Mineral Engineering

ચિનાઈ માટી

ચિનાઈ માટી : માટીનો એક પ્રકાર. કેઓલિનના સામાન્ય ખનિજ નામથી પણ તે ઓળખાય છે. તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3  2SiO2  2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે. ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી…

વધુ વાંચો >

ચુંબકત્વ (magnetism)

ચુંબકત્વ (magnetism) : ચુંબકીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું ભૌતિક બળ. લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થો ઉપર ચુંબકીય ક્ષેત્રની વરતાતી એક ભૌતિક અસર. ચુંબક (magnet) શબ્દ ગ્રીક લોકો loadstone કે leadstone નામના એક પ્રકારના કુદરતી રીતે પ્રાપ્ત થતા મૅગ્નેટાઇટરૂપ પથ્થર (લોખંડનો ચુંબકીય ઑક્સાઇડ, magnetic iron oxide) માટે ગ્રીક લોકો ‘magnet’(ચુંબક)…

વધુ વાંચો >

ચુંબકીય ખનિજો

ચુંબકીય ખનિજો : કુદરતી ચુંબકત્વ ધરાવતાં ખનિજો. કુદરતી સ્થિતિમાં મળતાં અમુક ખનિજો સારી ક્ષમતાવાળા લોહચુંબકથી આકર્ષિત થવાનો ગુણધર્મ ધરાવતાં હોય છે. આવાં ખનિજો ચુંબકીય ખનિજો તરીકે ઓળખાય છે. લોહધાતુખનિજ મૅગ્નેટાઇટ (Fe3O4) માટે આ હકીકત વસ્તુત: ખરી છે. પાયહ્રોટાઇટ (ચુંબકીય પાયરાઇટ Fe1-χS જેમાં χ = 0થી 0.2) પણ અમુક પ્રમાણમાં ચુંબકત્વ…

વધુ વાંચો >

ચૂનો

ચૂનો : લીંપણ માટે દીવાલો પર વપરાતો માલ. પ્લાસ્ટર. ખાણના ઉપલા સ્તરમાંથી મળતા પથ્થરને પીસી તેનો ભૂકો કરવામાં આવે ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા બારીક દળ તરીકે રૂપાંતર પામેલ માલને પાણી તથા રેતીમાં મિશ્ર કરી દીવાલો પર લગાવવામાં આવે છે, જેથી લીસી સપાટી મળે છે. ખૂબીદાર પ્લાસ્ટર માટે પણ ચૂનાનો…

વધુ વાંચો >

છિદ્રાળુ ખડકો

છિદ્રાળુ ખડકો : ખડકો(કે જમીનો)માં રહેલા ખનિજકણો કે ઘટકો વચ્ચેની ખાલી જગા કે આંતરકણજગા ધરાવતા હોય અને એવી જગામાં પ્રવાહી રહી શકે ત્યારે તે ખડકો છિદ્રાળુ છે એમ કહેવાય. ખડકોમાં રહેલી આંતરકણજગા કે ખાલી ભાગને છિદ્ર કહેવાય. ખડકના કુલ એકમ કદની અપેક્ષાએ તેમાં રહેલાં છિદ્રોના કદના પ્રમાણને સછિદ્રતા કે સછિદ્રતા…

વધુ વાંચો >

જસતીકરણ

જસતીકરણ : લોખંડ કે સ્ટીલના પતરા કે દાગીના (work-piece) ઉપર જસતનો ઢોળ ચડાવવો તે. દુનિયાના જસતના ઉત્પાદનનો સારો એવો જથ્થો આ ક્રિયામાં વપરાય છે. આ માટે બે પદ્ધતિઓ છે : (અ) તપ્ત નિમજ્જી (hot dip) અને (બ) વિદ્યુત-ઢોળ પદ્ધતિ. તપ્ત નિમજ્જી પદ્ધતિમાં સ્ટીલને પિગાળેલા દ્રવ જસતમાં બોળવામાં આવે છે. આ…

વધુ વાંચો >

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય

જળકૃત ખડકો, નિક્ષેપજન્ય : જળમાં નિક્ષેપ જમાવટથી તૈયાર થયેલા ખડકો. જળમાં પ્લવનશીલ (suspended) રહેલું ઘનદ્રવ્ય જમાવટ પામે ત્યારે તેને નિક્ષેપ કહેવાય. ઘનદ્રવ્ય ખનિજકણ કે જીવજન્ય કણ સ્વરૂપે હોઈ શકે. આ પ્રકારના કણો તેમના મૂળ માતૃજથ્થામાંથી ઘસારાખવાણની પેદાશ તરીકે છૂટા પડ્યા પછી હવા, જળ કે હિમના માધ્યમ દ્વારા વહન પામી જળમાં…

વધુ વાંચો >

જળકૃત સંરચનાઓ (sedimentary structures)

જળકૃત સંરચનાઓ (sedimentary structures) : જળકૃત ખડકોની ઉત્પત્તિ માટેના નિક્ષેપોની જમાવટ દરમિયાન કે તરત જ પછીથી; પરંતુ સ્તરોના દૃઢીભૂત થવા અગાઉ તેમાં જે જે સંરચનાત્મક લક્ષણો તૈયાર થાય છે તેમને ‘જળકૃત સંરચનાઓ’ હેઠળ આવરી લેવાય છે. જળકૃત ખડકની સંરચનાઓ 75% જેટલી સપાટી પર પથરાયેલી છે. આ સંરચનાઓની ઉત્પતિ હજારો વર્ષથી…

વધુ વાંચો >

જિપ્સમ પ્લેટ

જિપ્સમ પ્લેટ : જિપ્સમ પ્લેટને ચિરોડી છેદિકા જેવા નામથી ઓળખાવી શકાય. જિપ્સમ પ્લેટની રચના માટે તદ્દન શુદ્ધ ચિરોડી કે સેલેનાઇટ પસંદ કરવામાં આવે છે. તેનો આડછેદ એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે કે માઇક્રોસ્કોપના ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો લાલ ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. જોકે…

વધુ વાંચો >

જીવજન્ય નિક્ષેપો (organic deposits)

જીવજન્ય નિક્ષેપો (organic deposits) : ખવાણની પેદાશોના વિતરણ મુજબ તૈયાર થતા પરિણામી ખડકના પ્રકારો. નીચેના વર્ગીકરણ પરથી તે સ્પષ્ટ બને છે : પ્રાણીઓ અને વનસ્પતિની ક્રિયાત્મક અને અસરકારક પ્રવૃત્તિઓ દ્વારા તૈયાર થતા નિક્ષેપોને જીવજન્ય નિક્ષેપો તરીકે ઓળખાવી શકાય. જીવનસ્વરૂપો દ્વારા તૈયાર થતો દ્રવ્યજથ્થો મુખ્યત્વે સમુદ્રતળ પર એકઠો થતો હોય છે,…

વધુ વાંચો >