Painting

બ્લેક વિલિયમ

બ્લેક વિલિયમ (જ. 28 નવેમ્બર 1757, લંડન; અ. 12 ઑગસ્ટ 1827) : કવિ, ચિત્રકાર, ધાતુ પર કલાકૃતિઓ કોતરનાર, સ્વપ્નદ્રષ્ટા. જીવનકાળ દરમિયાન તેની અવગણના થયેલી. તેને જાણતા કવિઓ અને ચિત્રકારો તેને ગાંડોઘેલો ગણતા. તેના મરણનાં સો વર્ષ બાદ તેનાં કાવ્યો અને ચિત્રોની કદર થઈ. ભાવિને જોઈ-પરખી શકવાની એનામાં કુદરતી ર્દષ્ટિ હતી.…

વધુ વાંચો >

ભગત, વજુભાઈ

ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી…

વધુ વાંચો >

ભટ્ટ, કૃષ્ણલાલ

ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…

વધુ વાંચો >

ભટ્ટ, જ્યોતિ માનભાઈ

ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી. ભાવનગરના અભ્યાસકાળ…

વધુ વાંચો >

ભટ્ટ, માર્કંડ

ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં…

વધુ વાંચો >

ભટ્ટ, વિષ્ણુ

ભટ્ટ, વિષ્ણુ (જ. 9 જાન્યુઆરી 1923, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર, શિલ્પી અને કળાશિક્ષક. તેમણે કલાનું શિક્ષણ અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે ગુજરાત કલા સંઘની ચિત્રશાળામાં અને પછી મુંબઈમાં વી. પી. કરમારકર પાસે લીધું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલા–ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્ર વિભાગ ઊભો કરવામાં તેમનું મહત્વનું યોગદાન…

વધુ વાંચો >

ભટ્ટાચાર્જી, બિકાશ

ભટ્ટાચાર્જી, બિકાશ (જ. 21 જૂન 1940, કૉલકાતા) : ભારતના આધુનિક શૈલીના ચિત્રકાર. કૉલકાતાની ઇન્ડિયન કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ડ્રાફ્ટ્સમૅનશિપમાંથી ‘ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ’ મેળવ્યો. તેમણે સ્વાતંત્ર્યોત્તર બંગાળના ચિત્રકારોને નેતૃત્વ પૂરું પાડી તેમને યોગ્ય દિશાસૂચન આપ્યું છે. બિકાશનાં ચિત્રોની ભાષા વાસ્તવવાદી છે, છતાં તેમનું ર્દશ્યવિધાન વાસ્તવની પેલે પાર જવા મથે છે…

વધુ વાંચો >

ભાવસાર, નટવર પ્રહલાદજી

ભાવસાર, નટવર પ્રહલાદજી (જ. 7 એપ્રિલ 1934, ગોઠવા, ગુજરાત) : અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતના ચિત્રકાર. પિતા ગામડાની શાળાના આચાર્ય. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે 1956માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી મુંબઈ જઈ 1958માં તેમણે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો. આ…

વધુ વાંચો >

ભાવસાર, રમણીક

ભાવસાર, રમણીક (જ. 1936, પેથાપુર, જિ. ગાંધીનગર) : ગુજરાતના ચિત્રકાર. પરંપરાગત રીતે કોતરેલા લાકડાના બ્લૉક વડે છાપકામ કરવાનો વ્યવસાય તેમને વારસામાં મળ્યો હતો. પિતાના અવસાન બાદ તેઓ કાકા પાસે રહ્યા અને આ પરંપરા આત્મસાત્ કરી. એવામાં જ કાકાનું પણ અવસાન થતાં વ્યવસાય બંધ થવાથી તેઓ અમદાવાદ આવ્યા. અહીં આર. સી.…

વધુ વાંચો >

ભીમબેટકા

ભીમબેટકા : ભોપાલથી 40 કિમી. દક્ષિણે આવેલી પ્રાગૈતિહાસિક કાળનાં ચિત્રો ધરાવતી ગુફાઓ. તેમની સંખ્યા આશરે પાંચસોની છે. તેમાંની બસો ગુફાઓની  બધી જ છતો અને ભીંતો પર સફેદ અને  ગેરુ રંગથી ચિત્રાંકન કરવામાં આવેલ છે. ગેરુ રંગમાં પણ ઘેરા મરુનથી માંડીને કેસરી સુધીની વિવિધ છટાઓ જોવા મળે છે. વિવિધ પુરાતત્વવિદો ભીમબેટકાનાં…

વધુ વાંચો >