Painting

સેવક લક્ષ્મીપ્રસાદ

સેવક, લક્ષ્મીપ્રસાદ (જ. 1919, ડાકોર, ગુજરાત; અ. 31 માર્ચ 1999, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર અને ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર. નારાયણદાસ સેવક અને રુક્મિણીબહેનના પુત્ર લક્ષ્મીપ્રસાદે શાલેય શિક્ષણ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં લીધું હતું. એ દરમિયાન તેઓ સહાધ્યાયીઓ સાથે મળીને હસ્તલિખિત પત્રિકા ‘કિરણ’નું સંપાદન કરતા અને તેના જુદા જુદા લેખોને પોતાનાં રેખાંકનોથી વિભૂષિત…

વધુ વાંચો >

સેવેરિની જિનો (Severini Gino)

સેવેરિની, જિનો (Severini, Gino) (જ. 7 એપ્રિલ 1883; અ. 26 ફેબ્રુઆરી 1966) : ઇટાલિયન ફ્યુચુરિસ્ટિક ચિત્રકાર. આરંભમાં તે ઘનવાદી શૈલીએ કામ કરતા હતા. પૅરિસ નિવાસ દરમિયાન તેમણે ફ્યુચુરિસ્ટિક સિદ્ધાંતો અપનાવીને પૅરિસની રાત્રિઓનું રંગીન જીવન જિનો સેવેરિનીએ દોરેલું એક ચિત્ર એવી રીતે આલેખવું શરૂ કર્યું કે તે ચિત્રિત આકૃતિઓ ખરેખર ગતિમાન…

વધુ વાંચો >

સેશુ (Sesshu)

સેશુ (Sesshu) (જ. 1420, આકાહામા, બિચુ (Bitchu), જાપાન; અ. 26 ઑગસ્ટ 1506, ઇવામી, જાપાન) : પશુઓ, પંખીઓ, નિસર્ગદૃશ્યો, ઝેન બૌદ્ધ સાધુઓ અને પુષ્પો આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. મૂળ અટક ઓડા; જેનો તેમણે ત્યાગ કરેલો. તેમનાં ત્રણ તખલ્લુસ છે : ‘ટોયો’, ‘ઉન્કોકુ’ અને ‘બિકેસાઈ’. 1431માં ચૌદ વરસની ઉંમરે તેમણે હોકુફુજી…

વધુ વાંચો >

સેસોન શુકેઈ (Sesson Shukei)

સેસોન, શુકેઈ (Sesson, Shukei) (જ. 1504, હિટાચી, જાપાન; અ. આશરે 1589, ઈવાશિરો, જાપાન) : પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર. મૂળ નામ સાટાકે હેઈઝો (Satake Heizo). પંદરમી સદીના પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર સેશુની ચિત્રશૈલીનો વધુ વિકાસ કરવામાં સેસોનનું નામ મોખરે છે. જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુ પર છવાયેલાં જંગલોમાં બૌદ્ધ ધર્મના સોટો સંપ્રદાયના એક…

વધુ વાંચો >

સૈદ અલી મીર

સૈદ અલી, મીર (જ. 16મી સદી, તબ્રિઝ, ઈરાન; અ. 16મી સદી, ભારત) : ભારતીય મુઘલ લઘુચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક (બીજા તે અબ્દુસ-સમદ). ઈરાનની સફાવીદ ચિત્રકલાના મશહૂર ચિત્રકાર મુસાવ્વીર સોલ્તાનિયે મીરના તે પુત્ર. મુઘલ બાદશાહ હુમાયૂંના આમંત્રણથી 1545માં ચિત્રકાર અબ્દુસ-સમદ સાથે તેઓ કાબુલ થઈને દિલ્હી આવી પહોંચ્યા. હુમાયૂંએ ભારતભરમાંથી દિલ્હી…

વધુ વાંચો >

સોતાત્સુ તાવારાયા (Sotatsu Tawaraya)

સોતાત્સુ, તાવારાયા (Sotatsu, Tawaraya) (જ. 1576, ક્યોટો, જાપાન; અ. 1643, ક્યોટો, જાપાન) : માત્ર સફેદ, રાખોડી (ગ્રે) અને કાળા રંગો વડે નિસર્ગ અને સારસ પંખીઓ આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. ઓગાતા કોરિન અને હોનામી કોએત્સુ સાથે તેમણે ચીની પ્રભાવ ટાળીને મૌલિક જાપાની શૈલીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તાવારાયા સોતાત્સુએ…

વધુ વાંચો >

સોદોમા જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma Giovanni Antonio Bazzi)

સોદોમા, જિયોવાની ઍન્તૉનિયો બાત્ઝી (Sodoma, Giovanni Antonio Bazzi) (જ. 1477, વેર્ચેલી, ઇટાલી; અ. 1549, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. એમના કલાશિક્ષણ વિશે માહિતી મળતી નથી. પિયેન્ઝા ખાતે સાન્તા આના ચૅપલમાં અને મૉન્તેઓલિવેતો મૅગ્યોરે કૉન્વેન્ટ(Monteoliveto Maggiore Convent)માં એમણે 1503થી 1508 સુધી ભીંતચિત્રો આલેખેલાં. તેમાં ઇટાલિયન રેનેસાં-ચિત્રકારો લિયૉનાર્દો દ વિન્ચી, પિન્તુરિકિયો (Pinturicchio) અને…

વધુ વાંચો >

સોનાવણે સામેન્દુ

સોનાવણે, સામેન્દુ (જ. 1956, જળગાંવ, મહારાષ્ટ્ર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને 1978માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યાર બાદ તેમણે મુંબઈ, ઔરંગાબાદ અને પુણેમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. મુંબઈની આર્ટ સોસાયટી ઑવ્ ઇન્ડિયાએ તેમનું સન્માન કર્યું છે.…

વધુ વાંચો >

સોરોલા ઈ બાસ્ટિડા જોઆકીન

સોરોલા, ઈ બાસ્ટિડા જોઆકીન (Sorolla, Y Bastida Joaquin) [જ. 1865, વાલેન્ચિયા (Valencia), સ્પેન; અ. 1923] : સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. માનવીના મૂળભૂત મનોભાવોને વાચા આપતાં લાગણીસભર ચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. પૅરિસ તથા રોમમાં કલા-અભ્યાસ કરીને તેમણે તેમનું પ્રથમ વૈયક્તિક ચિત્ર-પ્રદર્શન પૅરિસમાં 1906માં યોજ્યું હતું. સોરોલાનું એક ચિત્ર : ‘વૉક…

વધુ વાંચો >

સોલંકી વૃંદાવન

સોલંકી, વૃંદાવન (જ. 1947) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન બૉમ્બે આર્ટ સોસાયટીની એક વાર્ષિક ચિત્રહરીફાઈમાં ઇનામ મળતાં તેમનો આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો કે…

વધુ વાંચો >