Political science

શર્મા, શંકર દયાળ (ડૉ.)

શર્મા, શંકર દયાળ (ડૉ.) (જ. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; અ.  26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી…

વધુ વાંચો >

શર્મા, સુખરામ

શર્મા, સુખરામ (જ. ?) : ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપોના વારંવાર નિશાન બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી. કારકિર્દીની શરૂઆત હિમાચલ પ્રદેશના મંડી ખાતેની નગરપાલિકામાં સામાન્ય કારકુન તરીકે (1954). ભ્રષ્ટાચારના આરોપસર 1962માં તેમને છૂટા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ટેરિટૉરિયલ કાઉન્સિલના સભ્ય (1962-63), ત્યારપછી 1963-85 દરમિયાન…

વધુ વાંચો >

શાદાહ, આન્ટુન

શાદાહ, આન્ટુન (જ. 1904, બ્રાઝિલ; અ. 9 જુલાઈ 1949, બૈરૂત) : સીરિયાના રાજકીય ક્રાંતિકાર. મૂળ પોતાના વતનની પણ પાડોશી દેશોએ હડપ કરેલી જમીનને પાછી મેળવવા માટેની ચળવળના તેઓ પ્રણેતા હતા. વીસમી સદીની શરૂઆતમાં પિતા લૅટિન અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. તેમણે શરૂ કરેલા સમાચારપત્રમાં આન્ટુન ધારદાર લખાણ લખતા. 1920માં કિશોરવયમાં દમાસ્કસના…

વધુ વાંચો >

શાસ્ત્રી, લાલબહાદુર

શાસ્ત્રી, લાલબહાદુર (જ. 2 ઑક્ટોબર 1904, મોગલસરાઈ, ઉત્તરપ્રદેશ; અ. 11 જાન્યુઆરી 1966, તાશ્કંદ, સોવિયેત સંઘ) : ભારતના બીજા વડાપ્રધાન. પિતા શારદાપ્રસાદનો મધ્યમવર્ગીય કાયસ્થ પરિવાર. માત્ર બે વર્ષની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ માંડ માંડ મોગલસરાઈમાં પૂરું કર્યું. મા-દીકરો મામાને ત્યાં વારાણસીમાં આવીને રહ્યાં. શરીર નીચું પણ ઇરાદાઓ ઘણા ઊંચા.…

વધુ વાંચો >

શાહ, અમિત

શાહ, અમિત (જ. 22 ઑક્ટોબર 1964, મુંબઈ, મહારાષ્ટ્ર) : દેશના 31મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વગૃહમંત્રી. ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી-વ્યૂહરચનાકાર. અમિત શાહનો જન્મ મુંબઈસ્થિત ગુજરાતી પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમક સુધી પોતાના વતન માણસામાં રહીને અભ્યાસ કર્યો હતો. એ પછી તેમનો પરિવાર અમદાવાદ આવી વસ્યો…

વધુ વાંચો >

શાહ કમિશન

શાહ કમિશન : 26 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશભરમાં જાહેર કરેલ કટોકટી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની તપાસ કરવા કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ, 1956ની જોગવાઈઓ અનુસાર નીમવામાં આવેલ તપાસ પંચ. આ એક-સદસ્યીય તપાસ પંચના અધ્યક્ષસ્થાને ન્યાયમૂર્તિ જે. સી. શાહની નિમણૂક થયેલી હોવાથી તે પંચ ‘શાહ કમિશન’ના…

વધુ વાંચો >

શાહ વજુભાઈ મણિલાલ

શાહ વજુભાઈ મણિલાલ (જ. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; અ. 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક. માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ…

વધુ વાંચો >

શિવસેના

શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક…

વધુ વાંચો >

શિંદે, એકનાથ

શિંદે, એકનાથ (જ. 9 ફેબ્રુઆરી 1964, ડારે, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ શહેરીવિકાસ મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને ધારાસભ્ય. સતારા જિલ્લાના જ્વાલી તાલુકાના ડારેમાં જન્મેલા એકનાથ શિંદેનો પરિવાર થોડાં વર્ષો બાદ થાણેમાં સ્થાયી થયો હતો. થાણેમાં જ એકનાથ શિંદેએ શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આર્થિક સંકડામણ…

વધુ વાંચો >

શી જિનપિંગ

શી જિનપિંગ (જ. 15 જૂન 1953, ફુપિંગ કાઉન્ટી, શાનક્સી પ્રાંત, ચીન) : ચીનના રાષ્ટ્રપતિ. તેઓ ચીનમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના ઉપપ્રમુખ તરીકે, ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના જનરલ સેક્રેટરી અને પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. શી જિનપિંગ શી ઝોંગક્સનના પુત્ર હતા, જેમણે એક સમયે ચીનના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી…

વધુ વાંચો >