Painting
સ્વિસ કળા
સ્વિસ કળા : સ્વિટ્ઝર્લૅન્ડની ચિત્રકળા અને શિલ્પકળા. સોળમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ગઠન અને નિર્માણ થતાં જ ત્યાં લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. વળી ત્યાં કેલ્વિનિસ્ટ (Calvinism) સંપ્રદાયના ખ્રિસ્તી અનુયાયીઓ બહુમતીમાં હતા. કેલ્વિનવાદે ભવ્ય ભભકાદાર કલાકૃતિઓનો હંમેશાં વિરોધ કર્યો છે. આમ, રાજવી આશ્રયદાતાની ગેરહાજરી અને કેલ્વિનવાદના પ્રભાવ હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં…
વધુ વાંચો >સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art)
સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art) : સ્વીડનનાં ચિત્ર અને શિલ્પ. સ્વીડનમાં સૌથી જૂની કલા સ્વીડનના બોહુસ્લાન પ્રાંતના તાનુમ ખાતેથી ગુફાઓમાં કોતરેલાં શિલ્પના સ્વરૂપમાં મળી આવી છે, જેને પ્રાગૈતિહાસિક માનવામાં આવે છે. એ પછી ગૉટ્લૅન્ડમાંથી આઠમીથી બારમી સદી સુધીમાં પથ્થરો પર આલેખિત ચિત્રો મળી આવ્યાં છે. એમાંથી ઓડીન (Odin)…
વધુ વાંચો >હન્ટ વિલિયમ મોરિસ (Hunt William Morris)
હન્ટ, વિલિયમ મોરિસ (Hunt, William Morris) (જ. 31 માર્ચ 1824, બ્રેટલ બોરો વેર્મોન્ટ, અમેરિકા; અ. 8 સપ્ટેમ્બર 1879, આઇલ્સ ઑવ્ શોએલ્સ, ન્યૂ હેમ્પશાયર) : બાર્બિઝોં ચિત્રશૈલીમાં ચિત્રણા કરનાર અમેરિકન રંગદર્શી ચિત્રકાર. હાર્વર્ડ કૉલેજમાં અભ્યાસ શરૂ વિલિયમ મોરિસ હન્ટ કર્યા પછી એ અધૂરો છોડી હન્ટે પૅરિસમાં કૂતૂરે પાસે થોડો સમય ચિત્રકલાનો…
વધુ વાંચો >હર્ડ પીટર (Hurd Peter)
હર્ડ, પીટર (Hurd, Peter) (જ. 22 ફેબ્રુઆરી 1904, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા; અ. 9 જુલાઈ 1984, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા) : અમેરિકન કૃષિજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. પીટર હર્ડ તરુણાવસ્થામાં તેમણે વેસ્ટ પૉઇન્ટ ખાતે અમેરિકન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી. એ પછી પેન્સિલ્વેનિયાની હેવફૉર્ડમાં બે વરસ સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >હલદાર અસિતકુમાર
હલદાર, અસિતકુમાર (જ. 1890; અ. 1962) : કોલકાતાના બંગાળ શૈલીના ભારતીય ચિત્રકાર. ભારતીય પુનરુત્થાન શૈલીના પ્રણેતા. તેમને દાદા રાખાલદાસ તથા પિતા સુકુમાર હલદાર તરફથી કલાની પ્રેરણાઓ મળતી રહી, એટલે 14 વર્ષની ઉંમરે શાળાનો અભ્યાસ જતો કરી કોલકાતા ખાતેની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં અબનીન્દ્રનાથ ટાગોર તેમના…
વધુ વાંચો >હલોઈ ગણેશ
હલોઈ, ગણેશ (જ. 1936, જમાલપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા બાદ તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કર્યાં. ભોપાલના ભારત ભવન, સિંગાપુરના સિંગાપુર મ્યુઝિયમ અને દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. 1955માં…
વધુ વાંચો >હસન અબુલ (Hasan Abul)
હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…
વધુ વાંચો >હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)
હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. ઇજાઝ ઉલ હસનનું એક…
વધુ વાંચો >હાન કાન (Han Kan)
હાન, કાન (Han, Kan) (જ. ; અ. 8મી સદી) : તાન્ગ રાજવંશના આશ્રિત ચીની ચિત્રકાર. તેઓ બુદ્ધ, બુદ્ધનું જીવન, તાઓ વિષયો અને ઘોડાનાં આલેખનો કરવા માટે જાણીતા છે. હાને આલેખેલા ઘોડાઓમાં એવી ત્વરા અને જોમ તથા ચુસ્તી પ્રગટ થઈ છે કે સમગ્ર ચીની ચિત્રકલામાં તેમનાં ઘોડાનાં આલેખનો તરવરાટ અને તાકાતની…
વધુ વાંચો >હાનાબુસા ઇચો
હાનાબુસા, ઇચો (જ. 1652, ઓસાકા, જાપાન; અ. 7 ફેબ્રુઆરી 1724, એડો, જાપાન) : કાનો શૈલીની પરંપરામાંથી મુક્ત થઈ હાસ્યપ્રેરક પ્રસંગોનું આલેખન કરવા માટે મશહૂર જાપાની ચિત્રકાર. મૂળ નામ ટાગા શિન્કો. રોજિંદા જીવનમાંથી હાસ્યરસ નિપજાવે તેવી ઘટનાઓ અને દૃશ્યો શોધીને એમણે એમનાં ચિત્રોની શૃંખલા સર્જી. તત્કાલીન જાપાનના સરમુખત્યાર રાજવી શોગુનનું પણ…
વધુ વાંચો >