Physics
ડેબાય–હૂકેલ સિદ્ધાંત
ડેબાય–હૂકેલ સિદ્ધાંત : વિદ્યુત વિભાજ્યો(electrolytes)નાં મંદ દ્રાવણોની અનાદર્શ (nonideal) વર્તણૂક સમજાવવા માટે પીટર ડેબાય અને એરિક હૂકેલે 1923માં રજૂ કરેલો સિદ્ધાંત. આ સિદ્ધાંત દ્રાવણમાં એક આયનની આસપાસ અન્ય આયનો કેવી રીતે વિતરણ પામે છે અને આસપાસનાં આયનોની તે આયન ઉપર કેવી વાસ્તવિક અસર થાય છે તેની ચર્ચા કરવા ઉપરાંત તે…
વધુ વાંચો >ડેવિસન, ક્લિન્ટન જૉસેફ
ડેવિસન, ક્લિન્ટન જૉસેફ (જ. 22 ઑક્ટોબર 1881, બ્લુમિંગ્ટન, ઇલિનૉય યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1958, શાર્લોતેવીય, વર્જિનિયા, યુ.એસ.) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી. તેમને 1937માં ઇંગ્લૅન્ડના જ્યૉર્જ પી. ટૉમ્સન સાથે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. પ્રકાશતરંગોની જેમ ઇલેક્ટ્રૉનનું પણ વિવર્તન (diffraction) થઈ શકે છે તેની શોધને માટે તેમને આ…
વધુ વાંચો >ડેવિસ, રૅમન્ડ (જુનિયર)
ડેવિસ, રૅમન્ડ (જુનિયર) (જ. 14 ઑક્ટોબર 1914, વૉશિંગ્ટન ડી. સી., અ. 31 મે 2006, બ્લૂ પૉઇન્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન રસાયણવિજ્ઞાની, ભૌતિકવિજ્ઞાની અને 2002ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ડેવિસના પિતા નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝના તસવીરકાર હતા. તેમનાં માતા દેવળની ગાયક મંડળી ચલાવતાં હતાં. તેમાં ડેવિસ કેટલાંક વર્ષો સુધી માતાને ખુશ…
વધુ વાંચો >ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ
ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો. દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ…
વધુ વાંચો >ડૉ. આત્મારામ
ડૉ. આત્મારામ (જ. 12 ઑક્ટોબર 1908, બિજનોર, ઉ. પ્ર.; અ. 1985) : ભારતના કાચ અને સિરૅમિક ઉદ્યોગના પિતામહ. આત્મારામ ગામડામાં ગરીબી વચ્ચે ઊછર્યા હતા. પારિવારિક સાદગી, સભ્યતા અને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. 1924માં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી મૅટ્રિક અને 1928માં બી.એસસી.ની પરીક્ષાઓ પસાર કરી. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવેશ ન મળ્યો;…
વધુ વાંચો >ડૉપ્લર અસર
ડૉપ્લર અસર (Doppler effect) : તરંગ સ્રોત અને નિરીક્ષકની સાપેક્ષ ગતિને કારણે ઉદભવતો આવૃત્તિ – તફાવત. ‘ડૉપ્લર અસર’નું પ્રથમ વાર વર્ણન ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી ડૉપ્લર ક્રિસ્ટિઆન જોહાને 1842માં કર્યું હતું. સ્રોતમાંથી ઉદભવતો ધ્વનિ કે પ્રકાશનો તરંગ નિરીક્ષક પાસે પહોંચે ત્યારે તેની આવૃત્તિ, મૂળ આવૃત્તિ કરતાં વધે છે, દૂર જતાં ઘટે છે.…
વધુ વાંચો >ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન
ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન (જ. 29 નવેમ્બર 1803, સેલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 17 માર્ચ 1853, વેનિસ) : ‘ડૉપ્લર અસર’ના શોધક ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી. વિયેનાની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. શરૂનાં વર્ષોમાં ગણિતશાસ્ત્ર ઉપર લખ્યું હતું. 1842માં ‘કન્સર્નિંગ ધ ક્લર લાઇટ ઑવ્ ડબલ સ્ટાર્સ’ નામનું તેમનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં તેમણે સિદ્ધાંત આપ્યો કે સ્થિત…
વધુ વાંચો >ડોમિનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી
ડોમિનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી : ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે કૅનેડામાં 1916માં સ્થાપવામાં આવેલી વેધશાળા. આ વેધશાળા કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વિક્ટોરિયા શહેર નજીક 229 મી.ની ઊંચાઈએ આવેલી છે. શરૂઆતમાં તે ઓટાવાની ડોમિનિયન વેધશાળાની એક શાખા હતી. સર્વેક્ષણ-વિભાગની એક સામાન્ય સંસ્થા તરીકે તેનો વિકાસ થયો. આ વેધશાળાનું 185 સેમી. વ્યાસના પરાવર્તકવાળું મુખ્ય દૂરબીન…
વધુ વાંચો >ડૉર-બેલ
ડૉર-બેલ : ઘરમાં પ્રવેશ ઇચ્છતી વ્યક્તિ દ્વાર ઉઘડાવવા ગૃહસ્થ કે ગૃહિણીને જે વગાડીને જાણ કરી શકે તેવી વિદ્યુત-ઘંટડી. તેમાં વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આવા બેલની રચનામાં એક વાટકી જેવી ઘંટડી, તેની સાથે અથડાઈને ધ્વનિ ઉત્પન્ન કરે તેવી નાનકડી હથોડી. આ હથોડીને જેની સાથે જડેલી હોય તેવી…
વધુ વાંચો >ડૉલ્ટન, જૉન
ડૉલ્ટન, જૉન (જ. 6 સપ્ટેમ્બર 1766, ઈગલ્સફીલ્ડ; અ. 27 જુલાઈ 1844, મૅન્ચેસ્ટર) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણવિદ. કુમ્બ્રિયાના નાના ગામમાં વણકરપુત્ર તરીકે ઉછેર. 15 વર્ષની વયે ગામ છોડી મધ્ય કુમ્બ્રિયાના કેન્ડલ ખાતે શિક્ષક તરીકે સ્થિર થયા. અહીં તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને અંધ વૈજ્ઞાનિક જૉન ગ્રાઉફે કરેલા સૂચન અનુસાર તેમણે હવામાનશાસ્ત્ર(meteorology)નો…
વધુ વાંચો >