Nuclear engineering

ઍટમિક એનર્જી કમિશન

ઍટમિક એનર્જી કમિશન (AEC) : ભારતનો પરમાણુ ઊર્જા આયોગ. 15 એપ્રિલ 1948ના રોજ ભારતની લોકસભામાં પરમાણુ ઊર્જા ધારો પસાર કરવામાં આવ્યો તેના અનુસંધાનમાં 10 ઑગસ્ટ 1948ના રોજ અસ્તિત્વમાં આવેલ. આઝાદી મળ્યાના એક વર્ષમાં જ આ આયોગની સ્થાપના પરમાણુ-ઊર્જાની અગત્ય સંબંધી રાષ્ટ્રની જાગૃતિની સાબિતી છે. તેના પ્રથમ અધ્યક્ષ તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

ઍટમ્સ ફૉર પીસ

ઍટમ્સ ફૉર પીસ (Atoms for Peace) : અણુશક્તિના શાંતિમય ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી અમેરિકાએ કરેલી ભલામણ. ડિસેમ્બર 1953માં તે સમયના અમેરિકાના પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે (1953-61) આંતરરાષ્ટ્રીય અણુશક્તિ મંડળ(International Atomic Energy Agency)ની સ્થાપના કરવા અંગેની ભલામણ કરી હતી. એટલું જ નહિ, પરંતુ અણુશક્તિના શાંતિમય ઉપયોગને ઉત્તેજન મળતું રહે તે માટે…

વધુ વાંચો >

ઓપનહાઇમર, જુલિયસ રૉબર્ટ

ઓપનહાઇમર, જુલિયસ રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1904, ન્યૂયૉર્ક સિટી; અ. 18 ફેબ્રુઆરી 1967, પ્રિન્સ્ટન, યુ.એસ.) : પરમાણુ બૉમ્બના જનક, વિજ્ઞાનક્ષેત્રના વહીવટદાર (science administrator), અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી. તેમના જર્મન વસાહતી પિતાએ કાપડની આયાત કરીને સારી સમૃદ્ધિ મેળવી હતી. ઓપનહાઇમર હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લૅટિન, ગ્રીક સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ઉપરાંત પૌરત્ય વિદ્યામાં ઉત્કૃષ્ટતા…

વધુ વાંચો >

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક : દક્ષિણ ભારતમાં ચેન્નાઈ (મદ્રાસ) નજીક કલ્પક્કમ્ ખાતે સાગરકાંઠે જુલાઈ 1983માં કાર્યરત કરાયેલું દેશનું ત્રીજું પરમાણુ વિદ્યુતમથક. તારાપુર ખાતેનું દેશનું સૌપ્રથમ પરમાણુ વિદ્યુતમથક (TAPS) અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સંપૂર્ણપણે બાંધીને ચાલુ કરી આપ્યું હતું. ભારતનું બીજું પરમાણુ વિદ્યુતમથક રાજસ્થાનમાં કોટા નજીક રાણા પ્રતાપસાગર ખાતે આવેલું છે. રાજસ્થાન…

વધુ વાંચો >

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી…

વધુ વાંચો >

જૉલિયો-ક્યૂરી આઇરીન

જૉલિયો-ક્યૂરી આઇરીન (જ. 12 સપ્ટેમ્બર 1897, પૅરિસ; અ. 17 માર્ચ 1956, પૅરિસ) : ફ્રેંચ ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તથા કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે પોતાના પતિ ફ્રેડરિક જૉલિયોની સાથે સંયુક્તપણે 1935ના રસાયણશાસ્ત્રનાં નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમનાં માતાપિતા પણ નોબેલ પુરસ્કારવિજેતા હતાં. ઔપચારિક શાળાકીય શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં લીધું; પરંતુ ઘેર બેઠાં મેળવેલું અવિધિસરનું શિક્ષણ…

વધુ વાંચો >

તાપદીપ્તિ સમયાંકન

તાપદીપ્તિ સમયાંકન : પદાર્થને ગરમ કરવાથી ઉત્સર્જિત થતા વિકિરણને આધારે સમય નક્કી કરવાની પદ્ધતિ. સ્ફટિકમાં અણુ અથવા પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત હોય છે (જુઓ આકૃતિ 1). આવી નિયમિત ગોઠવણીમાં ક્યાંયે અસાતત્ય અથવા અનિયમિતતા હોય તો તેમાં ક્ષતિ (defect) છે એમ કહેવાય. ક્ષતિ બિંદુ પ્રકારની અથવા રેખીય પ્રકારની હોય છે (જુઓ…

વધુ વાંચો >

તાપમાન (temperature)

તાપમાન (temperature) : પરમાણુની સરેરાશ ગતિઊર્જા. એક પદાર્થથી બીજા પદાર્થ તરફ અથવા એક સ્થળથી બીજા સ્થળ તરફ ઉષ્માના પ્રવાહ સાથે સંકળાયેલી તે વિભાવના છે. તાપમાન ઠંડા અને ગરમપણાનો માત્ર સંવેદ (senses) નથી પરંતુ તેને માપક્રમ ઉપર પણ વ્યક્ત કરી શકાય છે તથા ઉષ્મામાપક (thermometer) ઉપર તેની નોંધ પણ થાય છે.…

વધુ વાંચો >

તુંગુસ્કા ઘટના

તુંગુસ્કા ઘટના (Tunguska event) : 1908ના જૂન મહિનાની 30મી તારીખે સવારે લગભગ 7-40 વાગ્યે (સ્થાનિક સમય) હવામાં થયેલા પ્રચંડ વિસ્ફોટને લીધે રશિયાના મધ્ય સાઈબીરિયા (60° 55´ ઉત્તર, 101° 57´ પૂર્વ)માં પોડકામેન્નાયા તુંગુસ્કા નદીની નજીકનાં આશરે 2,000 ચોકિમી. વિસ્તારમાં ચીડ વૃક્ષોનું વન જમીનદોસ્ત થઈ ગયું તે ઘટના. આ વિસ્ફોટની શક્તિ લગભગ…

વધુ વાંચો >

નરોરા વિદ્યુત-મથક

નરોરા વિદ્યુત-મથક : જુઓ, પરમાણુ વિદ્યુત-મથકો

વધુ વાંચો >