Painting
વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા
વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા (જ. 6 જૂન 1599, સેવિલે, સ્પેન; અ. 6 ઑગસ્ટ 1660, મૅડ્રિડ, સ્પેન) : સત્તરમી સદીના સ્પેનના સૌથી વધુ મહત્વના ચિત્રકાર. આજે તેમની ગણના વિશ્વના ટોચના ચિત્રકારોમાં થાય છે. બળૂકી અભિવ્યક્તિની ક્ષમતા ધરાવતી તેમની વાસ્તવવાદી ચિત્રશૈલી ચિત્રિત પાત્રોના મનોગતને સ્ફુટ કરવા માટે સમર્થ ગણાઈ છે. વાલાસ્ક્વેથના…
વધુ વાંચો >વાસુદેવ, એસ. જી.
વાસુદેવ, એસ. જી. (જ. 1941, મૈસૂર, કર્ણાટક, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1968માં વાસુદેવ ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. એ પછી દેશવિદેશમાં ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો. 1972 પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શન કર્યાં. વાસુદેવની કલામાં શોભનશૈલીમાં નાગદેવતા, નાગપૂજા,…
વધુ વાંચો >વાળા, કિશોર
વાળા, કિશોર (જ. 1933, બિલખા, સૌરાષ્ટ્ર, ગુજરાત) : આધુનિક ચિત્રકાર. બંને હાથે શારીરિક ક્ષતિ ધરાવતા વાળાની દૃઢ નિશ્ચયશક્તિને દાદ દેવી પડે તેવી છે. એક હાથ સાવ ઠૂંઠો અને એક હાથે માત્ર બે આંગળી અને અંગૂઠો હોવા છતાં આવા હાથે વાળાએ કલાસાધના આરંભી. રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં 1960થી 1962 સુધી અભ્યાસ કર્યા…
વધુ વાંચો >વાંક, બહાદુરભાઈ જગાભાઈ
વાંક, બહાદુરભાઈ જગાભાઈ (જ. 13 મે 1937, જેતપુર, કાઠી, રાજકોટ) : ગુજરાતી વાર્તાકાર, ચિત્રકાર. મૂળ વતન ખારચિયા, વાંકના, જૂનાગઢ. હાલ નિવાસ જૂનાગઢમાં. પિતા સરકારી નોકરીમાં વહીવટદાર. આર્થિક વિષમ પરિસ્થિતિને કારણે શાળામાં મોડો પ્રવેશ. એસ. એસ. સી. 1958માં, સાહિત્યરત્ન (સંસ્કૃત). કુમાર-અવસ્થામાં સ્લેટ પર કે ધૂળ પર ચિત્રાંકનની રમતમાં ભાવિ સમર્થ ચિત્રકારનાં…
વધુ વાંચો >વિજયમોહન, એમ.
વિજયમોહન, એમ. (જ. 1947, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1970માં વિજયમોહન ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટસમાંથી શિલ્પકલામાં સ્નાતક થયા. 1972માં તેમણે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી સિરામિક ડિઝાઇનના વિષયમાં પોસ્ટ ડિપ્લોમા ઉપાધિ મેળવી. 1969થી 1975 સુધીમાં તેમણે ચેન્નાઈમાં ત્રણ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. વિજયમોહનનાં ચિત્રોમાં ખીચોખીચ ઠાંસેલી આકૃતિઓ જોવા…
વધુ વાંચો >વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard)
વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard) (જ. 1 ઑગસ્ટ 1714, પેનેગૉસ, મૉન્ટ્ગો મેરિશાયર, વેલ્સ; અ. 15 મે 1782, લાન્બેરિસ, કાર્નાવર્તેન્શાયર) : બ્રિટનમાં નિસર્ગચિત્રણાનો પ્રારંભ કરવાનું શ્રેય મેળવનાર ચિત્રકાર. તેમનાં નિસર્ગચિત્રો જોતાં પરમ શાંતિનો અનુભવ થાય છે. 1729માં લંડનમાં થૉમસ રાઇટ નામના ચિત્રકાર હેઠળ વ્યક્તિચિત્રણાની તાલીમ લીધી. 1745 સુધી વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1746માં ઇટાલીની…
વધુ વાંચો >વિવારિની પરિવાર (Vivarini Family)
વિવારિની પરિવાર (Vivarini Family) [વિવારિની, ઍન્તોનિયો (જ. આશરે 1415, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1480); વિવારિની, બાર્તોલૉમ્યુ (જ. આશરે 1432, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1499); વિવારિની, આલ્વિસે (જ. આશરે 1446, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1505)] : પંદરમી સદીનો પ્રસિદ્ધ ઇટાલિયન ગૉથિક ચિત્રકાર…
વધુ વાંચો >વિશ્વનાથન્, ટી.
વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…
વધુ વાંચો >વિશ્વનાથન્, વી.
વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…
વધુ વાંચો >વીથ પરિવાર
વીથ પરિવાર (વીથ નિકોલસ – જ. 1886 ?, અ. 1945; વીથ એન. – જ. 1916; વીથ ઍન્ડ્ર્યૂ – જ. 1918; વીથ કૅરોલિના – જ. 1910; વીથ હેન્રિયેત – જ. 1908; વીથ જેઝી – જ. 1946) : વિખ્યાત અમેરિકન ચિત્રકાર કુટુંબ. આ કુટુંબમાં પિતા નિકોલસે ચિત્રકલા વ્યવસાયનો પ્રારંભ કર્યો. અમેરિકન સાહિત્યનાં…
વધુ વાંચો >