Music
ક્રૅનૅક, અર્ન્સ્ટ
ક્રૅનૅક, અર્ન્સ્ટ (જ. 23 ઑગસ્ટ 1900, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 22 ડિસેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સપ્તકના બારે સ્વરોમાં કોમળ-તીવ્રના ભેદભાવ પાડ્યા વિના સમાન ગણાતી આધુનિક સંગીતપદ્ધતિ ‘ઍટોનાલિટી’ની ચોક્કસ સ્વર શ્રેણીઓનો આગ્રહ ધરાવતી ‘સિરિયાલિઝમ’ શાખાના વિકાસમાં ક્રૅનૅકનું પ્રદાન વિશિષ્ટ છે. વિયેના અને બર્લિનમાં સંગીતનો અભ્યાસ…
વધુ વાંચો >ક્રૅસ્ટૉન, પૉલ
ક્રૅસ્ટૉન, પૉલ (Creston Paul) (જ. 10 ઑક્ટોબર 1906, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 24 ઑગસ્ટ 1985, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અવનવા જીવંત લય માટે તેઓ ખાસ જાણીતા છે. પિયાનો અને ઑર્ગનવાદન શીખ્યા પછી ક્રૅસ્ટૉને ન્યૂયૉર્ક નગરના સેંટ માલાથીઝ ચર્ચમાં ઑર્ગનવાદક તરીકેની કારકિર્દી શરૂ કરી. નૅશનલ ઍસોસિયેશન ફૉર…
વધુ વાંચો >ક્લેમેન્તી, મુત્ઝિયો
ક્લેમેન્તી, મુત્ઝિયો (જ. 24 જાન્યુઆરી 1752, રોમ, ઇટાલી; અ. 10 માર્ચ 1832, એવેશેમ, વૉર્સેસ્ટરશાયર, બ્રિટન) : પિયાનોવાદનના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઇટાલિયન પિયાનિસ્ટ તથા સંગીત-નિયોજક. ક્લેમેન્તી નવ વરસની ઉંમરે ઇટાલીમાં ઑર્ગનવાદક તરીકે નિમણૂક પામ્યા. બાર વરસની વયે તેમણે પોતાની પ્રથમ સંગીતરચના એક ઑરેટોરિયો લખી. સોળેક વરસની ઉંમરે લંડન જઈ પિયાનિસ્ટ…
વધુ વાંચો >ક્લોદ, લ જુને
ક્લોદ, લ જુને (Claude, Le Jeune) (જ. આશરે 1527, ફ્રાંસ; અ. 26 સપ્ટેમ્બર આશરે 1600, ફ્રાંસ) : સોળમી સદીના ફ્રાંસના સૌથી વધુ મહત્ત્વના સંગીતકાર અને સ્વરનિયોજક. એમણે લખેલાં સૂરાવલિઓનાં પુસ્તકો ‘બુક્સ ઑવ્ ટ્યૂન્સ’ બીજી એક સદી સુધી ફ્રેંચ સંગીતકારો અને સ્વરનિયોજકોના પ્રેરણાસ્રોત બની રહ્યાં. મોટા ભાગનાં આ પુસ્તકો કાળગ્રસ્ત થયાં…
વધુ વાંચો >ખમાજ
ખમાજ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંના ‘ખમાજ’ થાટ પરથી સર્જાયેલો રાગ. ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરમય અને ભાવમય રૂપ અનુસાર થાટ અને રાગોની નિર્મિતિ થયેલી છે. તેમાં ખમાજ થાટ અને ખમાજ રાગ આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં આ થાટનો રાગ ઝિંઝોટી હોવા છતાં તેને ખમાજ રાગ કહે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત…
વધુ વાંચો >ખાચાતુરિયન આરામ
ખાચાતુરિયન આરામ (Khachaturian, Aram) (જ. 6 જૂન 1903, ત્બિલીસ, જ્યૉર્જિયા, ઇમ્પીરિયલ, રશિયા; અ. 1 મે 1978, મૉસ્કો) : આધુનિક આર્મેનિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ પૂરો કરી ખાચાતુરિયને મોસ્કોમાં મોસ્કો યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન ખાતામાં જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ અભ્યાસનો ભાર સહન નહિ થઈ શકતા તેમણે…
વધુ વાંચો >ખાદિમ હુસેન ખાં
ખાદિમ હુસેન ખાં (જ. 1907, ઔંધ; અ. ?) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક અને સંગીતજ્ઞ. સાત વર્ષની ઉંમરથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરેલી. ઉસ્તાદ કલ્લનખાં પાસેથી દસ વર્ષ સુધી (1915-25) તાલીમ લીધી. સત્તર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા, જ્યાં વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ વિલાયતખાંસાહેબ પાસેથી અને તે પછી વડોદરામાં…
વધુ વાંચો >ખાન અબ્દુલ રાશીદ
ખાન અબ્દુલ રાશીદ (જ. 19 ઓગસ્ટ, 1908; અ. 18 ફેબ્રુઆરી, 2016) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયક. તાનસેન(સોળમી સદીના બાદશાહ અકબરના નવરત્નોમાંના એક)ની વંશાવલીના અબ્દુલ રાશીદ ખાનનો જન્મ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં, સંગીતકારોના કુટુંબમાં થયો હતો. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ પિતા છોટે યુસુફ ખાન અને કાકા બડે યુસુફ ખાન પાસે લીધી.…
વધુ વાંચો >ખાન (ઉસ્તાદ) સુલતાન
ખાન (ઉસ્તાદ) સુલતાન (જ. 15 એપ્રિલ, 1940; અ. 27 નવેમ્બર, 2011) : સારંગીમાં પ્રાણ ફૂંકીને બોલતી કરનાર અદ્ભુત સારંગીવાદક. રાજસ્થાનના સિકર જિલ્લામાં જન્મેલા સુલતાન ખાને નાનપણમાં પિતા શ્રી ગુલાબ ખાન પાસે સારંગી શીખવાનું શરૂ કર્યું. તેમના કાકા, પ્રસિદ્ધ સારંગીવાદક અઝીમ ખાન પાસે પણ તેઓ કેળવાયા. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે…
વધુ વાંચો >