ચૂનો : લીંપણ માટે દીવાલો પર વપરાતો માલ. પ્લાસ્ટર. ખાણના ઉપલા સ્તરમાંથી મળતા પથ્થરને પીસી તેનો ભૂકો કરવામાં આવે ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા બારીક દળ તરીકે રૂપાંતર પામેલ માલને પાણી તથા રેતીમાં મિશ્ર કરી દીવાલો પર લગાવવામાં આવે છે, જેથી લીસી સપાટી મળે છે. ખૂબીદાર પ્લાસ્ટર માટે પણ ચૂનાનો ઉપયોગ થાય. દીવાલોવાળા લગભગ દરેક બાંધકામમાં ઓછીવત્તી માત્રામાં આનો ઉપયોગ અનિવાર્ય બને છે. તેથી ઇમારતી બાંધકામ માટેનું આ એક અત્યંત ઉપયોગી સાધન છે. હાલના યુગમાં સિમેન્ટના ઔદ્યોગિક ઉત્પાદનને લઈને આનો ઉપયોગ વિરલ બન્યો છે. જૂનાં પરંતુ ઐતિહાસિક મકાનોની મરામત માટે હજી પણ આનો ઉપયોગ ખૂબ જ ઇચ્છનીય અને અનિવાર્ય છે.

રવીન્દ્ર વસાવડા