીની લડતમાં ભાગ લીધો અને તે માટે ચારેક વાર જેલવાસ પણ ભોગવ્યો. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન ડાબેરી વિચારસરણી તરફ ઝૂક્યા અને સામ્યવાદી પક્ષના નેજા હેઠળના ‘આઇટુક’(ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન…

વધુ વાંચો >

રબડીદેવી

રબડીદેવી (જ. જૂન 1959, સાલાર કાલાન ગામ, ગોપાલગંજ, જિ. બિહાર) : બિહારનાં મહિલા-મુખ્યમંત્રી. માત્ર પ્રાથમિક શિક્ષણ ધરાવનાર આ મુખ્યમંત્રી ગ્રામીણ વાતાવરણમાં ઊછર્યાં હતાં. 14 વર્ષની બાળવયે તે સમયના વિદ્યાર્થીનેતા લાલુપ્રસાદ યાદવ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નજીવનના પ્રારંભથી માત્ર ગૃહિણી તરીકે ઘરેળુ જવાબદારી સંભાળતાં. તેઓ રાજકીય અને જાહેર જીવનનો નહિવત્ અનુભવ ધરાવે…

વધુ વાંચો >

રસેલ, જૉન (લૉર્ડ)

રસેલ, જૉન (લૉર્ડ) (જ. 18 ઑગસ્ટ 1792, લંડન; અ. 28 મે 1878, રિચમંડ પાર્ક, સરે, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન (1846થી 1852 અને 1865થી 1866). તેમનો જન્મ અમીર કુટુંબમાં થયો હતો. એ બેડફર્ડના છઠ્ઠા ડ્યૂકના ત્રીજા પુત્ર હતા. નાનપણમાં ખરાબ તબિયતને કારણે જાહેર શાળામાં અભ્યાસ કરવાને બદલે એમણે પોતાના ઘરે…

વધુ વાંચો >

રસ્ક, ડીન  ડેવિડ ડીન રસ્ક

રસ્ક, ડીન  ડેવિડ ડીન રસ્ક (જ. 9 ફેબ્રુઆરી 1909, ચેરોકી કાઉન્ટી, જ્યૉર્જિયા રાજ્ય; અ. 20 ડિસેમ્બર 1994) : જૉન કૅનેડી અને લિન્ડન બી. જૉન્સનના શાસન હેઠળ અમેરિકાના ગૃહમંત્રી અને અમેરિકાની વિયેટનામ નીતિના પ્રખર સમર્થક. તેઓ 1931માં ડેવિડસન કૉલેજમાંથી સ્નાતક થયા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની સેંટ જૉન કૉલેજમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી.…

વધુ વાંચો >

રહી, ડૉ. સીંગમૅન

રહી, ડૉ. સીંગમૅન [જ. 26 એપ્રિલ 1875, વ્હાનઘાઈ (Whanghae), કોરિયા; અ. 19 જુલાઈ 1965, હોનોલુલુ] : કોરિયાના રાજનીતિજ્ઞ અને રિપબ્લિક ઑવ્ કોરિયા(દક્ષિણ કોરિયા)ના પ્રથમ પ્રમુખ (1948-60). તેમણે પ્રારંભમાં પરંપરાગત અને પ્રશિષ્ટ શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ મેથડિસ્ટ સ્કૂલમાં દાખલ થયા જ્યાં અંગ્રેજી શીખ્યા. શિક્ષણના પ્રભાવે પ્રખર રાષ્ટ્રવાદી અને ખ્રિસ્તી બન્યા. 1896માં…

વધુ વાંચો >

રંગા, એન. જી.

રંગા, એન. જી. (જ. 7 નવેમ્બર 1900, નીડુબ્રોલુ, ગંતુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 1995, ગુંતુર) : આખું નામ રંગાનાયકુલુ નીડુબ્રોલુ ગોજિનેની. બંધારણ-સભાના સભ્ય, પીઢ સાંસદ. કૃષિવિદ્, સ્વાતંત્ર્ય-સેનાની, અને સમાજવાદી રાજકારણી. મધ્યમવર્ગીય ગ્રામીણ કુટુંબમાં જન્મ. નાની વયે માતાપિતાનું શિરછત્ર ગુમાવ્યું. શાલેય અને કૉલેજશિક્ષણ ગંતુર જિલ્લામાં પૂરું કર્યું. આ દરમિયાન સાહિત્યવાચનનો…

વધુ વાંચો >

રાજકીય આજ્ઞાધીનતા

રાજકીય આજ્ઞાધીનતા : રાજ્ય અને શાસકોની સત્તા તથા આદેશોનું પાલન. રાજ્યશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ પ્રજા કે આમજનતા માટે કરવામાં આવે છે. એટલે કે રાજ્યની આજ્ઞાઓનું પાલન રાજકીય જીવનની અનિવાર્યતા છે. રાજકીય આજ્ઞાપાલન કે આજ્ઞાધીનતા વિના પ્રજાવ્યવહારને ગોઠવી ન શકાય યા કાયદો અને વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. આથી…

વધુ વાંચો >