Painting

દગા, એડગર

દગા, એડગર (જ. 19 જુલાઈ 1834, પૅરિસ; અ. 27 સપ્ટેમ્બર 1917, પૅરિસ) : ફ્રેન્ચ ચિત્રકાર. પૂરું નામ હિલેર જર્મેન એડગર દગા. ધનિક કુટુંબમાં જન્મ. દગાએ રૂઢિવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)ના વિદ્યાર્થી લૅમોથ હેઠળ પૅરિસની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સમાં અભ્યાસ આરંભ્યો (1855). યુવાચિત્રકાર તરીકે તેમને પણ ફ્રાન્સની ભવ્ય પ્રણાલી મુજબ ઇતિહાસ વિષયના ચિત્રકાર…

વધુ વાંચો >

દરે, આન્દ્રે

દરે, આન્દ્રે (જ. 10 જૂન 1880, આઇવેનિલ, ફ્રાન્સ; અ. 8 સપ્ટેમ્બર 1954, ફ્રાન્સ) : ફૉવવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસની ઍવાં ગાર્દ ચિત્રશૈલીમાં ખૂબ ચેતનાદાયક પ્રદાન કર્યું; પરંતુ તેમણે ફ્રાન્સની પ્રતિનિધાનવિહોણી (non-representational) લાક્ષણિકતાનો ઉગ્ર વિરોધ કર્યો અને એ રીતે ફ્રાન્સમાં વાસ્તવવાદની પરંપરાના સમર્થ પુરસ્કર્તા બની રહ્યા. 1904 થી…

વધુ વાંચો >

દલાલ, નયના

દલાલ, નયના (જ. ૨ ઑગસ્ટ 1935, વડોદરા) : ગુજરાતનાં એક ગ્રાફિક કલાકાર તથા ચિત્રકાર. મ. સ. યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના વિષયમાં બી.એ. (1957) તથા એમ.એ.(1959)ની પદવી મેળવી. લંડનના રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅક્નિકમાં લિથોગ્રાફી(1960–63)નો અને ન્યૂયૉર્કના પ્રૅટ ગ્રાફિક સેન્ટરમાં એચિંગ(1974)નો અભ્યાસ કર્યો. 196૨માં તેમણે કાશ્મીરી ચિત્રકાર ડૉ. રતન પારીમૂ સાથે લગ્ન કર્યું. ગ્રૂપ 8…

વધુ વાંચો >

દવે, રવીન્દ્ર

દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા.…

વધુ વાંચો >

દવે, શાંતિ સોમનાથ

દવે, શાંતિ સોમનાથ (જ. 25 સપ્ટેમ્બર 1931, બાદપુરા, ઉત્તર ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિક થતાં અગાઉ જાહેરાતનાં પાટિયાં તથા બૅનરનાં ચિત્રકામ વડે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકળાનો અનુસ્નાતક ડિપ્લોમા (1956) મેળવ્યો. એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા. 1957માં ભારત…

વધુ વાંચો >

દે, બીરેન

દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં…

વધુ વાંચો >

દે, મુકુલચંદ્ર

દે, મુકુલચંદ્ર (જ. 23 જુલાઈ 1895, બંગાળ; અ. 1 માર્ચ 1989, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : બંગાળ-શૈલીના ચિત્રકાર. છેક કિશોરવયથી શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથ ટાગોરના સાન્નિધ્યમાં તથા પાછળથી કૉલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસે રહી કલાનું શિક્ષણ મેળવ્યું. જાપાન અને અમેરિકાના પ્રવાસમાં રવીન્દ્રનાથની સાથે હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન 1916માં સાનફ્રાન્સિસ્કો, શિકાગો અને ન્યૂયૉર્કમાં યોજાયેલું.…

વધુ વાંચો >

દેવળાલીકર, વાય. ડી.

દેવળાલીકર, વાય. ડી. (જ. 1931, ઇન્દોર, મધ્યપ્રદેશ) : લોકકલા પરંપરાના ચિત્રકાર. શિક્ષણ, જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ, મુંબઈ. રેખાંકન અને ચિત્રકળા માટેનું જી.ડી.એ. પ્રમાણપત્ર (ડ્રૉઇંગ અને પેન્ટિંગ) મેળવ્યું. 1954માં ચિત્રકળા અંગેનાં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં વેનિસ અને રોમમાં સક્રિય ભાગ લીધો. 1961માં મહારાષ્ટ્ર રાજ્ય કળાપ્રદર્શનમાં પુરસ્કાર દ્વારા સંમાનિત થયા. 1963–65 અને…

વધુ વાંચો >

દેસાઈ, કનુ

દેસાઈ, કનુ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ…

વધુ વાંચો >

દોમિયે, ઓનોર વિક્ટોરિન

દોમિયે, ઓનોર વિક્ટોરિન [Domier, Honore Victorin] (જ. 1808; અ. 1879) : ફ્રેન્ચ ચિત્રકાર. જ્યારે ફ્રાંસ અને પશ્ચિમ યુરોપમાં રાજાશાહી આથમી રહી હતી અને લોકશાહી અને ઉદ્યોગીકરણનો ઉદય થઈ રહ્યો હતો એ અરસામાં માનવીની વેદનાને વાચા આપનાર ચિત્રો આલેખવા માટે તેમને ખ્યાતિ મળી. તેઓ લોકશાહીના તરફદાર હતા એ હકીકત તેમનાં તૈલચિત્રો…

વધુ વાંચો >