Music
ખુરશીદ અલીખાં
ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ…
વધુ વાંચો >ખ્યાલ
ખ્યાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંની ગાયનશૈલીનો એક લોકપ્રિય પ્રકાર. અરબી ભાષાના શબ્દ ‘ખયાલ’નો અર્થ થાય છે ‘કલ્પના’. વર્તમાન ગાયનપદ્ધતિમાં ખ્યાલગાયનના વગર રાગદારી સંગીતનો વિચાર ભાગ્યે જ થાય છે. માત્ર કંઠ્ય સંગીતમાં જ નહિ, વાદ્યો પર પણ ખ્યાલશૈલીમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરવામાં આવે છે. ગીતરચના અને ગાયનશૈલી આ બંનેની ર્દષ્ટિએ…
વધુ વાંચો >ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ
ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ (Khrennikov, Tikhon Nikolayevich) (જ. 10 જૂન 1913, યેલેટ્સ, ઓર્લોવ જિલ્લો, રશિયા; અ. 14 ઑગસ્ટ 2007, મોસ્કો, રશિયા) : રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સોવિયેત શાસન દરમિયાન સામ્યવાદી સોવિયેત શાસકોના હાથારૂપ બનવા માટે તે હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. બાળપણથી જ ખ્રેનિકૉવે પિયાનોવાદન શીખવું શરૂ કરેલું. પંદર વરસની વયે મૉસ્કો…
વધુ વાંચો >ગર્ગ ઝુબિન
ગર્ગ, ઝુબિન ( જ. 18 નવેમ્બર 1972, તુરા, મેઘાલય ; અ. 19 સપ્ટેમ્બર 2025) : આસામના પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, ગીતકાર, વાદ્યવાદક અને અભિનેતા. એક આસામી બ્રાહ્મણ પરિવારમાં મોહિની મોહન બોરઠાકુર અને ઇલી બોરઠાકુરને ત્યાં જન્મ થયો હતો. તેમનું નામકરણ ઝુબિન મહેતાના નામ પરથી થયું હતું. તેમણે તેમનાં માતાપિતાની અટક…
વધુ વાંચો >ગવૈયા, પૂરણચંદ્ર
ગવૈયા, પૂરણચંદ્ર (જ. 12 જુલાઈ 1929, હરિયાણા; અ. 29 ડિસેમ્બર 1991, અમદાવાદ) : મેવાતી ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર. જન્મ જાણીતા ગાયક કુટુંબમાં. પિતા પંડિત જ્યોતિરામજી મેવાતી ઘરાનાના ઉચ્ચ કોટિના ગાયક હતા. તેથી પૂરણચંદ્રજી પણ તે જ ઘરાનાના ગાયક ગણાતા. બાળપણથી તેમનામાં સારા ગાયક કલાકારનાં લક્ષણો દેખાયાં હતાં. શરૂઆતમાં તેમને શાસ્ત્રીય સંગીતની…
વધુ વાંચો >ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ
ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ (જ. મે 1938 ઉટાકામંડ (ઊંટી), મદ્રાસ; અ. 10 મે 2012, વડોદરા) : સંગીતજ્ઞ, ચિત્રકાર અને શિલ્પી. મહારાજા રણજિતસિંહજી રાજા થવા નહિ કલાકાર થવા સર્જાયેલા. ગાયકવાડી શાહી પરિવારના ફરજંદ મહારાજા રણજિતસિંહે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. બાળપણમાં દેશના વરિષ્ઠ કલાકાર રાજા રવિ વર્માનાં…
વધુ વાંચો >ગાયકવાડ, શંકરરાવ
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…
વધુ વાંચો >ગાંધર્વ (બેનર્જી), દીના
ગાંધર્વ (બેનર્જી), દીના (જ. ભાવનગર) : ગુજરાતી લોકગાયિકા. તેમનો જન્મ ગાંધર્વ પરિવારમાં થયેલો. 1950ના દાયકામાં શ્રીમતી દીનાબહેને વિનયનમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી. લોકસંગીતનું શિક્ષણ તેઓએ આકાશવાણી રાજકોટ ખાતે શ્રી હેમુભાઈ પાસેથી મેળવેલું અને સોરઠી મિજાજમાં અદભુત લોકગીતો, ભજનો, કથાગીતો ગાયેલાં. 1955થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યાં.…
વધુ વાંચો >ગિરજાદેવી
ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં…
વધુ વાંચો >ગુર્ટુ, શોભા
ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા…
વધુ વાંચો >