Nuclear engineering

ન્યૂક્લિયર સંલયન (nuclear fusion

ન્યૂક્લિયર સંલયન (nuclear fusion) : બે હલકી ન્યૂક્લિયસ વચ્ચે ન્યૂક્લિયર પ્રક્રિયાને કારણે ભારે ન્યૂક્લિયસમાં રૂપાંતર થવાની ઘટના. આ પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ઊર્જા પેદા થાય છે. સૂર્ય અને તારાઓમાં પ્રચંડ ઊર્જા પેદા થવાનું કારણ ન્યૂક્લિયર સંલયનની ઘટના છે. હાઇડ્રોજન બાબના વિસ્ફોટ બાદ આવી પ્રચંડ ઊર્જાની પ્રતીતિ થઈ. હાલને તબક્કે સંલયન રિએક્ટરમાં…

વધુ વાંચો >

ન્યૂક્લિયર સંશ્લેષણ (Nucleosynthesis)

ન્યૂક્લિયર સંશ્લેષણ (Nucleosynthesis) : વિશ્વનાં મૂળભૂત તત્ત્વોની ઉત્પત્તિના સિદ્ધાંત સાથે સંકળાયેલ ન્યૂક્લિયૉન (ન્યૂટ્રૉન અને પ્રોટૉન)નું સંશ્લેષણ. ન્યૂટ્રૉન (વિદ્યુતભારવિહીન દ્રવ્યકણ) અને પ્રોટૉન (એકમ ઘન વિદ્યુતભારિત કણ) ન્યૂક્લિયસના પાયાના ઘટક કણો છે. ન્યૂક્લિયર સંશ્લેષણ સાથે કેટલીક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. જે પ્રક્રિયાનો સૌર-પ્રણાલી, તારકો અને આંતરતારાકીય માધ્યમમાં પ્રવર્તતાં તત્ત્વોના વૈશ્વિક વૈપુલ્ય (universal abundance)…

વધુ વાંચો >

પરમાણુ (atom)

પરમાણુ (atom) દ્રવ્યનો પાયાનો એકમ. બધા જ ભૌતિક પદાર્થો પરમાણુના બનેલા છે. પરમાણુ માની ન શકાય તેટલો સૂક્ષ્મ છે. દશ લાખ જેટલા પરમાણુઓને અડોઅડ એક સીધી રેખામાં ગોઠવવામાં આવે તો તે માથાના વાળની જાડાઈ જેટલી જગ્યા રોકે છે. ટાંકણીના ટોપચામાં કરોડો-અબજો પરમાણુ હોય છે. રાસાયણિક તત્ત્વો(elements)ના પાયાના કણો પરમાણુઓ છે.…

વધુ વાંચો >

પરમાણુ-ઊર્જા

પરમાણુ–ઊર્જા : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા

વધુ વાંચો >

પરમાણુ-રિએક્ટર

પરમાણુ–રિએક્ટર : જુઓ, ન્યૂક્લિયર રિએક્ટર

વધુ વાંચો >

પરમાણુ-શક્તિ

પરમાણુ–શક્તિ : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા.

વધુ વાંચો >

પોકરણ (પોખરણ) પરમાણુ-વિસ્ફોટ

પોકરણ (પોખરણ) પરમાણુ–વિસ્ફોટ : રાજસ્થાનની પશ્ચિમે જેસલમેર જિલ્લામાં આવેલા તાલુકાનું મથક. ભૌગોલિક રીતે પોકરણ 26.55 ઉત્તર અક્ષાંશે અને 71.55 પૂર્વ રેખાંશે આવેલું છે. ઘણા સમય પહેલાં તે જોધપુર જિલ્લામાં હતું, પણ પાછળથી તેનો જેસલમેર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે તે જોધપુર રાજ્યમાં હતું ત્યારે પોકરણના ઠાકુરે મ્યુનિસિપલ બોર્ડ…

વધુ વાંચો >

પ્રોટૉન (Proton)

પ્રોટૉન (Proton) : ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ. તે હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસ છે. ઉપરાંત તે તમામ ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે. હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસમાં પ્રોટૉન અને તેની આસપાસ ઇલેક્ટ્રૉન ભ્રમણ કરતો હોય છે. પ્રોટૉન ઇલેક્ટ્રૉન કરતાં આશરે 1,837ગણો વધારે ભારે હોય છે. આથી હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રોટૉનને કારણે હોય છે એમ કહી…

વધુ વાંચો >

ફર્મી, એનરિકો

ફર્મી, એનરિકો (જ. 29 સપ્ટેમ્બર 1901, રોમ (ઇટાલી); અ. નવેમ્બર 1954) : પ્રથમ પરમાણુ-ભઠ્ઠી(atomic pill)ના રચયિતા અને ન્યૂક્લિયર શૃંખલા-પ્રક્રિયાનો સિદ્ધાંત આપનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. શિકાગો યુનિવર્સિટીના ન્યૂક્લિયર વિખંડન વિભાગના વડા, આર્થર એચ. કૉમ્પ્ટન રાષ્ટ્રીય સુરક્ષા સંશોધન આયોગના નિર્દેશક કોનન્ટને ટેલિફોન સંદેશો આપતાં જણાવે છે કે ‘ઇટાલિયન નાવિકે (એનરિકો ફર્મીએ) નવા પ્રદેશના…

વધુ વાંચો >

ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ

ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ (જ. 9 ઑગસ્ટ 1911, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1995, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકન ન્યૂક્લિયર ખગોળભૌતિકવિજ્ઞાની. વિશ્વમાં રાસાયણિક તત્વોના નિર્માણમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી ન્યૂક્લિયર પ્રક્રિયાઓ(nuclear reactions)ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ બદલ ફાઉલરને, જન્મે ભારતીય પણ યુ.એસ. નાગરિક એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર સાથે સંયુક્તપણે 1983નો ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર…

વધુ વાંચો >